રાજેન વેફર્સ એન્ડ નમકીનની ૧૨મી બ્રાન્ચના ઉદઘાટન પ્રસંગે રાજેન બલદેવ સાથે ‘અબતક’ની વિશેષ વાતચીત: ૨૦૩૧ સુધીમાં ૧ હજાર શો રૂમ સ્થાપવાની ઈચ્છા.
આર એન્ડ ડી એજન્સીનાં નામથી રાજેન વેફર્સ એન્ડ નમકીનની નવી ૧૨મી બ્રાન્ચનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. બોમ્બે હોટેલ પાસેની આ બ્રાન્ચમાં અવનવા ચટપટા ફલેવર્સમાં બટાટાની ૮ થી ૧૦ આઈટમ્સ, કેળા વેફર્સમાં ૧૦ થી ૧૫, ૫૦ જાતના નમકીન તેમજ ૧૫ જાતના સ્વાદિષ્ટ ખાખરા, પેંડા સહિતની ૧૦૦થી વધુ વેરાયટીઓનો સ્વાદ રાજકોટની સ્વાદપ્રિય જનતા ચાખી શકશે.
રાજેન વેફર્સ એન્ડ નમકીનનાં રાજેન બલદેવે જણાવ્યું હતુ કે ૧૯૯૮માં શ‚આત કરી હતી અને આજે રાજકોટમાં આ અમારી ૧૨મી બ્રાન્ચ છે અમા‚ મુખ્ય લક્ષ્યાંક સમગ્ર વિશ્ર્વને ઉચ્ચ ગુણવતા સભર, સ્વાસ્થ્ય વર્ધક જીવનશૈલી પૂરી પાડવી અને સિધ્ધાંતોથક્ષ કામ કરવું અમારો મુખ્ય ધ્યેય છે.
આવનારા દિવસોમાં રાજકોટની બહાર બ્રાન્ચ શરૂ કરવા અંગે તેમણે જણાવ્યું હતુ કે ૨૦૩૧ સુધીમાં અમારી કંપની ૧ હજાર શો ‚મ બનાવવાની છે. પ્રથમ રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ત્યારબાદ ઈન્ડિયા લેવલે અમા‚ પ્લાનીંગ છે.
રાજેન વેફર્સની સફળતા વિશે વાત કરતા રાજેન બલદેવે જણાવ્યું હતુ કે ટેકનોલોજી ક્ષેત્રે લોકો ખૂબ આગળ વધી રહ્યા છે. ત્યારે આપણે પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ઉપરાંત આપણો એઈમ શુધ્ધ હોવો જોઈએ સારી મહેનતથી જ સારી પ્રોડકટ બને છે. આ રીતે જ લોકચાહના મેળવી આગળ વધ્યું છે. રાજન વેફર્સ.
રાજેન વેફર્સની નવી બ્રાન્ચના રાધિકા કાટખોરીયા, તથા દર્શન કાટખોરીયાએ જણાવ્યું હતુ કે અમારા નામ પરથી આ બ્રાન્ચનું નામ આર એન્ડ ડી એજન્સી રાખવામાં આવ્યું છે. જેમાં સોન પાપડીની અલગ અલગ ફલેવર્સ, પેંડા, કઠોળ, સહિતના નમકીન મળશે દર ત્રણ મહિને અમે બજારમાં નવી પ્રોડકટ બહાર પાડશું.