ઉમિયા માતાજી મંદિર સિદસરની રાજકોટ શહેર યુવા સંગઠન સમિતિ દ્વારા આયોજન: મહાશિવરાત્રીએ સીદસર મંદિરે મહારૂદ્રપૂજા તથા મહાસત્સંગનો ભવ્ય કાર્યક્રમ: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

વર્તમાન સમયમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેન્સરનું વ્યાપક પ્રમાણ જોવા મળે છે. યોગ્ય કાળજી અને સારવાર થકી આ રોગ પર કાબુ મેળવી શકાય છે. આ રોગને કારણે મધ્યમવર્ગીય પરિવાર આર્થિક રીતે ખૂબજ ઘસાય જાય છે. માટે આરોગ અંગે જન જાગૃતિ ઉભી થવી ખૂબ જ જરૂરી છે. આવિચારને ધ્યાનમાં રાખીને ઉમિયા માતાજી મંદિર સિદસરની રાજકોટ શહેર યુવા સંગઠન સમિતિ દ્વારા તા.૨૨.૨.૨૦૨૦ શનિવારના રોજ રાજકોટથી સિદસર સુધીની સાયકલ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે.

તા.૨૨.૨.૨૦૨૦ને શનિવારે સવારે ચા પાણી બાદ ૫ કલાકે ક્રિશ્ર્ના પાર્ક ગોંડલ ચોકડીથી પ્રસ્થાન થાશે સવારે ૬.૧૫ કલાકે શાપર વેરાવળ અતુલ ઓટો સામે વિજકેબ ખાતે ચાપાણી સવારે ૮.૩૦કલાકે ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ ધરતી ઈન્ડસ્ટ્રીઝ ખાતે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા સવારે ૧૦.૩૦ કલાકે ગોમટા પાટીયે રાધેકૃષ્ણ જીનીંગ ખાતે સરબતની વ્યવસ્થા બપોરે ૧૨.૩૦ કલાકે જેતપૂર કડવા પટેલ સમાજ ખાતે ભોજન બપોરે ૨.૩૦ કલાકે જેતપૂર કડવા પટેલ સમાજથી પ્રસ્થાન બપોરે ૫.૩૦ કલાકે આવકાર હોટેલ ખાતે ચા પાણી સાંજે ૭ કલાકે સુપેડી હાર્દિક પ્લાસ્ટીક ખાતે સરબત સાંજે ૮.૩૦ કલાકેઉપલેટા કંટેસરીયા પટેલ સમાજ ખાતે ભોજન તથા રાત્રી રોકાણની વ્યવસ્થા તા.૨૩.૩.૨૦૨૦ને રવિવારે સવારે ચા નાસ્તા બાદ ૫.૩૦ કલાકે પ્રસ્થાન સવારે ૬.૩૦ કલાકે કોલકી પટેલ સમાજ ખાતે ચા પાણી, સવારે ૮.૩૦ કલાકે પાનેલી પટેલ સમાજ ખાતે નાસ્તાની વ્યવસ્થા સવારે ૧૦ કલાકે સિદસર ઉમિયાધામ ખાતે સાયકલ યાત્રાનો વિરામ ત્યારબાદ ઉમિયા માતાજીના દર્શન કરી તમામ સાયકલ યાત્રીકો બોટીંગનો લ્હાવો માણી બપોરના ભોજન પ્રસાદ લઈ આ સાયકલ યાત્રાનું સમાપન કરવામાં આવશે. આ ઉપરાંત તા.૨૧.૨.૨૦૨૦ને શુક્રવારે મહાશિવરાત્રી નિમિતે સિદસર મંદિર ખાતે બપોરે ૨.૩૦ થી સાંજે ૬ કલાક સુધી મહારૂદ્રપૂજા તથા મહાસત્સંગનો ભવ્ય કાર્યક્રમ મતથા સાંજે ૬.૩૦ થી ૭ કલાક સુધી મહા આરતી તેમજ મહાઆરતી બાદ ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સત્સંગના પ્રખ્યાત સીંગર હિરેનભાઈ હરિયાણી તથા તેની ટીમ ખાસ ઉપસ્થિતિ મેદની ને સત્સંગમાં રસ તરબોળ કરશે.

7537d2f3 7

આ સાયકલ યાત્રામાં સૌરાષ્ટ્રના વિભિન્ન જિલ્લા તથા તાલુકા મથકોએથી સાયકલ વિરો જોડાશે અને સિદસર પહોચતા સુધીમા એક મહા સાયકલ યાત્રાનું રૂપ ધારણ કરશે. આ સાયકલ યાત્રામાં જોડાવા ઈચ્છુક સાયકલવીરોએ ઉમાભવન જે.કે. ચોક યુનિ. રોડ રાજકોટ ૯૨૬૫૬૩૦૭૯૬ અથવા ઉમાલક્ષ્મી મંડપ સર્વીસ ઉમીયાજી ચોક, ગોકુલધામ રોડ, રાજકોટ ૯૪૨૬૪૭૦૮૭૬ અથવા ઉમિયા કડવા પટેલ સેવા સમાજ રાજકોટ પૂર્વ, ભગવતી હોલ સામે રામ પાર્ક. ૯૪૨૬૬૦૪૬૦૩નો સંપર્ક કરવો.

આ સાયકલ યાત્રા દરમિયાન રૂટમા આવતા વિભિન્ન ગામ શહેરોમાં કેન્સર જનજાગૃતિ સંદર્ભે પત્રિકા વિતરણ દ્વારા તથા રૂબરૂ મળીને અનેક લોકોમાં વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિભિન્ન સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમકે ચા પાણી સમિતિ સરબત સમિતિ મેડિકલા સમિતિ કીર્તન મંડળ સાયકલ રીપેરીંગ સમિતિ રસોડા સમિતિ એનાઉસમેન્ટ સમિતિ તથા પત્રિકા વિતરણ સમિતિ કાર્યરત છે. આ સાયકલ યાત્રાને સફળ બનાવવા માટે યુવા સંગઠન સૌરાષ્ટ્રના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ઉકાણી, આનંદભાઈ અમૃતીયા યુવા સંગઠન સમિતિ રાજકોટ શહેરનાં પ્રમુખ કિશનભાઈ ટીલવા, મહામંત્રી પીનલભાઈ ટીલવા, કમલેશભાઈ કાલાવડીયા, વિજયભાઈ ડઢાણીયા, વિશાલ બોડા, યોગેશ ભુવા, નીરજ મણવર, અતુલ દેત્રોજા, મયુર કાલરીયા, ગોકુલ વાછાણી, નિલેશ હિંશું સુમિત ચાપાણી, પાર્થ કોરીંગા, ફનાડીસ પાડલીયા, પિયુષા સિતાપરા, સંદીપ કાલરીયા નિલેશ બોડા, વિકાસ વાછાણી, ધ્રુવ કાલરીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે ૯૯૭૪૦૧૨૧૫૧, ૯૯૭૪૦૦૧૦૧૦, ૯૯૭૯૪૧૦૯૮૨ પર સંપર્ક કરવો સાયકલયાત્રાને સફળ બનાવવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.