- નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે
- શ્રીકૃષ્ણને લડ્ડુ ગોપાલ,શ્રીનાથજી અને રાજાધિરાજના સ્વરૂપમાં નિહાળીને ધન્યતા અનુભવી:ધર્મગુરૂ,કલાકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
સંગીતમય મહાનાટિકા, રાજાધિરાજ: લવ લાઈફ લીલાના ગ્રાન્ડ પ્રિમિયરે ઓગસ્ટ 14 ના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ થિએટર ખાતે ઉપસ્થિત પ્રેક્ષકગણને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પૂજનીય ધર્મગુરૂઓ, બોલિવૂડના કલાકારો તથા અન્ય માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર પછીના દિવસ, 15 ઓગસ્ટના રોજ, આ સીમાચિહ્નરૂપ સંગીત નાટિકાની ભવ્ય પ્રસ્તૃતિ કરતો પ્રથમ શો યોજાયો હતો. ભગવાન કૃષ્ણની ભવ્યતા અને સંમોહનરૂપ દૈવી પ્રેમ, જીવન અને લીલાની અનુભૂતિમાં દર્શકો ગરકાવ થઈ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણને તેમના દૈવી સ્વરૂપો એટલે કે લડ્ડુ ગોપાલ, શ્રીનાથજી અને રાજાધિરાજના સ્વરૂપમાં નિહાળીને ધન્યતા અનુભવતા દર્શકોએ સહૃદય સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
ગ્રાન્ડ પ્રિમિયરમાં નાથદ્વારા ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ એચ.એચ. તિલકાયત ગોસ્વામી રાકેશજી મહારાજ અને નાથદ્વારા મંદિરમાં તેમના વારસદાર તથા શ્રીનાથજી મંદિરના પરિચારક ભૂપેશકુમારજીએ (વિશાલબાવા) સહપરિવાર ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. એમ શ્રીનાથજી મંદિરના વારસદાર તથા પરિચારક શ્રી ભૂપેશકુમારજીએ (વિશાલબાવા) જણાવ્યું હતું.
ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત અને રાજાધિરાજ: લવ લાઈફ લીલાના પ્રોડ્યુસર ધનરાજ નથવાણીએ આનંદની અભિવ્યક્તિ કરતા જણાવ્યું હતું કે: આ સંગીતમય મહાનાટિકા, રાજાધિરાજ: લવ લાઈફ લીલાના પ્રિમિયર તથા પ્રથમ શોને સાંપડેલા અભૂતપૂર્વ પ્રતિસાદને અમે ખરેખર આશીર્વાદરૂપ ગણીએ છીએ. શ્રી કૃષ્ણની રસ તરબોળ કરતી અને વિસ્મયકારક દિવ્યકથાની પ્રસ્તુતિ દરમિયાન પ્રક્ષકો ભાવવિભોર બની ગયા હતા. અમારૂં સૌથી મોટું કોમ્પ્લિમેન્ટ એ હતું કે એવું એક પણ વ્યક્તિ ન હતું જે આ સંગીત અને સ્ટેજ પરથી જ ગવાતા ગીતોથી રોમાંચિત ન થયું હોય. દરેક વ્યક્તિને તે પસંદ પડ્યું. અમે જેની હમેંશા ઇચ્છા રાખી હતી કે આ લોકો સુધી અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે અને તે ઇચ્છા ફળીભૂત બની. આ એક સંગીતનાટિકા છે, જે નાના બાળકોને મનોરંજન માટે પસંદ આવશે અને તે જોઈને કૃષ્ણના જીવનમાંથી કાંઈક શીખ લઈને તેઓ ઘરે જશે. જે લોકો કૃષ્ણમાં માને છે તેમની ભક્તિ પ્રગાઢ બનશે. માટે તમામ રીતે, દરેક વ્યક્તિ પર આની ભવ્ય અસર થશે.”
સમૃધ્ધ સ્ટોરીટેલિંગ, આશ્ર્ચર્યજનક વિઝ્યુઅલ્સ અને હ્રદયના તાર ઝંઝણાવી દે તેવા સંગીત સાથે, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર શ્રીમતી ભૂમિ નથવાણી રસ તરબોળ કરી દે તેવા અનુભવની ખાતરી આપે છે. શ્રૃતિ શર્માના નિર્દેશન હેઠળનું આ પ્રોડક્શન 180 કરતાં વધારે કલાકારોની પ્રતિભા શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપોનું સંકલન જીવંત બનાવે છે.