મંગળવારે સવારે અમદાવાદમાં આગેવાનો સાથે બેઠક, સાંજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં હાજરી આપશે

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે સિનિયર ઓબ્ઝર્વેર તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ દ્વારા આ વખતે ગંભીરતાથી ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આગામી 16 થી 18 ઓગસ્ટ દરમિયાન ગેહલોત ત્રણ દિવસ માટે ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ અલગ-અલગ ઝોનમાં કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજાશે.

કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ખૂબ જ ગંભીરતાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાંચ-પાંચ કાર્યકારી પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. લોકસભાની બેઠક વાઇઝ નિરીક્ષકોની પણ નિમણુંક કરવામાં આવી છે. બેઠકોનો સતત ધમધમાટ ચાલી રહ્યો છે. દ્વારકામાં જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રની હવે ઘોષણા કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નિમણુંક ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સિનિયર ઓબ્ઝર્વેર તરીકે નિયુક્તી કરવામાં આવી છે.

અગાઉ તેઓની ગુજરાતની મૂલાકાત બે વખત કેન્સલ થઇ હતી. દરમિયાન આગામી 16 થી 18 ઓગસ્ટ દરમિયાન તેઓ ત્રણ દિવસ માટે ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. 16મીએ સવારે અશોક ગેહલોત ખાસ વિમાન મારફત સુરત પહોંચશે. જ્યાં તેઓ ઝોનના નિરિક્ષકો અને સ્થાનિક આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે. ત્યારબાદ રાજકોટ ખાતે બપોરે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે. જેમાં ગેહલોતે ખાસ ઉ5સ્થિત રહી આગેવાનોને માર્ગદર્શન આપશે. 17મીએ મધ્ય ઝોનની બેઠકમાં સવારે વડોદરા ખાતે અને સાંજે ઉત્તર ઝોનની બેઠકમાં અમદાવાદ ખાતે હાજરી આપશે. તેઓ એક પત્રકાર પરિષદને પણ સંબોધશે અને 18મીએ બપોરે ચૂંટણી ઢંઢેરા સમિતિના સભ્યો સાથે બેઠક યોજાશે.

કોંગ્રેસ દ્વારા આ વખતે 2000થી વધુ બેઠકો યોજ્યા બાદ જનભાગીદારી સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે. તેવી ઘોષણા કરવામાં આવી છે. લોકોને શું જોઇએ છે તેના પરથી મેનીફેસ્ટો બનાવવામાં આવશે. અશોક ગેહલોતની મંગળવારથી ત્રણ દિવસ માટેની ગુજરાતની મૂલાકાત ઘણી જ સુચક માનવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.