હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ
છેલ્લી ઓવરમાં કાર્તિક ત્યાગીએ બે વિકેટ ઝડપી રાજસ્થાનને મેચ જીતાડી આપ્યો
અબતક, નવીદિલ્હી
દુબઈ ખાતે રમાયેલો પંજાબ અને રાજસ્થાનનો મેચ અત્યંત રોચક બન્યો હતો જેમાં રાજસ્થાન બાજી પલટાવી પંજાબ ને મળતી જીતને હારમાં ફેરવી દીધી હતી જેનો સંપૂર્ણ શ્રેય રાજસ્થાનના યુવા બોલર કાર્તિકના શિરે જાય છે પરિણામે મેન ઓફ ધ મેચ તરીકે પણ તે ઘોષિત કરવામાં આવ્યો હતો. એક સમયે પંજાબની જીત નક્કી લાગતી હતી ત્યારે છેલ્લી ઓવરમાં કાર્તિકે બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી રાજસ્થાન ને બે વિકેટે વિજય અપાવ્યો હતો.
પંજાબને છેલ્લી ઓવરમાં વિજય મેળવવા માટે માત્ર ચાર રનની જરૂર હતી પરંતુ રાજસ્થાનને તે સ્વપ્નું પંજાબ માટે ધૂંધણું બનાવી દીધું હતું. પંજાબે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે રાજસ્થાને 185 રન બનાવી વિપક્ષી ટીમને જીત માટે 186 રનનો લક્ષ્યાંક આપ્યો હતો ટીમ તરફથી લુઈસએ 36 રન બનાવ્યા હતાં સામે નવોદિત અને યુવા ખેલાડી જયસ્વાલે 49 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી તો સામે મહિપાલ લોમરોરના 43 રન સૌથી મહત્વપૂર્ણ સાબિત થયા હતા જેના પગલે રાજસ્થાનની ટીમ 185 રન બનાવી શકી હતી. 188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ ની શરૂઆત ખૂબ જ સારી રહી હતી જેમાં લોકેશ રાહુલે 49 રન અને મયંક અગ્રવાલ એ 67 રનની તોફાની ઇનિંગ રમી હતી ટીમને જીત અપાવવા માટે મારક્રમના 26 રન અને પુરનના 32 રન પણ મહત્વ પણ રહ્યા હતા. પરંતુ હાથમાંથી જ જીતનો કોળીયો કાર્તિક ત્યાગીએ છીનવી લેતા પંજાબનો 2 રને પરાજય થયો હતો. રાજસ્થાન તરફથી સર્વાધિક 2 વિકેટ ત્યાગી ના નામે છે ત્યારબાદ ચેતન સાકરીયા એક વિકેટ તેવટીયાએ એક વિકેટ ઝડપી હતી. સામે પંજાબના બોલકરોમાં સામીએ 3, પોરેલએ એક અને અર્શદીપે પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે બ્રારે 1 વિકેટ ઝડપી હતી.