રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું ચોકાવનારું નિવેદન સામે આવ્યું છે. શિલ્પા શેટ્ટીએ પોતાનું નિવેદન, ચાર્જશીટ 23 જુલાઈએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ નોંધાવ્યું હતું. પોલીસને શિલ્પા શેટ્ટીના નિવેદનની વિગતો મળી છે. પોતાના નિવેદનમાં શિલ્પા શેટ્ટીએ કહ્યું કે તેણે રાજ કુન્દ્રાને તેના કામ વિશે ક્યારેય પૂછ્યું નથી. તે પોતે પણ પોતાના કામમાં વ્યસ્ત હતી.
હું હોટશોટ એપ વિશે જાણતી નથી- શિલ્પા શેટ્ટી
પૂછપરછ દરમિયાન શિલ્પા શેટ્ટીએ હોટશોટ એપ વિશે ન જાણવાની વાત કરી હતી. જણાવી દઈએ કે, રાજ કુન્દ્રા હાલ જેલમાં જ છે. શિલ્પાએ તેના નિવેદનમાં એમ પણ જણાવ્યું કે તેણી બોલીફેમ એપ્લિકેશન વિશે પણ કંઇ જાણતી નથી.
શિલ્પા શેટ્ટીએ તેના નિવેદનમાં મુંબઈ પોલીસને શું કહ્યું?
શિલ્પા શેટ્ટીએ પોલીસને કહ્યું- રાજ કુન્દ્રા 2019માં કંપની આર્મ્સપ્રાઈમ મીડિયા સાથે જોડાયા હતા. સૌરવ કુશવાહા તેમનો પાર્ટનર હતો. આ કંપની પૂનમ પાંડે જેવી અભિનેત્રીઓના શોર્ટ વીડિયો બનાવતી હતી જેમાં અભિનેત્રીઓ એક્સપોઝ થતી હતી. આ બધું તેની ઈચ્છા મુજબ કરવામાં આવ્યું હતું. મેં રાજને તેના વિશે પૂછ્યું, જેનો જવાબ આપતા તેમણે કહ્યું કે OTT પ્લેટફોર્મ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને તેને તેમાંથી સારો નફો મળી રહ્યો છે. જો કે આ પછી રાજ કેટલાક કારણોસર સૌરવ કુશવાહાથી અલગ થઈ ગયો.
શિલ્પા શેટ્ટીએ કહ્યું કે તે આરોપી ઉમેશ કામથને ઓળખતી હતી. કારણ કે તે તેની કંપની વિઆન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો. ફેબ્રુઆરીમાં જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે શિલ્પાએ રાજ કુન્દ્રાને આ વિશે પૂછ્યું હતું. રાજે પછી શિલ્પા શેટ્ટીને કહ્યું કે કામથ ગેહના વશિષ્ઠ સાથે અલગથી કામ કરે છે અને પોર્ન વીડિયો બનાવે છે અને વેચે છે. તેથી જ તેની ધરપકડ કરવામાં આવી છે.
શિલ્પાએ કહ્યું- મને હવે ખબર પડી કે હોટશોટ એપ વિયાન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી હતી અને પોર્ન વીડિયો બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તે પ્રદીપ બક્ષીની કંપની કેનરીનને વેચવામાં આવી હતી. હું મારા કામમાં વ્યસ્ત હતી અને મેં મારા પતિને પૂછ્યું નથી કે તેણે શું કર્યું..? તેણે મને તેના કામ વિશે કશું કહ્યું પણ નથી. મને આ વિશે કંઈ ખબર નથી.