રાજપથ ક્લબ વધુ એક વિવાદમાં સપડાઈ છે. ગુરુવારે સાંજે રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ 12 વર્ષની બાળકીને પટ્ટાથી ફટકારતો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. જેને પગલે આજે બપોર બાદ રાજપથ ક્લબના ચેરમેન જગદીશ પટેલ તથા કોચ હાર્દિક પટેલ સહિત મહિલા આયોગે આ કેસ સંબંધિત તમામ લોકોને તાત્કાલિક હાજર થવા હુકમ કર્યો છે.
આ મામલે શહેર પોલીસ કમિશ્નરને તપાસના આદેશ આપ્યા છે. તેમજ એક સપ્તાહમાં ઘટનાનો રીપોર્ટ આપવા હુકમ કર્યો છે. આ ઉપરાંત રાજપથ ક્લબ દ્વારા 4 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી 15 દિવસમાં તપાસ પૂર્ણ કરી ક્લબને રિપોર્ટ સોંપશે.