રાષ્ટ્રપતિ તરીકે વરાયેલા ગોતાબોયા રાજપક્ષેએ વડાપ્રધાનપદે પોતાના મોટાભાઇ મહિન્દ્રા રાજપક્ષે નામની જાહેરાત કરી
શ્રીલંકાના ઓડુજાના પેરસુંડના ઉમેદવાર ગોતાબોયા રાજપક્ષે રાષ્ટ્રપતિની ચુંટણીમાં ૫૪ ટકા જેટલા વોટ મેળવીને વિજય મેળવ્યો છે. હવે શ્રીલંકામાં નવી રાજકીય ગતિવિધિઓએ તેજ રફતાર પકડી લીધી છે. અને પ્રમુખ ગોતબોયા રાજપક્ષેએ પોતાના મોટાભાઇ મહિન્દ્રાને વડાપ્રધાન તરીકે જાહેર કર્યા છે. આ બન્ને ભાઇઓ દાયકાઓ અગાઉ શ્રીલંકામાં ગૃહયુઘ્ધ વખતે તામિલ ટાઇગર સાથેના સંઘર્ષમાં ખુબ અગ્ર ભુમિકા ભજવી હતી અને કાયદો વ્યવસ્થાની પરીસ્થિતિને માનવ અધિકાર મુદ્દે ચર્ચામાં આવ્યા હતા.
સરકારના પ્રવકતા વિજયનંદા હેરથએ જણાવ્યું હતું કે મહિન્દ્રા રાજપક્ષે પોતાનો પદભાર ટુંક સમયમાં જ સંભાળી લેશે. વિક્રમ સિંઘે પારોઝ ના પગલા ભરી લીધા હતા.
શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ગોતાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન તરીકે મોટાભાઇ મહિન્દ્રા રાજપક્ષના રાજયોભિષેકની તૈયારીઓ ચાલી રહી છે.
શ્રીલંકાના ૨૬ જીલ્લામાં આઠમાં રાષ્ટ્રપતિની ચુંટણીમાં માટે ૧.૬ કરોડ મતદારોએ ૮૦ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તામિલ પ્રભાવી ઉત્તર પ્રાંતમાં ૭૦ ટકા મતદાન થયું હતું. જાફનામાં ૬૬ ટકા પૂર્વમાં યુઘ્ધની માર ઝીલી જુકલા ફિલીનોશમાં ૭૩ ટકા મલ્લાતિબુમાં ૭૬ ટકા મલલારમાં ૭૧ ટકા રાષ્ટપતિ ચુંટણીમાં આ વખતે ગોતાબોયા રાજપક્ષેનું પાનુ ચાલી જતાં શ્રીલંકામાં નવો રાજકીય માહોલ ઉભો થયો છે.