કિંગ્સ ઇલેવન પંજાબે ક્રિસ ગેઈલને રમાડીને માસ્ટર સ્ટ્રોક માર્યો હતો

ક્રિસ ગેઈલે સુપર્બ રમત રમીને કિંગ્સ ઇલેવન પંજાબને મજબૂતી આપી હતી

મેન ઓફ ધ મેચ સંજુ સેમસનના વિસ્ફોટક ૪૫ બોલમાં અણનમ ૯૨ રનની મદદથી રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને ૧૯ રને પરાજય આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટ ગુમાવી ૨૧૭ રન બનાવ્યા હતા. જે આઈપીએલની આ સિઝનમાં સૌથી મોટો સ્કોર હતો. ૨૧૮ રનના ટાર્ગેટ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની ટીમ ૨૦ ઓવરના અંતે છ વિકેટે ૧૯૮ રન બનાવી શકી હતી.કોહલીએ શાનદાર અર્ધ સદી ફટકારી હતી અને છેલ્લે મનદીપ અને વોશિન્ગટન સુંદરે શાનદાર બેટિંગ કરીને મેચ જીતવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પૂરતો ન હતો બીજા મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ પણ કિંગ્સ ઇલેવન પંજાબ સામે હારી ગયું હતુંમકિંગ્સ ઇલેવન પંજાબે ક્રિસ ગેઈલને રમાડીને માસ્ટર સ્ટ્રોક માર્યો હતો અને ક્રિસ ગેઈલે સુપર્બ રમત રમીને કિંગ્સ ઇલેવન પંજાબને મજબૂતી આપી હતી.

sanju samson rr ipl ptiધોનીએ શાનદાર બેટિંગ કરીને એકલા હાથે ઝઝૂમ્યો હતો પણ બ્રેવોને પાછળ ઉતારતા અંતે ચેન્નાઇ સુપર કિંગ્સ  આ મેચમાં ચાર રનથી વંચિત રહી ગયું હતું  જોકે ધોનીએ ૪૪ બોલમાં ૭૯ રન ફટકાર્યા હતા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.