રાજસ્થાન વિધાનસભાની 200માંથી 199 સીટ માટે અને તેલંગાણાની 119 સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. અલવર જિલ્લાના રામગઢ સીટ પરબસપાના ઉમેદવાર લક્ષ્મણ સિંહનું નિધન થવાના કારણે આ સીટની ચૂંટણી પાછી ઠેલીદેવામાં આવી છે.

સવારે 11 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 21 ટકા જ્યારે તેલંગાણામાં 8.97 ટકા મતદાન થયું છે. મતદાન કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળીરહી છે. રાજસ્થાનમાં ઘણાં ઈવીએમ મશીન બગડ્યા હોવાની પણ માહિતી મળી છે. આ દરમિયાનમુખ્યમંત્રી વસુંધરારાજેએ ઝાલાવાડ જિલ્લાના ઝારલપાટનમાંથી મતદાન કર્યું છે. જ્યારે કોંગ્રેસી નેતાસચિન પાયલટે જણાવ્યું છે કે, ચૂંટણી જીત્યા પછી તેઓ મુખ્યમંત્રી નક્કી કરશે.

રાજ્યમાં 1951થી અત્યાર સુધી 14 વખત ચૂંટણી થઈ છે. તેમાં ચાર વાર ભાજપ, એક વાર જનતા પાર્ટી અને 10 વાર કોંગ્રેસે સરકાર બનાવી છે. રાજસ્થાનમાં 1993થી અત્યાર સુધી દર વખતે સરકાર બદલાઈ હોવાનો રેકોર્ડ જોવા મળ્યો છે. આ વખતે પણ કોંગ્રેસ આ જ આશાથી ચૂંટણી લડી રહી છે. પરંતુ ભાજપનો દાવો છે કે, આ વખતે 25 વર્ષથી ચાલતી આ પરંપરા ટૂટશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.