- સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રાજકોટ, ધોરાજી, જેતપુર, કાલાવડ અને જૂનાગઢના 12 શખ્સોની ધરપકડ
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામે ધમધમતી ધોડી પાસાની જુગાર કલબ પર સ્થાનિક પોલીસને ઉધતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી જુગાર કલબના રાજકોટ સંચાલક,જુગાર રમવાની વ્યવસ્થા કરનાર વંથલી તાલુકાના શખ્સ ,જુનાગઢ ,ધોરાજી,જેતપુર,વંથલી અને કાલાવડના પટરો મળી કુલ 12 શખ્સોની ધરપકડ કરી રોકડ 2.70 લાખ, 7 મોબાઇલ અને 6 વાહન મળી રૂપિયા 20, 41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે બરોડા દરમિયાન નાસી જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ સોરઠ પંથકમાં બેંક ખાતા સીઝ કરવાની ધટનાને પગલે પોલીસ બેડા ને લાગેલા ડાઘ થી એસઓજીના પીઆઈ તરલ ભટ્ટ ને સસ્પેન્ડ કર્યા બાદ સોરઠ પોલીસના ચાલતા વિવાદ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ જુનાગઢ પંથકમાં ધામા નાખ્યા છે .
જેમાં વંથલી તાલુકાના ધંધુસર ગામે રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર શિયાણી સોસાયટીમાં રહેતો રજાક ખમીસ સમા નામના શખ્સ ઘોડી પાસાની જુગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં જુગાર સંચાલક રજાક ખમીસા સમા, કાલાવડ નો હબીબ અબ્દુલ રવ , રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પરમેશ્વરી સોસાયટીમાં રહેતો અમીન કાદર ધાચી, ધોરાજી તીફનો અહેમદ શરીફ શાકરીયાણી, જૂનાગઢના મેમણવાડાનો આમીરખાન હસામખાન પઠાણ, જુનાગઢનો આદમ હુસેન હાલા, જેતપુરના રિઝવાન સલીમ ખેડારા,જૂનાગઢ નો કાસિમ રફીક બેલીમ, જૂનાગઢના મજેવડીના ઇમરાન સલીમ , રાજકોટના દેવપરા નો કાદર સતાર હસવાણી, રાજકોટના કાલાવ રોડ પરના કૈલાશ નગર સોસાયટીમાં રહેતા નીરુભા મેરૂભા જાડેજા અને વંથલી તાલુકાના ધંધુસર ગામનો મેરૂ રાણા વાઘ નામના શખ્સની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 2.70 લાખ, 7 મોબાઇલ, 6 વાહનો મળી ₹20.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન જીકે 11સી એફ 7019 નંબરના વાહન ચાલક નાસી છૂટતા તેની શોધ ખોળા આધારિત છે. સ્ટેટ મોનિટરી સેલના દરોડા ના પગલે સ્થાનિક પોલીસ પર થવાય હાથ ધરવામાં આવે તેવી પોલીસ બેડામાં ચર્ચા એ જોર પકડ્યું છે. જુગાર કલબના સંચાલક દ્વારા પોલીસથી બચવા માટે સ્થાનિક શખ્સની મદદથી જાહેરમાં જુગાર ધામ ચલાવતા હતો અને બે શખ્સો દ્વારા જુગાર કલબનું કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.