હેમુ ગઢવી હોલ ખાતે ઇન્ડિયન મેડીકલ એસોસિએશન (આઇ.એમ.એ) દ્વારા ભાવિપેઢી અને તબીબોને ઉજાગર કરવાં
૪૦ થી વધુ કલાકારો દ્વારા ડાન્સ તથા ગુજરાતી ગીતોના સુર રેલાયાં: કાર્યક્રમને સફળ બનાવવા આઇ.એમ.એ. પ્રેસિડન્ટ ડો. ચેતન લાલસેતા, સેક્રેટરી ડો. તેજસ કરમરા અને તેમની ટીમે જહેમત ઉઠાવી
શહેરમાં હેમુ ગઢવી હોલ ખાતે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન (આઇએસએ) દ્વારા ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી લોકસાહિત્યને સાચવવા તેના વારસા વિશે ભવિષ્યની પેઢી તથા તબીબોને ઉજાગર કરવા માટે ‘હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ’ સદાબહાર ગુજરાતી ગીતોનો ગુલદસ્તા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૪૦ થી વધુ કલાકારો દ્વારા જ અલગ અલગ ડાન્સ પર્ફોમેન્સ તથા ગુજરાતી ગીતોના સૂર રેલાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આઇએમએ પ્રેસીડેન્ટ ડો. ચેતન લાલસેતા અને સેક્રેટરી ડો. તેજસ કરમાટા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
‘અબતક’ સાથેની વાતચીતમાં આઇએમએ રાજકોટના પ્રમુખ ડો. ચેતન લાલસેતા એ જણાવ્યું હતું કે ગુજરાતી આપણી માતૃભાષા છે જેની ખુમારી અને મીઠાશને માણવી જરુરી છે. ત્યારે આપણી આવનારી પેઢીને આપણા સાહિત્ય વિશે ઉજાગર કરવા માટે અને જયારે વેસ્ટર્ન કલ્ચર વધી રહ્યું છે ત્યારે આપણા થકી આપણા બાળકોને ગુજરાતી સાહિત્ય વિશે માહિતગાર કરવા માટે ખાસ ‘હૈ રાજ મને લાગ્યો
કસુંબીનો રંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેના માટે ‘અબતક’ મીડીયા હાઉસે જે સપોર્ટ કર્યો છે તેના માટે અમો ખુબ જ આભારી છીએ.કાર્યક્રમમાં ૪૦ થી વધારે કલાકારો દ્વારા ચાર અલગ અલગ ડાન્સ પફોમેન્ટ અને ગુજરાતી પ્રખ્યાત ગીતોના પણ ગાવામાં આવ્યા હતા. અને ખાસ આ જ રીતે આપણે ગુજરાતી ભાષા અને લોકસાહિત્યને જાળવી રાખવા આવા કાર્યક્રમનું આયોજન કરતા રહીએ.
‘અબતક’ સાથેની વાતચીતમાં આઇએમએના મહામંત્રી તેજસ કરમટાએ જણાવ્યું હતું કે ‘હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ’એ કાર્યક્રમનુ પ્રેરણા મને અને ડો. ચેતન લાલસતાને જે તબીબોના કુટુંબો છે તેમના સંતાનોમાં અને મઘ્યમ વર્ગ અને ઉચ્ચ મઘ્યમવર્ગના સંતાનોમાં ગુજરાતી સાહિત્ય ગુજરાતી સંસ્કૃતિ, ખમીરી, ખાનદાની સુક્ષ્મ થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વેસ્ટન કલ્ચર આપણી સંસ્કૃતિ પર હાવી થતું જોવા મળે છે ત્યારે ગુમાની લોકસાહિત્યની ઓળખ અપાવવાનો આ એક પ્રયાસ છે. અને હું તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતી લોકસાહિત્ય ગરીમા ઓળખી તેની જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ.
‘અબતક’સાથેની વાતચીતમાં આઇએમએ ગુજરાત રાજયના ઉપપ્રમુખ ડો. અમિત હાપાણીએ જણાવ્યું હતું કે આજે આઇએમએ રાજકોટ ઉપક્રમે ડો. ચેતન લાલસેતા અને ડો. તેજસ કરમટાની ટીમ દ્વારા ‘હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ’એટલે કે ગુજરાતી લોકસાહિત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આઇએમએમાં આ કાર્યક્રમ નવતર પ્રયાસ છે કે ગુજરાતી લોક સાહીત્ય ની ઓખળાણ પુરા વિશ્વભરમાં છે.
ત્યારે દુર્ભાગ્યવશ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેનું મહત્વ ઘટતું હોય તેવું લાગે છે ત્યારે તેમને આચવાના ઉમદા હેતુથી આપણી સૌરાષ્ઠ્રની ઘટતી જે લોકસાહિત્ય થકી ઉજવી છે તેને પ્રોગ્રામ કરી વંદન કરી તબીબી વર્ગ લોકસાહિત્યને ઓળખાતો થાય લેવા પ્રયાસો છે સાથો સાથ અબતક ચેનલને પણ વંદન કરું છું કે આ માઘ્યમથી અનેક લોકો વિચારતા થશે અને અનેક લોકો પ્રેરિત થશે.
‘અબતક’ સાથેની વાતચીતમાં આઇએમએ રાજકોટના પ્રેસિડેન્ટ ડો. હીરેન કોઠારીએ જણાવ્યું હતું કે આજના આ સુંદર મજાના કાર્યક્રમ કે જે આપણા સૌરાષ્ઠ્રના સાંસ્કૃતિક વારસા ને પરિચિત કરાવવા આઇએમએ તમામ તબીબ વર્ગ માટે લઇને આવી રહ્યું છે. આ પ્રસંગ પર આપણા સૌરાષ્ટ્રની ઓળખાણ સાફો તબીબે પહેરીને આવ્યા છે.
તથા પઠાણી જે સૌરાષ્ટ્રની શૈલી સાથે અનુરુપ છે તે લોકો શૈલીની પ્રસિઘ્ધી પામે તેવા આશ્રય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાંઆવ્યો છે. જેમાં ગુજરાતી ગીતોનો ગુલદસ્તો લઇ આવી રહ્યા છીએ. આવા સુંદર કાર્યક્રમનું પ્રસારણ અને આઇએમએ હંમેશા સાથે રહેતા અને સુંદર કાર્યક્રમને લોકો સુધી પહોચાડવા માટે અબતક મીડીયા મેનીજીંગ એડીટર સતીષકુમાર મહેતાને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.
‘અબતક’સાથેની વાતચીતમાં આઇએમએ રાજકોટ પ્રેસીડેન્ટ ડો. જય ધીરવાણીએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા જ આપણે ગુજરાત સ્થાપના દિવસ ઉજવ્યો અને એ ઉજવણીને એક પગલુ આગળ રહી જતા આઇએમએ રાજકોટ દ્વારા હે રાજ મને લાગ્યો કસુંબીજો રંગ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્ય લુપ્ત થતું જોવા મળી રહ્યું છે. ત્યારે તેનો ઉજાગર કરવામાં આ કાર્યક્રમ ખુબ મહત્વનો ભાગ ભજવશે અને તેના માટે આઇએમએ ના ડો. ચેતન લાલસતા પ્રમુખ અને ડો. તેજસ કરમટા સેક્રેટરીને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
પ૦ હજારથી પણ વધુ લોકો ‘અબતક’માઘ્યમથી લાઇવ કાર્યક્રમ નિહાળ્યો
તબીબો દ્વારા ગુજરાતી સાહિત્યને સાચવાના પ્રયાસરુપે આઇએમએ દ્વારા ‘હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ’ રંગારંગ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું અબતક ચેનલ અને ડીજીટલ મીડીયાના માઘ્યમથી પ૦ હજારથી પણ વધુ લોકોએ લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું.