બેંકના બોર્ડમાં પાંચ નવા ડિરેકટરોની બિનહરીફ વરણી
વિશ્ર્વ મહિલા દિને મળેલી ખાસ સાધારણ સભાનું સંચાલન મહિલા કર્મચારીઓએ જ કર્યુ
સ્મોલ ફાઇનાન્સ બેંક બનાવતા પૂર્વે તજજ્ઞોની સલાહ લેવાશે
સહકારી ક્ષેત્રે અગ્રીમ હરોળનું સ્થાન ધરાવતી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. ની ૧૭મી ખાસ સાધારણ સભા વિશ્ર્વ મહિલા દિવસે આમંત્રિત મહેમાનો અને ડેલીગેટસની હાજરીમાં યોજવામાં આવી હતી. વિશ્ર્વભરમાં મંદીનો માહોલ છવાયેલો છે. તેવા અહેવાલો વચ્ચે રાજ બેંકે વડોદરા અને આણંદની નફો કરતી બે સહકારી બેંકનું મર્જર કરવા માટે પહેલ કરી છે અને આ ખાસ સાધારણ સભામાં રિઝર્વ બેન્કની મંજુરીને આધીન મર્જર માટે લીલીઝંડી આપવામાં આવી હતી.
આ ખાસ સાધારણ સભા વિશ્ર્વ મહિલા દિવસે યોજાઇ હતી અને તેનું સંપૂર્ણ સંચાલન બેંકના જ મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેને બોર્ડ મેમ્બર્સ ડેલિગેટસ અને મહેમાનોએ આવકાર્યુ હતું.
આ ખાસ સાધારણ સભામાં નફો કરતી બેંકો વડોદારા સ્થિત મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ કો.ઓપ. બેન્કની ૩ શાખાઓ અને આણંદ જીલ્લાના સારસા સ્થિત ધી સારસા પીપલ્સ કો.ઓપ. બેંકની એક શાખાને રિઝર્વ બેંકના કાયદા અને મંજુરીને આધીન મર્જર કરવાની મંજુરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત રિઝર્વ બેંકે રૂ ૧૦૦ કરોડથી વધુ થાપણ ધરાવતી બેંકો માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવાની માર્ગદર્શિકા આપવામાં આવી છે. તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે આ અંગેની સત્તા બોર્ડ ઓફ ડીરેકરને આર.બી.આઇ. ના સરકયુલર પ્રમાણે કામગીરી કરવાની સત્તા સુપ્રત કરવામાં આવી હતી.
આ સિવાય રિઝર્વ બેંક દ્વારા સઘ્ધર સહકારી બેંકોને સ્વૈચ્છીક રીતે સ્મલો ફાઇનાન્સ બેંકમાં ક્ન્વર્ટ કરવા અંગે માર્ગદર્શિકા આપવામાં આવેલી છે. આ ખાસ સાધારણ સભામાં સ્મોલ ફાઇનાન્સ બેંકના ફાયદા અને ગેરકાયદા બાબતે તંદુરસ્ત ચર્ચા કરવામાં આવી હતી અને ઉ૫સ્થિત ડેલીગેટસ પાસેથી સુચનો પણ માંગવામાં આવ્યા હતા.
આ બાબતે તંદુરસ્ત ચર્ચા થયા બાદ તજજ્ઞની સલાહ લેવા અને તેમનો અહેવાલ બોર્ડ ઓફ ડિરેકટર્સ સમક્ષ રજુ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. અને અહેવાલને આધીન નિર્ણય લેવાની સત્તા બોર્ડ ઓફ ડીરેકટર્સને આપવાનું નકકી કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ડિરેકટરોની ખાલી પડેલી પાંચ જગ્યા ઉપર હર્ષદભાઇ પોપટભાઇ માલાણી, પ્રણયભાઇ ચંદુલાલ વિરાણી, જીતુભાઇ સવજીભાઇ વસોયા, આનંદભાઇ મહેશભાઇ પટેલ અને ગોપાલભાઇ અરજણભાઇ રૂપાપરા બીનહરીફ વરણી કરવામાં આવી હતી. રાજ બેંક પરિવાર હંમેશા વિવાદને બદલે વિકાસને ઘ્યાનમાં લઇ તમામ પ્રકારની બેકંીગ કામગીરી કરે છે જે વાત રાજ બેંકના વર્ષો વર્ષ ના નાણાકીય પરિણામો ઉપરથી જોઇ શકાય છે.
ખાસ સાધારણ સભામાં વિવિધ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડેલીગેટ તેમજ મહેમાનો દ્વારા જે રજુઆતો કરવામાં આવી હતી તેના બેંકના સીઇઓ સત્યપ્રકાશ ખોખરા દ્વારા સંતોષકારક ઉત્તર આપવામાં આવ્યા હતા. સાથો સાથ બેંકના અત્યાર સુધીના ઇતિહાસમાં કોઇ નિર્ણયથી ખાતેદારો, ડિપોઝીટરો, લોન ધારકો શેર હોલ્ડર્સને કયારેય કોઇપણ પ્રકારનું નુકશાન થયું નથી તેમ જણાવાયું હતું.
ભવિષ્યમાં પણ આ પ્રકારના હિતની જાવળવણી માટે રાજ બેંકની ટીમ કટિબઘ્ધ છે. તેવી ખાતરી પણ બોર્ડ ઓફ ડિરેકટર્સ વતી બેંકના સીઇઓ સત્યપ્રકાશ ખોખરા દ્વારા આપવામાં આવી હતી. આ ખાસ સાધારણ સભા સંભાલન માટે બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન હેઠળ બેંકના ડીજીએમ, એજીએમ અને મેનેજમેન્ટની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.