રાજસ્થાનમાં અશોક ગેહલોતે 22માં મુખ્યમંત્રી તરીકે જ્યારે સચિન પાયલટે ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. શપથ સમારોહમાં કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહ્યાં હતા.
આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રાબાબૂ નાયડુ, કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને તેમના પિતાએચડી દેવગૌડા, મધ્યપ્રદેશના કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, નેશનલ કોન્ફરન્સના નેતા પારુક અબ્દુલા, એનસીપી નેતા શરદ પવાર સહિતશરદ યાદવ પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા.
બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રીતેજસ્વી યાદવ અને ડીએમકે નેતા એમકે સ્ટાલિન પણ શપથ સમારોહમાં પહોંચાયા હતા. આઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
મધ્યપ્રદેશ: બપોરે 1.30 વાગે શપથ સમારોહ તેમજ છત્તીસગઢમાં સાંજે 4.30વાગે શપથ સમારોહ યોજાશે.