ભારતીય નૌકાદળના પહેલા જહાજ INS રાજપૂતને 41 વર્ષની સેવા બાદ શુ્ક્રવારે નૌકાદળની સેવામાંથી નિવૃત કરવામાં આવ્યું હતું. 4 મે 1988ના રોજ નૌકાદળમાં સામેલ કરવામાં આવેલું INS રાજપૂત જહાજનું નિર્માણ USSR એ કર્યું હતું. આ જહાજે છેલ્લા ચાર દશકમાં કેટલાય મોટા મિશનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

INS Rajput 2
INSના કાર્યોને યાદ કરીયે તો, ભારતીય શાંતિરક્ષક બળની સહાયતા માટે શ્રીલંકામાં મહત્વની કામગીરી કરી હતી. તેમજ ઓપરેશન અમન અને માલદીવ્સમાં બંધકોની સમસ્યાના સમાધાન માટે ચલાવવામાં આવેલુ ઓપરેશન કેક્ટસમાં પણ તે સામેલ છે. આ ઉપરાંત, INS રાજપૂત જહાજે કેટલાક દ્વિપક્ષી અને બહુરાષ્ટ્રીય અભ્યાસમાં પણ ભાગ લીધો હતો. આ જહાજ ભારતીય સૈન્ય રેજીમેન્ટ સાથે સંકળાયેલ દેશનું પહેલુ યુધ્ધ જહાજ છે.


ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાંડર વિવેક મધવાલે કહ્યુ કે, ‘INS રાજપૂતને નેવલ ડૉકયાર્ડ, વિશાખાપટ્ટનમમાં યોજાનારા એક સમારોહમાં નૌકાદળની સેવામાંથી નિવૃત કરવામાં આવ્યું. આપને જણાવી દઇએ કે Covid-19 મહામારીના કારણે આ સમારોહ એક સાધારણ કાર્યક્રમ હશે. જેમાં માત્ર ઇન-સ્ટેશન અધિકારી અને નાવિક સામેલ હશે. જેમાં કોવિડ પ્રોટોકોલનું કડક રીતે પાલન થશે.

‘રાજ કરેગા રાજપૂત એ હતુ સૂત્ર’

INS રાજપૂતનુ નિર્માણ હાલના યુક્રેન પણ 41 વર્ષ પહેલાના નિકોલેવમાં 61 કોમ્યુનાર્ડ્સ શિપયાર્ડમાં તેમના મૂળ રશિયન નામ ‘નાડેજની’ સાથે બનાવવામાં આવ્યુ હતું. નાદેજની શબ્દનો અર્થ ‘તાય’ છે. જેનો અર્થ ‘આશા’ થાય છે. તે 17 સપ્ટેમ્બર 1977ના રોજ તેની શરૂઆત કરવામાં આવી હતી.

INS Rajput 1
રક્ષા મંત્રાલયે કહ્યું કે, ‘રાષ્ટ્રની ચાર દાયકાની અદમ્ય સેવા દરમિયાન, INS રાજપૂતે પશ્ચિમી અને પૂર્વીય બન્ને તટમાં સેવા બજાવવાનું ગૌરવ ધરાવે છે. ‘રાજ કરેગા રાજપૂત’ના ધ્યેય અને ભાવના સાથે, INS રાજપૂત ઉપરની નૌસેનાની ટુકડી હંમેશાં જાગ્રત રહી છે, અને દેશના સમુદ્રી હિત અને સાર્વભૌમત્વને સુરક્ષિત રાખવા માટે હંમેશા તત્પર રહી છે.’

કયા કયા અભિયાનમાં લીધો હતો ભાગ ?

INS રાજપૂત જહાજે દેશને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી કેટલાક મહત્વના અભિયાનમાં ભાગ લીધો હતો. જેમાં IPKFની મદદ માટે શ્રીલંકામાં ઓપરેશન અમનમાં ભાગ લીધો હતો. શ્રીલંકાના કાંઠા વિસ્તારમાં પેટ્રોલિગ ડ્યુટીના ભાગરૂપે ઓપરેશન પવન, માલદિવમાં બંધનવસ્થાથી મુક્તિ અપાવવા માટે ઓપરેશન કૈકટસ અને લક્ષદ્વિપ માટે ઓપરેશન ક્રાસનેસ્ટમાં ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.