આજથી ચાર માસ પહેલા ચોટીલા તાલુકાના સુરજદેવળ ખાતે યોજાયેલા સંમેલનમાં કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્રારા અમરેલી એસ.પી. નિર્લીપ રોયના મામલે કરેલા વિવાદીત નિવેદનના મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્રારા 16 જૂનના રોજ બપોરના ચાર કલાકે અમદાવાદ ખાતે થી કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી.
ચોટીલા કોર્ટમાં રાજ શેખાવતના જામીન નામંજુર, સેસન્સ કોર્ટમાં જામીન મળવાની શકયતા
ત્યારે હાલમાં સુરેન્દ્રનગર બી.ડીવીઝન પોલીસ શટેશન ખાતે કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતને રાખવામાં આવ્યા છે સુરેન્દ્રનગર ની સીવીલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. અને રાજ શેખાવત ને સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યા છે ત્યારે સાંજના સમયે તેમને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા હતા ચુસ્ત બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે તેમણે રાખવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેમના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટમાં હાજર કર્યા અને માગવામાં આવ્યા હતા ત્યારે ગઇકાલે સવારે 11:00 રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ચોટીલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા ત્યાં દલીલો સાંભળી અને રાજ શેખાવત ના વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી તે ચોટીલા કોર્ટે નામંજૂર કરી છે જેને લઇને ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે.
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ને હજુ 24 કલાક જેલમાં રહેવું પડશે ત્યારે ગઇકાલે સાંજના સમયે રાજ શેખાવત ના વકીલ દ્વારા સુરેન્દ્રનગરની સેશન કોર્ટમાં જામીન માટેની અરજી મુકી છે તેની સુનાવણીની તારીખ 23 આપવામાં આવી છે ત્યારે 23 જૂન એટલે કે આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં જામીન મામલે સુનાવણી થશે હાલની પરિસ્થિતિ મુજબ તેમણે સુરેન્દ્રનગરની સેસન્સ કોર્ટમાં જામીન મળી જાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે
બે દિવસ પહેલા રાજ શેખાવત ના વકીલ દ્વારા સોશિયલ મીડિયામાં થઇ અને પિક્ચર ના ડાયલોગ બોલવામાં આવ્યા હતા જેને લઇને ભડકાવ પ્રતિકૃતિ ના કારણે તેમને ચોટીલા કોર્ટ દ્વારા જામીન આપવામાં ન આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.