બેંક પાસે 2637 કરોડની ડિપોઝીટ અને 1593 કરોડનું ધિરાણ
રાજબેંકની તમામ સફળતાનો શ્રેય શેર હોલ્ડરો, થાપણદારો, ધિરાણદારો, બોર્ડના સભ્યો અને કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓને આપતા બેંકના ચેરમેન જગદીશ કોટડિયા, સીઇઓ સત્યપ્રકાશ ખોખરા
રાજબેંકના હુલામણા નામે ઓળખાતી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. દ્વારા વિવિધ કપરી પરિસ્થિતિમાં પણ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. રાજબેંક દર વર્ષે 31મી માર્ચના રોજ નાણાકીય પરિણામોની જાહેરાત કરે છે અને આ પરંપરા જાળવી રાખીને નાણાકીય વર્ષ 2020-21 ના પરિણામોની ઘોષણા બોર્ડની મીટીંગમાં કરવામાં આવી છે. રાજબેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાના જણાવ્યા અનુસાર રાજબેંકના મેનેજમેન્ટની કુનેહ, સભાસદોના અવિરત વિશ્વાસ અને કર્મચારીઓના ટીમવર્કને પરિણામે બેકે પુરા થયેલ નાણાકીય વર્ષમાં 4230 કરોડ રુપિયાના બિઝનેસમાં ઇન્કમટેક્સ અને કાયદાકીય જોગવાઈઓ પહેલાનો 93 કરોડ રુપિયાનો નફો કર્યો છે. બેંક પાસે રૂા. 533 કરોડ રુપિયાના માલિકીના ભંડોળ છે. આ ઉપરાંત 2637 કરોડ રુપિયાની ડીપોઝીટ અને 1593 કરોડનું ધિરાણ પણ છે. જોકે કુલ 1507 કરોડ રુપિયાનું સરકાર માન્ય રોકાણ પણ કર્યું છે. બેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ કહ્યું છે કે હાલમાં કોરોના મહામારીની સ્થિતિમાં પણ બેંક તેના ગ્રાહકોની સેવામાં કોરોનાની ગાઈડલાઈન્સ અનુસાર કોરોનાથી બચવા માટેના સરકારી નિર્દેશોનું પાલન કરી યથાયોગ્ય કામગીરી કર્યાનો ટીમ રાજબેંકને એક અનેરો આનંદ છે.
બેંકના સીઈઓના કહેવા પ્રમાણે રાજબેંક એ કોઈ વ્યક્તિ આધારીત નહી પરંતુ સીસ્ટમ આધારીત બેંક છે અને આ બેંકની સફળતાનો મુખ્ય ધ્યેય બેંકના 3 લાખ કરતા વધુ ડીપોઝીટ ખાતેદારો તથા 80 હજાર જેટલા સભાસદો,6 હજાર જેટલા રેગ્યુલર ધિરાણદારોનો બેંક પરત્વેનો અતૂટ વિશ્વાસ, બોર્ડ ઓફ ડીરેકટર્સની બેંક તેમજ સમાજ પ્રત્યેની નિ:સ્વાર્થ સામાજીક ઉત્તરદાયિત્વની ભાવના અને સાથોસાથ 242 નિષ્ઠાવાન કોરોના વોરીયર સમા સાથી કર્મચારીઓના અથાગ પ્રયાસોને આભારી છે તેવું જણાવેલ.
રાજબેંક માટે પણ આ નાણાકીય વર્ષ અનેક ચઢાવ-ઉતારવાળુ રહેલું છે તેમાં પણ ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કોરોનાને લીધે પણ બેંકનું ગ્રોસ એનપીએની ટકાવારી વ્યાજબી મર્યાદામાં જાળવી રાખી નેટ એનપીએ અડધા ટકા કરતા પણ ઓછું કરી શકેલ છે અને આવી પરિસ્થિતિઓમાં પણ રાજબેકે ગત વર્ષે કરેલ 81 કરોડના નફાની સામે ચાલુ નાણાકીય વર્ષમાં ઈન્કમટેક્સ અને કાયદાકીય જોગવાઈઓ પહેલાનો રૂા.93 કરોડનો નફો કરેલ છે.
શેર કેપીટલના મહત્વને રાજબેંકના મેનેજમેન્ટે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાને લઈ ભવિષ્યમાં પણ જ્યારે શેર મુડી વધારવાને લગતા કોઈપણ નવા નિયમો સહકારી બેંકો માટે લાગુ પડે અથવા તો ભવિષ્યમાં બેંકનું એન.પી.એ.નું પ્રમાણ ખૂબ જ વધી જાય તો તેને પહોંચી વળવા માટે રાજબેંકની શેર મુડી આજની તારીખે પણ સક્ષમ છે. રાજબેંકની માલિકીનીમૂડી 21% કરતા વધુ છે જેમાં રૂ. 131 કરોડની શેરમુડીનો પણ સમાવેશ થાય છે.
રાજબેંકની રીકવરીની ટીમ ખૂબ જ ખંત અને નિષ્ઠાપૂર્વક આયોજનબદ્ધ રીતે રીકવરીનાં પ્રમાણિક પ્રયાસો વર્ષોવર્ષ કરે છે જેના ફળ સ્વરૂપે ચાલુ વર્ષે પણ ખૂબ જ સારી વસુલાત કરેલ છે. જેના માટેનો તમામ શ્રેય બેંકના તમામ ધિરાણદારો કે જેઓએ સમયસર વ્યાજ અને હપ્તા ભરપાઈ કરેલ છે તેઓને તેમજ બેંકના રીકવરી સાથે સંકળાયેલ નિષ્ઠાવાન કર્મચારી કે જેઓએ તેમની ફરજ યથાયોગ્ય રીતે બજાવી તેઓને જાય છે.
લોન અને ધીરાણમાં ગણતરીપૂર્વકનું જોખમ લેવાનો અભિગમ ચાલુ રાખી બેંકનું ધિરાણ ડીપોઝીટના 60% સુધી લઈ જઈ બેંકની નફાકારકતાને જાળવી રાખી તેમાં વધારો પણ કરેલ છે. 31, માર્ચ-2021ના પુરા થતા વર્ષ માટે બેંકનું કુલ ધિરાણ રૂ. 1507 કરોડનું થયેલ છે. સૌથી અગત્યની વાત એ ગણી શકાય કે રાજબેંકમાં છેલ્લા 8 વર્ષથી બેંકનો સીડી રેશીયો પ્રમાણમાં ઓછો હોવા છતાં બેંકની નફાકારકતામાં એક પણ વર્ષમાં ઘટાડો જોવા મળેલ નથી જે મેનેજમેન્ટ તેમજ કર્મચારીઓની બનેલી ટીમની વહીવટી કાર્યકુશળતા દર્શાવે છે.
કોઈપણ સંસ્થા માટે નફો એ એક ખૂબ જ અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. નાણાકીય વર્ષ 2020-2021 માં બેંકનાડીપોઝીટના વ્યાજના ખર્ચમાં વધારો, સ્ટાફ ખર્ચમાં વધારો થવા છતાં ગત વર્ષની સરખામણીમાં બેંકનો ઈન્કમટેક્સ અને કાયદાકીય જોગવાઈઓ પહેલાનો નફો રૂ. 93 કરોડનો થયેલ છે. જે રાજબેંકના 41 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ નફો છે.
બેંકના કર્મચારીઓની ગ્રેચ્યુંઈટી તેમજ રજાના પગાર ચુકવવા અંગેની ભૂતકાળની તમામ જવાબદારીનાં ખર્ચ માટે પણ બેકે પૂરેપુરું પ્રોવિઝન કરેલ છે અને હાલમાં કર્મચારીઓની નિવૃતિનાં લાભો સુરક્ષિત કરવાના આશયથી બેંકે રૂા. 10 કરોડ કરતાં વધુ રકમનું સુરક્ષિત રોકાણ કરેલ છે અને આ રોકાણ દ્વારા બેંકને દર વર્ષે આશરે રૂા. 1.25 કરોડ જેટલી આવક થાય છે.
બેંકમાં એક કર્મચારી દીઠ એવરેજ પગાર ખર્ચ રૂ. 10 લાખ જેટલો છે જ્યારે એક કર્મચારી દીઠનફો રૂ.38 લાખ કરતા વધારે છે જે સમગ્ર સહકારી બેંકીંગ ક્ષેત્રમાં ઉત્તમ માપદંડ ગણી શકાય. સાથોસાથ એક કર્મચારી દીઠ કુલ બીઝનેસ રૂા. 17 કરોડ કરતા વધુ છે જે સમગ્ર બેંકીંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પૈકી રાજબેંકના કર્મચારીની ઉચ્ચતમ કાર્યક્ષમતા દર્શાવે છે.
બેંકની કુલ 27 શાખાઓ છે જે પૈકી 16 શાખાઓ માલીકીના મકાનમાં કાર્યરત છે. તમામ શાખાઓ વાતાનુકુલિત, અદ્યતન સુવિધાસભર અને લોકર સુવિધા સાથેની છે.
રાજબેંકની પ્રણાલિકા પ્રમાણે દરેક વર્ષનું રીઝલ્ટ વર્ષના છેલ્લા દિવસે આપવાની સીસ્ટમ ચાલુ રાખવાના ભાગ સ્વરૂપે સામાન્ય સંજોગોમાં દર વર્ષે 1લી એપ્રિલે ડીપોઝીટનું વ્યાજ આપવાની પ્રથાને બદલે બેંક 2 દિવસ વહેલું વ્યાજ એટલે કે 30 અથવા 31 માર્ચે વ્યાજ જમા આપવાની પ્રથા અમલમાં મુકેલી છે. થાપણ, ધિરાણ, રોકડ અને બેંક બેલેન્સમાં 31.03.2021 ના સરકારી ચુકવણાના વ્યવહારોની અસર પૂરતો ફરક આવશે. જ્યારે નફામાં કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં તેવું બેંકના સીઈઓ એ જણાવેલ છે.
રાજબેંકની તમામ સફળતા માટેનો શ્રેય બેંકના ચેરમેન જગદીશભાઈ કોટડીયા તેમજ સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ રાજબેંકના શેર હોલ્ડરો, થાપણદારો, ધિરાણદારો, બોર્ડના સભ્યો અને 242 કર્તવ્યનિષ્ઠ કર્મચારીના શીરે આપેલ છે.
જ્યાં સંઘર્ષનથી ત્યાં કોઈ પ્રગતિ થતી નથી. મને આનંદ છે કે ટીમ રાજબેંકે આ વાતને પણ ખુબ જ હકારાત્મક રીતે લઈ અને છેલ્લા 8 વર્ષમાં સંઘર્ષની સાથોસાથ પ્રગતિ પણ કરી સંઘર્ષ સાથે પ્રગતિના કથનને યોગ્ય ઠરાવી છેલ્લા 8 વર્ષમાં રૂા. 2350 કરોડ કરતા વધુના બિઝનેશમાં વધારા થકી રૂા. 500 કરોડનો નફો કરેલ છે. કુશળ નેતૃત્વ અને ટીમવર્ક વગર સફળતા સંભવ નથી એટલું જ નહીં સફળતા મેળવવા 100% પ્રયાસો કરવા પડે પરંતુ આ સફળતા ટકાવી રાખવા 150% પ્રયાસો કરવા પડે છે. સફળતાને કદી પૂર્ણ વિરામ હોતું નથી. પરંતુ માત્ર સફળ જ થવું એ અમારો ઉદ્દેશ નથી. પરંતુ ઉત્તમ ગ્રાહક સેવા થકી સફળતમ રહેવું અમોને જરૂર ગમે છે, અમને જણાવતા આનંદ થાય છે કે રાજબેંકની આવી સુંદર સફળતા અને અવિરત પ્રગતિનો સંપુર્ણ શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ, ફાઉન્ડર ચેરમેન રમણીકભાઈ ધામી, ફાઉન્ડર વાઈસ ચેરમેન રમણીકભાઈ સેજપાલ, ફાઉન્ડર ડાયરેકટરો મનુભાઈ નસીત, પોપટભાઈ પટેલ, મનહરલાલ શાહ, જમનાદાસ ફળદુ, ગોવિંદભાઈ ખુંટ, કિરીટભાઈ કામદાર, ચંદુભાઈ પાંભર, રસિકભાઈ દવે, પ્રવિણભાઈ દવે, પ્રવિણભાઈ કામદાર, પ્રમોદભાઈ કલ્યાણી, ભાણજીભાઈ પટેલ, ભુતપુર્વ ડાયરેકટર શિરીષભાઈ ધ્રુવ, ધીરૂભાઈ ધાબલીયા, ગોપાલભાઈ કારીયા, દિનેશભાઈડેડાણીયા, વલ્લભદાસ હિરાણી, અરૂણાબાચુડાસમા, દિવાળીબેન ઘરસંડીયા, લીલાબેન ધામી, કમલનયન સોજીત્રા, બકુલભાઈ ઝાલાવડીયા, બીપીનભાઈ શાહ, બકુલભાઈ સોરઠીયા, દીનેશભાઈ કુંબાણી, દુષ્યતભાઈ ટીલારા, પ્રશાંતભાઈટીલારા, ગૌરાંગભાઈ સંઘવી, મુળજીભાઈ ચૌહાણ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ (ભુતપુર્વ વાઈસ ચેરમેન રાજબેંક) તેમજ બેંકનાં ભુતપુર્વ ચેરમેન મધુસુદનભાઈ દોંગા, ભુતપુર્વ વાઈસ ચેરમેન જગજીવનભાઈ સખીયા, રમેશભાઈ ટીલારા, ભુતપુર્વ મેનેજીંગ ડીરેકટરો કમલભાઈ ધામી, ચિરાગભાઈ સીયાણી, ભુતપુર્વ સ્ટાફ મેમ્બર્સ, પ્રવર્તમાન ચેરમેન જગદીશચંદ્ર કોટડીયા, પ્રવર્તમાન બોર્ડ ઓફ ડીરેકટર્સ ચંદ્રકાંતભાઈ પટેલ, નિલેશભાઈ ધ્રુવ, સચિન સચદે, નિમીત કામદાર, હરીન્દ્ર દોંગા, પ્રાગજીભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, હર્ષદભાઈ માલાણી, જયંતિલાલ વસોયા, આનંદ પટેલ, પ્રણય વિરાણી, ગોપાલભાઈ રૂપાપરા, મીનાક્ષીબેન ધામી, કિરણબેન સેજપાલ, આમંત્રીત સભ્ય રાજેન્દ્રભાઈ રાવલ, એડવાઈઝર કેતનભાઈ મારવાડીના સતત માર્ગદર્શન તથા પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ, પ્રોફેશ્નલ મેનેજમેન્ટ તથા રાજબેંકના કર્મચારી પરિવારના 242 કર્મચારીઓની ટીમવર્કના ફાળે જાય છે તેવું રાજબેંકના જનરલ મેનેજર અને સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ જણાવ્યું છે.