ભારતિય સમાજમા મોગલ અને બ્રિટીશરોના લાંબા શાસન ના પરિણામ સ્વરુપ સમાજમાં અનેક દોષોનુ નિર્માણ થયુ.સૌથી મહત્વની વાત તો એ હતી કે સમાજમા ભેદ ઉત્પન કરનારા આવા કથિત પ્રયાસોને , સમાજમા વ્યાપ્ત બદીઓને દુર કરવા માટે ભારતિય સમાજમાંથી અનેક વિર મહાપુરુષો આગળ આવ્યા જેમા શંકરાચાર્ય , રામાનુજાચાર્ય જેવા સંતો અને મહર્ષિઓ તો મહાત્મા જયોતિબા અને સાવિત્રીબાઇ ફુલે જેવા સમાજ સુધારક , રાજા રામમોહનરાય જેવા સામાજીક આગેવાનોએ તો અખબાર દ્રારા વિધવા વિવાહ બાબતે જાગૃતા આણવા પ્રયાસો કર્યા એ જ કડી માં 26 જુન , 1874 મા જન્મેલા શાહુજી મહારાજ જેવા રાજવીઓએ પણ આ ભેદભાવો મટાવવા પોતાના દાયિત્વનુ સુપેરે વહન કર્યુ એવે છત્રપત્તિ વિશે આજે થોડુ જાણીએ.
રાજર્ષિ શાહુ મહારાજ તરિકે ઓળખાયેલા છત્રપતિ શાહુજી મહારાજનો જન્મ 26 જુન , 1874 ના દિવસે થયો.વર્તમાનના મહારાષ્ટ્રના કોલ્હાપુર જીલ્લાના તત્કાલીન કાગલ પ્રાંતના સેન્ટ્રલ પ્રોવિન્સમાં ઘાટગે પરિવારના આદિલશાહી દરબારીઓમાંના એક અધીપતિ જયસિંઘરાવ ઉર્બે આબાસાહેબ ઘાટગે અને માતા રાધાબાઈને ઘરે એક પુત્ર રત્નનો જન્મ થયો , નામ રખાયુ યશવંતરાવ.જે આગળ જતા રાજર્ષિ શાહુ મહારાજ તરિકે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયા.આ સમયે કોલ્હાપુરના રાજસિંહાસન પર સાવર્ડેકર ભોંસલે ઘરાનાના નારાયણરાવ ચોથા શિવાજી છત્રપત્તિના રુપમાં રાજ કરતા હતા.કોઇ કારણવશ એમનું મૃત્યુ થતા છત્રપત્તિની ગાદી ખાલી થઇ.બ્રિટીશરોના શાસન દરમ્યાન યશવંતરાવ છત્રપત્તિના નજીકના સગા હોવાના નાતે તેમને દત્તક લેવાની અનુમતિ અંગ્રેજોએ આપી.ચોથા શિવાજી છત્રપત્તિની પત્ની મહારાણી આનંદીબાઇએ તારિખ 17 માર્ચ ,1884 ના દિવસે તેમને કારદેસર રિતે દત્તક લિધા.આ રિતે કાગલના ઘાટગે પરિવારના યશવંતરાવ ’ શાહુ છત્રપતિ ’ તરિકે ગાદીએ વિરાજ્યા અને ત્યારબાદ ’ છત્રપત્તિ રાજર્ષિ શાહુજી મહારાજ ’ તરિકે ઓળખાયા.
પ્રારંભીક શિક્ષા ફિટઝિરાલ્ડ નામના અંગ્રેજી અફસરની નિચે સંપન્ન થઇ.અભ્યાસની સાથે મહારાજ નિશાનેબાજી , કુસ્તી , અશ્ર્વરોહણ ઇત્યાદી રમતોમાં પણ પ્રવીણ સિદ્ધ થયા.છત્રપત્તિની ગાદી પર બેઠા પછી પહેલુ પ્રજાલક્ષી કાર્ય એમણે કોલ્હાપુર – મિરજ રેલ્વેલાઇનની આધારશિલા રાખવાનું કર્યુ. એમના પિતાજીના દેહાંત પછી પિતાના મિત્ર વિલ્યમ લી વોર્નરે અંગ્રેજ આઇસીએસ અફસર સ્ટુઅર્ટ મિટફોર્ડ ફ્રેઝરને શાહુજી મહારાજના શિક્ષક તરીકે નિયુકત કર્યા.પોતાના દેશની આર્થિક – ધાર્મિક – સામાજીક સ્થિતી સમજવા માટે ફ્રેઝરની નિગરાનીમા એમણે 5000 કિમીની યાત્રા કરી.શિક્ષણને અંતે 2 એપ્રિલ , 1894 ના દિવસે રાજયસત્તા પોતાને હસ્તક લીધી.મને મળેલુ રાજય એ સુખ સંપન્નતા કે વૈભવ ભોગવવા માટે નહી પરંતુ રાજયના અંતે છેડે બેઠેલા ગરિબમાં ગરિબ , દુ:ખી અને નિર્ધન વ્યક્તિની સેવા માટે છે એવુ શાહુજી મહારાજ સતત ચિંતન મનન કરતા.
મહારાજના કાર્યકાળ દરમ્યાન કોલ્હાપુરમાં ખેલ , શિક્ષા અને સામાજીક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઇ એ નોંધનિય છે.સામાજીક રિતે પછાતવર્ગને શિક્ષણ અપાવવા માટે એમને અભ્યાસ પ્રત્યે પ્રેરિત કરવામા શાહુજી મહારાજે અથાક પરિશ્રમ કર્યો.કેટલાય ગરિબ એવા મેધાવો છાત્રોને શિક્ષા માટે આર્થિક સહાયતા આપી.શિક્ષણનું સ્વપ્ન સાકાર કરવા અનેકો છાત્રાલય ખોલ્યા.સરકારી નોકરીઓમાં 50% આરક્ષણની પણ ગરીબ અને પછાત વર્ગ માટે વ્યવસ્થા કરી.
તત્કાલીન સમયમાં ખુદનુ સ્વત્વ ખોઇ બેઠેલો સમાજ છુઆછૂત , ઉંચ-નિચ , અસ્પૃશ્યતા વગેરેના બંધનમાં એટલો બધો જકડાયેલો હતો કે અછૂત સમાજનો વિદ્યાર્થી કથીત એવા ઉચ્ચ સમાજનાં વિદ્યાર્થી સાથે એક પંગમાં કે એક રસોડે બેસી અને ભોજન કરિ શકતો નહી તો પછી એક સાથે છાત્રાવાસમા રહેવુ તો લગભગ અશકય.પરંતુ સામા પક્ષે શાહુજી મહારાજનો તો પ્રણ હતો કે બધાને શિક્ષા એમા પણ ખાસ કરિને અછૂત સમાજના બાળકોને.આથી જ આપતધર્મના ભાગ રુપ દરેક જાતિના છાત્રો માટે એમણે અલગ અલગ છાત્રાવાસ બંધાવ્યા.જેનો લાભ પછાત જાતિના બાળકોને વિશેષરુપે થતા તેમના માટે શિક્ષા પ્રાપ્ત કરવુ અનુકુળ બન્યુ.આટલે થી જ ન અટકતા દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય રુપ થી મળી રહે એ માટે પ્રાથમિક શિક્ષા અનિવાર્ય અને નિશૂલ્ક કરી.જે પણ વાલી પોતાના બાળકને શાળાએ ન મોકલે એમના માટે આર્થિક દંડની જોગવાય કરી.વેદોના અભ્યાસ પર કોઇ એક જ જાતિનો અધીકાર મનાતો હતો એવા સમયે વેદાભ્યાસ પર બધાનો અધીકાર છે એ સંદેશ આપવા માટે એમણે પાઠશાળાઓનો પ્રારંભ કરાવ્યો.તેમા પ્રત્યેક જાતિને ભેદભાવ વગર પ્રવેશ મળે તે માટે પાઠશાળાના દરવાજા બધા માટે ખોલાવ્યા. આનાથી એ ફલીત થાય છે કે એક રાજવી મા આવા સદગુણોની વિરાસત પૂર્વજો માંથી નથી ઉતરિ આવતી પણ આવા સંસ્કારો અને આવી મહાન વિરાસત મહેનત અને ગુણોના વિકાસથી કેળવવી પડતી હોય છે.
અસપૃશ્ય સમાજના શિક્ષણ પુરતો જ સેવાયજ્ઞ સિમિત ન રાખતા અનુસુચીત જાતિના વિદ્યાર્થીઓ માટે વ્યવસાય કરવા માટે પણ પ્રોત્સાહન પુરુ પાડયુ.આર્થિક સહાયતા ની સાથો સાથ આ માટે નૈતિક બળ પુરુ પાડયુ.એક હરિજનના ભોજનાલયમાં રાજવી સ્વયં ઉઠીને ચાય પીવા જતા અને એ દ્રારા સમાજને ઐકય નો ભાવ શિખવ્યો.એક કદમ આગળ વધી અને હરિજનો માટે શાહીમહલના બારણા ખોલાવ્યા.રાજકુમારી (મહારાજાની મોટી પુત્રી ) ના વિવાહ પ્રસંગે હરિજનોને ભોજન ઇત્યાદિ કાર્ય માટે સહભાગી બનાવ્યા.જાનના સ્વાગત – સત્કારની મોટી જવાબદારી નિર્મળ મને આપી.
ડો.બાબાસાહેબના વિદેશ અભ્યાસ સમયે ખાસ કરિને ઇંગલેન્ડમા હતા ત્યારે તેમના અભ્યાસ માટેની આર્થિક જરુરતો ઘણીવાર મહારાજા એ પૂર્ણ કરિ.તો અનુસુચિત જાતિઓના મુંબઇ ખાતેના સંમ્મેલનોની અધ્યક્ષતા સંભાળી અને એમના મૌલીક અધીકારો માટે બ્રિટીશરો અને તથાકથિત સવર્ણ સમાજ સામે ટકી રહેવાનુ બળ પુરુ પાડયુ.તો અમેરિકાથી અભ્યાસ કરિને બાબાસાહેબ ડો.આંબેડકર ભારત પાછા ફરિને જયારે 1920 માં દબાયેલા કચડાયેલા ’ મૂક ’ નાગરિકોનો અવાજ બુલંદ કરવા માટે શરુ કરાયેલા ’ મૂકનાયક’ પાક્ષીકને શરુ કરવા માટે આર્થિક મદદ કરી. મોગલોના આતતાયી શાસન વચ્ચે નિર્ભીકતાથી હિન્દુ પદપાદશાહીની સ્થાપના કરનાર છત્રપત્તિ શિવાજી મહારાજના માર્ગે જ રાજર્ષિ શાહુજી મહારાજ વાસ્તવિક રુપે જીવન ભર ચાલ્યા.સમાજે વિસરેલા સ્વત્વને જગાડવાનો પ્રયાસ કરિ મમત્વના ભાવથી સમતા અને સમરસ સમાજની સ્થાપના માટે પોતાનો અમૂલ્ય સહયોગ આપનાર શાહુજી મહારાજને લગેલા એક પત્રમાં બાબાસાહેબ ડો.આંબેડકર લખે છે : ’ માય ડીઅર મહારાજ સાહેબ વી નિડ યુ એવર સો મચ ફો યુ આર ધ પિલ્લર ઓફ ધેટ ગ્રેટ મુવમેન્ટ ટોવર્ડ સોશ્યલ ડેમોક્રેસી વિચ ઇસ મેકીંગ ઇટસ હેડવે ઇન ઇન્ડિયા.