રાજસ્થાનથી કેશોદમાં આવેલા બે યુવાનો ૧૨ વર્ષ બાળકી સાથે અવનવી શરીર કલા રજૂ કરી લોકોને મનોરંજન પીરસે છે

કેશોદ ખાતે છેલ્લા થોડા દિવસથી રાજસ્થાનના મથુરા નગરીથી બે યુવાનો તેમના એક બાર વર્ષના દીકરા સાથે આવ્યા છે અને તેઓ જીવ સટોસટના ખેલ લોકો સમક્ષ પ્રસ્તુત કરી એક ઈમાનદારી અને કુદરતે બક્ષેલી શક્તિનો ઉપયોગ કરી દાદની સાથે પોતાના કુટુંબ માટે આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે, કેશોદમાં મથુરાથી પ્રકાશ પરાશર અને હરેશ દુધેનીયા તેના ૧૩ વર્ષના બાળક સાથે આવ્યા છે, પ્રકાશના અને તેનો સથી હરેશ કેશોદના જુદા જુદા જાહેર ચોકમાં માથામાં કાચની જાડી બોટલો ફોડવી, શરીરે ટ્યુબ લાઈટ ફોડવી, સાઈકલ ઉપર અંગ કસરત અને ડિસ્કો કરવો, પોતાના શરીર ઉપર પાટિયા મૂકી  ટ્રેક્ટર, ૧૦ જેટલા ટુ વ્હીલર,  પેસેન્જર ભરેલી રિક્ષા તેમના શરીર અને છાતી ઉપરથી પસાર કરવી, મોટા પથ્થરો તોડવા, ઘણ વડે ખિલાસરી વાળવી, તથા ગરમ લોટી ઉપર નૃત્ય કરી લોકોને મંત્રમુગ્ધ તો કરી જ રહ્યા છે પરંતુ પોતાને કુદરતે જે કંઈ શક્તિ આપી છે તેનો ઉપયોગ કરી લોકોની દાદ મેળવી રહ્યા છે.

આ અંગે ખતરો કે ખેલાડી એવા પ્રકાશ પરાશરના જણાવ્યાનુસાર દેવ છેલ્લા ૨૨ વર્ષથી આ જીવ સ્ટોસતના હેરતભર્યા ખેલ કરી રહ્યા છે, માત્ર પંદર કે સત્તર વર્ષની ઉંમરથી તેમના ગુરુ દિનેશચંદ્ર શર્મા પાસેથી  શીખ તેમણે મેળવી હતી અને ત્યારબાદ ૨૨ વર્ષ દરમિયાન તેમણે ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યોમા પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી કુટુંબના ૧૫ વ્યક્તિઓનું નિર્વાહ ચલાવી રહ્યો છે.

7537d2f3 18

પ્રકાશ પરાશરના જણાવ્યાનુસાર ભગવાનની કૃપાથી તેને કંઈ થતું નથી પરંતુ ભગવાને મને જે શક્તિ આપી છે તેના દ્વારા હું મારા કુટુંબનો ઈમાનદારીથી જીવન નિર્વાહ કરી રહ્યો છું, છેલ્લા ચારેક વર્ષથી મેં સાઇકલના કરતા કાર્યક્રમો બંધ કર્યા છે નહીંતર શરૂઆતમાં હું સતત છ દિવસ સુધી સાયકલ ઉપર બેસી વિવિધ કાર્યક્રમો આપતો હતો અને છ દિવસ સુધી સાયકલ ઉપરથી નીચે ઉતર્યા વગર ભોજન, ઊંઘ અને કુદરતી હાજત સહિતની ક્રિયાઓ માત્ર સાયકલ ઉપર જ કરતો હતો લોકોને  મારું આ પ્રદર્શન ખૂબ જ ગમતું હતું પરંતુ છેલ્લા ચારેક વર્ષથી મોંઘવારીના કારણે લોકો તરફથી જોઈતી બક્ષિસ મળવી જોઈએ તે ઓછી મળતા હવે ખતરા ભર્યા પ્રયોગો કરી રહ્યો છું.

આમ જુઓ તો મફતનું મનોરંજન પીરસતા મથુરા નગરીના ખતરો કે ખિલાડીઓ નસીબમાં મળે છે તેટલું લઈ અને દર મહિને પોતાના કુટુંબને પોતાના ખર્ચા પાણી કાઢી બાકીની રકમ મોકલી રહ્યા છે, અને તેમના આ કાર્યક્રમ પર બે ઘરના ૧૫ સભ્યોનો કુટુંબ ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.