સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડતા પોલીસબેડામાં ખળભળાટ
622 પેટી દારૂ અને ટ્રક મળી રૂા.42 લાખનો મુદામાલ કબ્જે: કારખાનેદાર સહિત શખ્સોની શોધખોળ
મોરબીના રાજપર નજીક આશિર્વાદ ઇમ્પેકસ નામના કારખાનામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રૂ.32 લાખની કિંમતની 622 પેટી વિદેશી દારૂ ઝડપી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. વિદેશી દારૂ મગાવનાર કારખાનેદાર સહિત બે શખ્સોની પોલીસે શોધખોળ હાથધરી છે. પોલીસે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી વિદેશી દારૂ અને ટ્રક મળી રૂ.42 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રાજપર રોડ પર આવેલા આશિર્વાદ નામના ડેનિશ પટેલના કારખાનામાં જી.જે.08ડબલ્યુ. 3871 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જંગી જથ્થો આવ્યાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે વહેલી સવારે વિદેશી દારૂ અંગે દરોડો પડાયો હતો.આશિર્વાદ કારખાનામાં રૂ.32 લાખની 622 પેટી વિદેશી દારૂ લઇને આવલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના રાવતસર ગામના ટ્રક ચાલક ચુનારામ મોટારામ ગોડારા નામના શખ્સની ધરપક કરી તેનો રૂ.10 લાખની કિંમતનો ટ્રક કબ્જે કર્યો છે.
પોલીસ તપાસ દરમિયાન આશિર્વાદ કારખાનું ડેનિશ પટેલનું હોવાનું અને વિદેશી દારૂ મુળરાજસિંહ જાડેજાએ મગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.મોરબી પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિઝીલન્સે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.