ત્રણ દિવસ ચાલેલા મંથન પછી અંતે રવિવારે દિલ્હીમાં રાજસ્થાનનું મંત્રીમંડળ નક્કી થઈ ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ સાથે ચર્ચા કરીને 23 મંત્રી નક્કી કર્યા છે. અશોક ગેહલોતનાં મંત્રીમંડળની શપથવિધિ શરૂ થઈ ગઈ છે. રાજ્યપાલ કલ્યાણ સિંહ13 કેબિનેટ અને 10 રાજ્યમંત્રીને શપથ અપાવશે.
મંત્રીમંડળ પર નજર કરતાં 18 ધારાસભ્યો પહેલીવાર મંત્રી બની રહ્યા છે. જ્યારે પહેલીવાર ચૂંટાઈ આવેલા 25થી વધારે ધારાસભ્યોમાંથી કોઈને પણ મંત્રી બનાવવામાં આવ્યા નથી. 11 મહિલા ધારાસભ્યોમાંથી પણ એક માત્ર સિકરાયના ધારાસભ્ય મમતા ભૂપેશ મંત્રી બનશે.
મુસ્લિમોમાં માત્ર પોખરણ ધારાસભ્ય સાલેહ મોહમ્મદને મોકો આપવામાં આવ્યો છે. ગઠબંધનના પક્ષ આરએલડીના ધારાસભ્ય સુભાષ ગર્ગ પણ મંત્રી બનશે.