રાહુલ તીવેટિયા અને રિયાન પરાગે ૮૫ રનની ભાગીદારી સાથે રાજસ્થાન રોયલ્સે ૫ વિકેટે જીત મેળવી

આઈપીએલની ૧૩મી સીઝન ચાલી રહીં છે. ગઈ કાલે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી તેમાં રાજસ્થાનએ ૫ વિકેટથી જીત મેળવી હતી. રાજસ્થાન રોયલ આ વર્ષે ફરિથી “ડાર્ક હોર્ષ” સાબિત થઈ રહ્યું છે. રજસ્થના રોયલ મેચ દરમિયાન મેચનું પરિણામ બદલવાની સક્ષમતા ધરાવે છે. હાથ માંથી જતી મેચને પોતાના પલડામાં પાછી લાવવાનારી ટીમ બની છે. આઇપીએલની પહેલી સીઝનમાં  રાજસ્થાનનું આવોજ દેખાવ રહ્યો હતો. “ડાર્ક હોર્ષ” હોવા પાછળ રાજસ્થાન રોયલમાં નવા આવેલા ખેલાડીઓ છે. આ વર્ષે રસીદ સહિતના નવા નિશાળીયા ટીમ માટે ફાયદાકારક નીવડી રહ્યા છે.

આઇપીએલની ૨૩મી સીઝનની  ૨૬મી મેચમાં રાજસ્થાન રોયલ્સે દુબઈ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદને ૫ વિકેટ હરાવ્યું હતું. ૧૫૯ રનનો પીછો કરતા રાજસ્થાને ૨૬ રનમાં જોસ બટલર, સ્ટીવ સ્મિથ અને બેન સ્ટોકસની વિકેટ ગુમાવી દીધી હતી. સંજુ સેમસન અને રોબિન ઉથપ્પા પણ પેવેલિયન ભેગા થયા હતા. ત્યારબાદ રાહુલ તેવટિયાએ ૪૫ રન  અને રિયાન પરાગે ૪૨રન કરીને છઠ્ઠી વિકેટ માટે ૮૫ રનની ભાગીદારી કરી ટીમને મેચ જીતાડી હતી. તેમની આક્રમક બેટિંગ થકી છેલ્લી ૪ ઓવરમાં ૫૪ રન ફટકારી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રનચેઝમાં રોયલ્સની શરૂઆત નબળી રહી હતી. બેન સ્ટોક્સએ ૫ રને ખલીલ અહેમદની બોલિંગમાં આઉટ  થયો હતો. તે પછી સ્ટીવ સ્મિથએ ૫ રને કર્યા હતા. જ્યારે જોસ બટલર ૧૬ રન કર્યા હતા.

રોબિન ઉથપ્પાએ ૧૫ બોલમાં ૧ ફોર અને ૧ સિક્સની મદદથી ૧૮ રન કર્યા હતા. તે પછી સંજુ સેમસન ૨૬ રને  આઉટ થયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે દુબઈ ખાતે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૫૮ રન કર્યા હતા. સનરાઇઝર્સ માટે મનીષ પાંડેએ  ૫૪ રન કર્યા હતા, જ્યારે ડેવિડ વોર્નરે પણ ૪૮ રન ફટકારીને ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. રાજસ્થાન માટે જોફરા આર્ચર, જયદેવ ઉનડકટ અને કાર્તિક ત્યાગીએ ૧-૧ વિકેટ લીધી હતી.

મનીષ પાંડેએ શાનદાર બેટિંગ કરતા પોતાના આઇપીએલ કરિયરની ૧૭મી ફિફટી મારી હતી. તેણે ૪૪ બોલમાં ૨ ફોર અને ૩ સિક્સની મદદથી ૫૪ રન કર્યા હતા. જ્યારે ઓપનર ડેવિડ વોર્નરે ઇનિંગ્સને સ્થિરતા આપતા ૩૮ બોલમાં ૩ ફોર અને ૨ સિક્સની મદદથી ૪૮ રન કર્યા હતા. ડેવિડ વોર્નર અને મનીષ પાંડેએ બીજી વિકેટ માટે ૭૩ રનની ભાગીદારી કરી હતી  અગાઉ ઓપનર જોની બેરસ્ટો ૧૬ રને કાર્તિક ત્યાગીની બોલિંગમાં આઉટ થયો હતો. સેમસનની આઇપીએલ કેરિયર ની ૧૦૦મી મેચ હતી. જ્યારે કેન વિલિયમ્સને ૧૨ બોલમાં અણનમ ૨૨ અને પ્રિયમ ગર્ગે ૮ બોલમાં ૧૫ રન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.