રાજસ્થાનના છાબરા શહેરમાં સાંપ્રદાયિક રમખાણ બાદ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે રવિવારે રાજસ્થાનના બારાં જિલ્લાના છાબરા શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે સાથે જ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. કોમી રમખાણ દરમિયાન અનેક દુકાનો અને ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી છે. જ્યારે અન્ય દુકાનોમાં લૂંટની ઘટના પણ બની હતી. ઘટના બાદ પોલીસ મહાનિરીક્ષક, જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ અધિકારીઓએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.
જિલ્લાધિકારીએ રાતે કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી અને બાદમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી. રવિવારે થયેલા કોમી રમખાણની શનિવારે એક ઘટના બની હોવાની જાણકારી મળી, જ્યારે અહમદપુરાના રહેવાસી એક શખ્સે ફળ ખરીદવા દરમિયાન એક કોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો. જોતજોતામાં મામલો ઉગ્ર બની ગયો અને સામાપક્ષે ચાલુ દેખાડવામાં આવ્યું. આ દરમિયાન દુકાનદારે હસ્તક્ષેપ કર્યો પરંતુ આ દરમિયાન બે લોકો ઘાયલ થઇ ગયા હતા જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
ઘટના બાદ સ્થાનિક લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી હતી. પોલીસે સમગ્ર મામલે ત્રણ લોકોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જો કે રવિવારે બંને પક્ષના લોકોનું ટોળું સામસામે આવી ગયું અને એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ રમખાણ દરમિયાન આવારાતત્વોએ આગચંપી અને લૂંટપાટ શરૂ કરી દીધી હતી. બાદમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. સમગ્ર ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં સ્થિતિ ખુબ જ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.