યશ બેંક અને કોરોના જેવા સંકટના સમયમાં પણ રાજબેંકનું ઉત્કૃષ્ટ પરિણામ
બેંકના વાર્ષિક પરિણામોની જાહેરાત કરતા સીઈઓ સત્યપ્રકાશ ખોખરા: બેંક પાસે રૂ. ૨૩૦૦ કરોડની ડિપોઝિટ અને રૂ. ૧૫૫૪ કરોડનું ધિરાણ રૂ. ૪૭૪ કરોડનું માલિકીનું ભંડોળ અને રૂ. ૧૧૪૬ કરોડનું રોકાણ
૨૦૨૦-૨૧માં ૪૫૦૦ કરોડનો બિઝનેસ અને ૯૦ કરોડનો નફો મેળવવાનો લક્ષ્યાંક
ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. દ્વારા વિવિધ કપરી પરિસ્થિતિમાં પણ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. રાજબેંક દર વર્ષે ૩૧મી માર્ચના રોજ નાણાકીય પરિણામોની જાહેરાત કરે છે અને આ પરંપરા જાળવી રાખીને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પરિણામોની ઘોષણા કરવામાં આવી છે. રાજબેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાના જણાવ્યા અનુસાર રાજબેંકના મેનેજમેન્ટની કુનેહ અને સભાસદોના વિશ્વાસના પરિણામે બેકે આ નાણાકીય વર્ષમાં ૩૮૫૦ કરોડ રૂપિયાના બિઝનેસમાં ઇન્કમટેક્સ પહેલાનો ૮૧ કરોડ રૂપિયાનો નફો કર્યો છે. બેંક પાસે રૂ. ૪૭૪ કરોડ રૂપિયાના માલિકીના ભંડોળ છે. આ ઉપરાંત ૨૩૦૦ કરોડ રૂપિયાની ડીપોઝીટ અને ૧૫૫૪ કરોડનું ધિરાણ પણ છે. જોકે કુલ ૧૧૪૮ કરોડ રુપિયાનું રોકાણ પણ કર્યું છે. બેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ કહ્યું છે કે હાલમાં કોરોના વાઈરસની સ્થિતિમાં પણ બેંક તેના ગ્રાહકોની સેવામાં ઉપલબ્ધ છે. તેમણે કોરોનાથી બચવા માટેના સરકારી નિર્દેશોનું પાલન કરવા પણ અનુરોધ કર્યો છે.
બેંકના સીઈઓના કહેવા પ્રમાણે રાજબેંક એ કોઈ વ્યક્તિ આધારીત નહી પરંતુ સીસ્ટમ આધારીત બેંક છે અને આ બેંકની સફળતાનો મુખ્ય ધ્યેય બેંકના ૩ લાખ કરતા વધુ ડીપોઝીટરો + ૮૦ હજાર જેટલા સભાસદો + ૮ હજાર જેટલા રેગ્યુલર ધિરાણદારોનો બેંક પરત્વેનો અતૂટ વિશ્વાસ, બોર્ડ ઓફ ડીરેકટર્સની બેક તેમજ સમાજ પ્રત્યેની નિ:સ્વાર્થ સામાજીક ઉત્તરદાયિત્વની ભાવના અને સાથોસાથ ૨૫૬ નિષ્ઠાવાન ચોકીદાર સમા સાથી કર્મચારીઓના અથાગ પ્રયાસોને આભારી છે તેવું જણાવેલ.
રાજબેંક માટે પણ આ નાણાકીય વર્ષ અનેક ચઢાવ-ઉતારવાળુ રહેલું છે તેમાં પણ ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષના ઉતરંધમાં યસ બેંસ તેમજ કોરોના ઈફેક્ટની પરિસ્થિતિમાં પણ બેંકનું ગ્રોસ એનપીએની ટકાવારી જાળવી રાખી નેટ એનપીએ ૧% કરતા ઓછું કરી શકે છે અને આવી પરિસ્થિતિઓમાં પણ રાજબેકે ગત વર્ષે કરેલ ૭૦ કરોડના નફાની સામે ચાલુ નાણાકીય વર્ષમાં ઈન્કમટેક્સ પહેલાનો રૂા. ૮૧ કરોડનો નફો કરેલ છે.
શેર કેપીટલના મહત્વને રાજબેંકના મેનેજમેન્ટ ખૂબ જ કાળજી પૂર્વક ચાને લઈ ભવિષ્યમાં પણ જ્યારે શેર મુડી વધારવાને લગતા કોઈપણ નવા નિયમો સહકારી બેંકો માટે લાગુ પડે અથવા તો ભવિષ્યમાં બેંકનું એન.પી.એ.નું પ્રમાણ ખૂબ જ વધી જાય તો તેને પહોંચી વળવા માટે રાજબેંકની શેર મુડી આજની તારીખે પણ સક્ષમ છે. રાજબેંકની માલિકીનીમૂડી ૨૫% કરતા વધુ છે જેમાં રૂા. ૧૩૬ કરોડની શેરમુડીનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા વર્ષમાં રાજબેંકની શેરમુડીમાં રૂ. ૮૬ કરોડ કરતાં વધુ રકમનો જંગી વધારો થયેલ છે.
સતત ૨૧ વર્ષથી કાયદાની મર્યાદા અનુસાર સભાસદોને ભેટ પણ આપવામાં આવે છે અને કેલેન્ડર વર્ષ-૨૦૨૦ માટેની સભાસદ ભેટ માટેનો નિર્ણય આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે. રાજબેકે અત્યાર સુધી છેલ્લા ૨૨ વર્ષમાં રૂા. ૧૦૦ ના ૧ શેર સામે રૂ. ૩૨૭ ડીવીડન્ડ સ્વરૂપે તેમજ બેંકની પડતર કિંમતની ગણતરીને ધ્યાને લેતા રૂ. ૫,૮૪૮ની કિંમતની સભાસદ ભેટ મળી કુલ રૂા. ૧૦૦ ના રોકાણ સામે કુલ રૂ. ૬,૧૭૫ શેર હોલ્ડરોને ડીવીડન્ડ તેમજ ભેટ સ્વરૂપે આપેલ છે.
બેંકે છેલ્લા ૨૦ વર્ષમાં રૂા. ૬૧૬ કરોડ કરતા વધુ રકમનો નફો કરેલ છે. જે પરત્વે રૂ. ૧૬૯ કરોડ રૂપિયાનો ઇન્કમટેક્સ પણ ચુકવેલ છે. વર્ષ ૨૦૦૧ની સાલમાં બેંકની કુલડીપોઝીટ રૂ. ૧૫૨ કરોડની હતી જે ડીપોઝીટ છેલ્લા ૨૦ વર્ષમાં રૂા. ૨૧૪૮ કરોડ કરતા વધુ રકમના જંગી વધારા સાથે ડીપોઝીટ રૂ. ૨૩૦૦ કરોડનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. બેંકની ડીપોઝીટમાં ગત વર્ષની સરખામણીમાં સામાન્ય ઘટાડો થયેલ છે તેમ છતાં બેંકની સીએએસએ ડીપોઝીટનું પ્રમાણ ૩૫% કરતા વધુ સીએએસએ ડીપોઝીટ જાળવી રાખવામાં બેંક સફળ થયેલ છે.
રાજબેંકની રીકવરીની ટીમ ખૂબ જ ખંત અને નિષ્ઠાપૂર્વક આયોજનબધ્ધ રીતે રીકવરીનાં પ્રમાણિક પ્રયાસો વર્ષોવર્ષ કરે છે જેના ફળ સ્વરૂપે ચાલુ વર્ષે પણ ખૂબ જ સારી વસુલાત કરેલ છે. જેના માટેનો તમામ શ્રેય બેંકના તમામ ધિરાણદારો કે જેઓએ સમયસર વ્યાજ અને હપ્તા ભરપાઈ કરેલ છે તેઓને તેમજ બેંકનારીકવરી સાથે સંકળાયેલ નિષ્ઠાવાન કર્મચારી કે જેઓએ તેમની ફરજ યથાયોગ્ય રીતે બજાવી તેઓને જાય છે. લોન અને ધીરાણમાં ગણતરીપૂર્વકનું જોખમ લેવાનો અભિગમ ચાલુ રાખી બેંકનું ધિરાણ ડીપોઝીટના ૬૫% સુધી લઈ જઈ બેંકની નફાકારકતાને જાળવી રાખી તેમાં વધારો પણ કરેલ છે. ૩૧, માર્ચ-૨૦૨૦ના પુરા થતા વર્ષ માટે બેંકનું કુલ ધિરાણ રૂ. ૧૫૫૪ કરોડનું થયેલ છે. સૌથી અગત્યની વાત એ ગણી શકાય કે રાજબેંકમાં છેલ્લા ૭ વર્ષથી બેંકનો સીડી રેશીયો ઓછો હોવા છતાં બેંકની નફાકારકતામાં એક પણ વર્ષમાં ઘટાડો જોવા મળેલ નથી જે મેનેજમેન્ટ તેમજ કર્મચારીઓની બનેલીટીમની વહીવટી કાર્યકુશળતા દર્શાવે છે. સ્થાપના કાળથી અત્યાર સુધીમાં રાજબેંકમાં જુદા જુદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ૪૦ વર્ષના ઓડીટ તેમજ બેંકની તમામ ૨૭ શાખાઓનું કોન્ક્ધસન્ટ ઓડીટ જુદા જુદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બેંકીંગના નિષ્ણાતો દ્વારા આંતરીક ઓડીટ કરવામાં આવે છે. જુદા જુદા ઓડીટમાં દર્શાવાયેલ વિવિધ પ્રકારની ક્ષતિઓનું યોગ્ય સમય મર્યાદામાં વાસ્તવિક રીતે બેંકના હીતમાં નિરાકરણ કરવામાં આવેલ છે.
બેંકનાં ગ્રાહકોને બેંકમાં જ જનરલ અને લાઈફ ઇન્શ્યોરન્સ અંગે ઉપયોગી માર્ગદર્શન તેમજ વિમા અંગેની સેવાઓ આપવામાં આવે છે. ૨૦૦૬ની સાલથી શરુ કરેલ જનરલ અને લાઈફ ઈસ્યોરન્સ અંગેની રેફરલ તેમજ કોર્પોરેટ કક્ષાના લાયસન્સ દ્વારા કરેલ કામગીરીના સંદર્ભમાં છેલ્લા ૧૩ વર્ષમાં બેકે કુલ રૂા. ૫ કરોડ જેટલી રકમની વધારાની નોન બેંકીંગ આવક મેળવેલ છે અને જુદા જુદા સમયે લાગુ પડતા હેડ હેઠળ આવક જમા કરવામાં આવેલ છે. રાજકોટ, ગોંડલ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ શાખામાં સ્ટેમ્પફ્રેન્કીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ફી ચેકબુક, એ.ટી.એમ. કાર્ડ તેમજ રુ-પેડેબિટ કાર્ડ, ફ્રી પાસબુક, સ્ટેટમેન્ટ તથા ઈમેઈલથી સ્ટેટમેન્ટ સાથે ગ્રાહકો માટે સવારનાં ૧૦ થી બપોરનાં ૪ સુધી અવિરત બેંકીંગ સેવાઓ આપવામાં આવે છે. ભાવિ આયોજનના સંદર્ભમાં બરોડા તેમજ સારસાની બે સહકારી બેંકોનું મર્જર કરવાનું આયોજન છે તેમજ તજજ્ઞના રીપોર્ટ મેળવ્યા બાદ બેંકને સ્મોલ ફાઈનાન્સ બેંકની શક્યતા બાબતે વિચારણા કરવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં બેંકનો બિઝનેસ રૂ. ૪૫૦૦ કરોડ સુધી અને નફો રૂા. ૯૦ કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે.
કુશળ નેતૃત્વ અને ટીમવર્ક વગર સફળતા સંભવ નથી એટલું જ નહીં સફળતા મેળવવા ૧૦૦% પ્રયાસો કરવા પડે પરંતુ આ સફળતા ટકાવી રાખવા ૧૫૦% પ્રયાસો કરવા પડે છે. સફળતાને કદી પૂર્ણવિરામ હોતું નથી. પરંતુ માત્ર સફળ જ થવું એ અમારો ઉદ્દેશ નથી. પરંતુ ઉત્તમ ગ્રાહક સેવા થકી સફળતમ રહેવું અમોને જરૂર ગમે છે, અમને જણાવતા આનંદ થાય છે કે રાજબેંકની આવી સુંદર સફળતા અને અવિરત પ્રગતિનો સંપુર્ણ શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ, ફાઉન્ડર ચેરમેન રમણીકભાઈ ઘામી, ફાઉન્ડર વાઈસ ચેરમેન રમણીકભાઈ સેજપાલ, ફાઉન્ડર ડાયરેકટરો મનુભાઈ નસીત, પોપટભાઈ પટેલ, મનહરલાલ શાહ, જમનાદાસ ફળદુ, ગોવિંદભાઈ ખુંટ, કિરીટભાઈ કામદાર તથા રાજબેંકના કર્મચારી પરિવારના ૨૫૬ કર્મચારીઓની ટીમવર્કના ફાળે જાય છે તેવું રાજબેંકના જનરલ મેનેજર અને સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ જણાવ્યું છે.