રાજસ્થાને ગુજરાતને અડીને આવેલી તેની તમામ બોર્ડરો આજથી ખુલ્લી મૂકી દીધી છે. 7 દિવસ માટે કોરોના સંક્રમણને પગલે રાજસ્થાને તેની તમામ સરહદો બંધ કરી દીધી હતી. રાજસ્થાને સરહદો ખુલ્લી મૂકી છે પરંતુ અઠવાડિયા પહેલા બનાસકાંઠાની અમીરગઢ, અંબાજી, અરવલ્લીની રતનપુર તેમજ સાબરકાંઠાની રાણી બોર્ડર સીલ કરાઈ હતી.

રાજસ્થાનમાં કોરોનાના દર્દીઓનો આંકડો 7 દિવસ અગાઉ 11 હજારને વટાવતા અને મૃત્યુઆંક 256 થતાં રાજસ્થાન સરકારે અઠવાડિયા માટે આંતરરાજ્ય સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં રાજસ્થાને ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની અડતી તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દીધી હતી.

રાજસ્થાન રાજ્યમાં પ્રવેશવા માટે અને રાજ્યની બહાર જવા માટે કલેક્ટર કક્ષાના અધિકારીનો પાસ અમલી બનાવી દેવામાં આવતા વાહનચાલકો અને લોકોની અવર-જવર પર પ્રતિબંધ લાગી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.