બેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ પ્રેસ કોન્ફરન્સમાં બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની હાજરીમાં નાણાંકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ની કામગીરીની કરી સમીક્ષા; માલિકીના ભંડોળ રૂ.૪૫૧ કરોડ, ડિપોઝીટ રૂ.૨૨૩૫ કરોડ, ધિરાણ રૂ.૧૩૮૮ કરોડ, રોકાણ રૂ.૧૨૧૨ કરોડ

ધી કો.ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. કે જેને લોકો રાજ બેંક ના હુલામણા નામથી ઓળખે છે. તેવી રાજબેંક આયોજીત વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં બેંકનાં બોર્ડ ઓફ ડીરેકટર્સની હાજરીમાં બેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ની બેંકની કામગીરીની સમીક્ષા કરેલ.

બેંકના સીઈઓનાં કહેવા પ્રમાણે રાજબેંક એ કોઈ વ્યકિત આધારીત નહી પરંતુ સીસ્ટમ આધારીત બેંક છે અને આ બેંકની સફળતાનો મુખ્ય શ્રેય બેંકના ૩ લાખ કરતા વધુ ડીપોઝીટરો + ૮૦ હજાર જેટલા સભાસદો + ૮ હજાર જેટલા રેગ્યુલર ધિરાણદારોનો બેંક પરત્વેનો અતૂટ વિશ્વાસ, બોર્ડ ઓફ ડિરેકટર્સની બેંક તેમજ સમાજ પ્રત્યેની નિ:સ્વાર્થ સામાજીક ઉત્તરદાયિત્વની ભાવના અને સાથોસાથ ૨૬૯ નિષ્ઠાવાન ચોકીદાર સાથી કર્મચારીઓનાં અથાગ પ્રયાસોને આભારી છે તેવું જણાવેલ.DSC 9191

રાજ બેંક માટે પણ નાણાંકીયવર્ષ અનેક ચઢાવ ઉતારવાળુ રહેલું છે. તેમાં પણ ખાસ કરીને ચાલુ નાણાંકીય વર્ષ જીએસટીની સમજણમાં થયેલ વિલંબ, જીએસટીના કારણે ઉદભવેલ વિવિધ પ્રકારનાં ધંધાકીય પ્રશ્ર્નો તેમજ રીયલ માર્કેટમાં માંગ કરતા પૂરવઠો વધી જતાં વેંચાણમાં આવેલ નરમાશને લીધે રાજબેંકની એસેટ કવોલીટીમાં પણ ચાલુ નાણાંકીય વર્ષમાં અસર જોવા મળેલ. આવી પરિસ્થિતિઓમાં પણ રાજબેંકે ગત વર્ષે કરેલ ૬૬ કરોડના નફાની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં ઈન્કમટેકસ પહેલાનો રૂ ૭૦ કરોડનો નફો કરેલ છે.

શેર કેપીટલના મહત્વને રાજબેંકના મેનેજમેન્ટે ખૂબજ કાળજી પૂર્વક ધ્યાને લઈ ભવિષ્યમાં પણ જયારે શેર મૂડી વધારવાને લગતા કોઈ પણ નવા નિયમો સહકારી બેંકો માટે લાગુ પડે અથવા તો ભવિષ્યમાં બેંકનું એન.પી.એ.નું પ્રમાણ ખૂબજ વધી જાય તો તેને પહોચી વળવા માટે રાજબેંકની શેર મૂડી આજની તારીખે પણ સક્ષમ છે. રાજબેંકની માલિકીની મૂડી ૨૪% કરતા વધુ છે જેમાં રૂ.૧૪૪ કરોડની શેર મૂડીનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહી પરંતુ છેલ્લા ૧૯ વર્ષમાં રાજબેંકની શેર મૂડીમાં રૂ. ૧૪૧ કરોડ કરતાં વધુ રકમનો જંગી વધારો થયેલ છે. જેમાં છેલ્લા ૬ વર્ષમાં રૂ ૯૪ કરોડની શેર કેપીટલમાં થયેલ વધારાનો પણ સમાવેશ થાય છે.DSC 9197aa

સતત ૨૧ વર્ષથી કાયદાની મર્યાદા અનુસાર સભાસદોને ભેટ પણ આપવામાં આવે છે. અને કેલેન્ડર વર્ષ ૨૦૧૯ માટેની સભાસદ ભેટ માટેનો નિર્ણય આગામી દિવસોમાં નકકી કરવામાં આવશે. રાજબેંકે અત્યાર સુધી છેલ્લા ૨૧ વર્ષમાં રૂ.૧૦૦ના ૧ શેર સામે રૂ’. ૩૧૭ ડીવીડન્ડ સ્વરૂપે તેમજ બેંકની પડતર કિંમતની ગણતરીને ધ્યાને લેતા રૂ. ૫,૫૦૮ની કિંમતની સભાસદ ભેટ મળી કુલ રૂ.૧૦૦ ના રોકાણ સામે કુલ રૂ. ૫,૮૨૫ શેર હોલ્ડરોને ડીવીડન્ડ તેમજ ભેટ સ્વ‚પે આપેલ છે.

બેંક છેલ્લા ૧૯ વર્ષમાં રૂ. ૫૭૪ કરોડ કરતા વધુ રકમનો નફો કરેલ છે. જે પરત્વે રૂ.૧૪૪ કરોડ રૂપિયાનો ઈન્કમટેક્ષ પણ ચુકવેલ છે. અને બાકી રહેતી રકમનું યોગ્ય આયોજન થકી યોગ્ય રોકાણ માધ્યમ દ્વારા બેંક દર વર્ષે ‚રૂ૨૫ કરોડ જેટલી વ્યાજની આવક કરી રહેલ છે. અને આ આવકમાંથી બેંકના તમામ સ્ટાફનો પગાર ર્ચ તેમજ અમુક રકમનો વહીવટી ખર્ચનો બોજો પણ હળવો કરી બેંકની સધ્ધરતામાં ઉત્તરોતર વધારો કરેલ છે.

વર્ષ ૨૦૦૧ની સાલમાં બેંકની કુલ ડિપોઝીટ રૂ.૧૫૨ કરોડની હતી જે ડીપોઝીટ છેલ્લા ૧૯ વષમાં રૂ. ૨૦૮૩ કરોડ કરતા વધુ રકમના જંગી વધારા સાથે ડીપોઝીટ રૂ.૨૨૩૫ કરોડનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. બેંકની ડીપોઝીટમાં ગત વર્ષની સરખામણીમાં સામાન્ય ઘટાડો થયેલ છે. તેમ છતા બેંક ઈઅજઅ ડીપોઝીટનું પ્રમાણ ૪૦% કરતા વધુ ઈઅજઅ ડીપોઝીટ જાળવી રાખવામાં બેંક સફળ થયેલ છે.

 

બેંક દ્વારા કરેલ કુલ રોકાણના ભાવમાં ભવિષ્યમાં થનાર વધઘટ સામે બેંક દ્વારા પૂરતી જોગવાઈ કરેલી છે. છેલ્લા ૧૯ વર્ષમાં રોકાણની લે વેચ થકી બેંકે રૂ.૩૪ કરોડથી વધુનો નફો કરેલ છે. બેંકનું સરકાર માન્ય જામીનગીરીમાં રોકાર + અન્ય બેંકોમાં એફ.ડી.સ્વરૂપે + ત્વરીત રોકડમાં રૂ]પાંતર થાય તેવું રોકાણ મળી કુલ રોકાણ રૂ. ૧૨૧૨ કરોડનું છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો ડીપોઝીટરની ડીપોઝીટ પૈકી ૫૪% કરતા વધુ રકમનું સલામત રોકાર કરી ડીપોઝીટરના હીતની રક્ષા કરી અને રોકાણ ઉપર વ્યાજબી વળતર મેળવેલ છે. રોકાણ ઉપર સીકયોરીટીના નફા સહિત રોકાણ ઉપર સરેરાશ ૭% કરતા વધુ વળતર મેળવેલ છે.

બેંકને લાગુ પડતા વખતો વખતના કાયદાઓ તેમજ રાજબેંકની નિવડેલી સીસ્ટમ થકી બેંકની ધિરાણ અંગેની મંજૂર થયેલી પોલીસી મુજબ તમામ પ્રકારનું ધિરાણ કરવામાં આવે છે. સહકારી બેંકીંગ ક્ષેત્રમાં રાજબેંક પણ એક એવી બેંક છે કે જેમાં લોન અને રોકાણો અંગેના નિર્ણયમાં બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા કયારેય કોઈપણ જાતનો બિનજ‚રી હસ્તક્ષેપ કરવામાં આવતો નથી. એટલું જ નહી પરંતુ બેંકના નકકી કરેલ નીતિ નિયમોની મર્યાદામાં કર્મચારીઓની કાર્યદક્ષ ટીમ દ્વારા જ ધિરાણ તેમજ રોકાણ અંગેના તમામ નિર્ણયો બેંકના હિતમાં લેવામાં આવે છે.

રાજબેંકની રીકવરીની ટીમ ખુબજ ખંત અને નિષ્ઠાપૂર્વકઆયોજન બધ્ધ રીતે રીકવરીના પ્રમાણીક પ્રયાસો વર્ષોવર્ષ કરે છે. જેના ફળ સ્વ‚પે સતત ૧૯માં વર્ષે પણ ખૂબજ સારી વસુલાત કરેલ છે. જેના માટેનો તમામ શ્રેય બેંકના તમામ ધિરાણદારો કે જેઓએ સમયસર વ્યાજ અને હપ્તા ભરપાઈ કરે છે તેઓને તેમજ બેંકના રીકવરી સાથે સંકળાયેલ નિષ્ઠાવાન કર્મચારી કે જેઓએ તેમની ફરજ યથાયોગ્ય રીતે જાળવી તેઓને જાય છે.

લોન અને ધીરાણમાં ગણતરીપૂર્વકનું જોખમ લેવાનો અભિગમ ચાલુ રાખી બેંકનું ધિરાણ ડીપોઝીટનાં ૬૦% સુધી લઈ જઈ બેંકની નપાકારકતાને જાળવી રાખી તેમાં વધારો પણ કરેલ છે. ૩૧, માર્ચ ૨૦૧૯ના પૂરા થતા વર્ષ માટે બેંકનું કુલ ધિરાણ રૂ. ૧૩૮૮ કરોડનું થયેલ છે. સૌથી અગત્યની વાત એ ગણી શકાય કે રાજબેંકમાં છેલ્લા ૬ વર્ષથી બેંકનો સીડી રેશીયો ઓછો હોવા છતાં બેંકની નફાકારકતામાં એક પણ વર્ષમાં ઘટાડો જોવા મળેલ નથી જે મેનેજમેન્ટ તેમજ કર્મચારીઓની બનેલી ટીમની વહીવટી કાર્ય કુશળતા દર્શાવે છે.

કોઈ પણ સંસ્થા માટે નફો એ એક ખૂબજ અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં બેંકના ડીપોઝીટના વ્યાજના ખર્ચમાં ઘટાડો, સ્ટાફ ખર્ચમાં નજીવો વધારો થતા તેમજ રોકાણના વેચાણની આવકમાં તેમજ રોકાણની વ્યાજની આવકમાં ઘટાડો થવા છતા ગત વર્ષની સરખામણીમાં બેંકનો ઈન્કમટેકસ પહેલાનો નફો રૂ. ૭૦ કરોડનો થયેલ છે. જે રાજબેંકનાં ૩૯ વર્ષનાં ઈતિહાસમાં સૌથી વધુ નફો છે.

બેંકમાં એક કર્મચારી દીઠ એવરેજ પગાર ખર્ચ રૂ. ૭ લાખ જેટલો છે. જયારે એક કર્મચારી દીઠ નફો રૂ.૨૬ લાખ કરતા વધારે છે જે સમગ્ર સહકારી બેંકીંગ ક્ષેત્રમાં ઉત્તમ માપદંડ ગણી શકાય. સાથોસાથ એક કર્મચારી દીઠ કુલ બીઝનેસ રૂ. ૧૩ કરોડ કરતા વધુ છે જે સમગ્ર બેંકીંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પૈકી રાજબેંકના કર્મચારીની ઉચ્ચતમ કાર્યક્ષમતા દર્શાવે છે.

બેંકે રૂ.૨૩ કરોડનો એડવાન્સ ઈન્કમટેકસ પણ ભરેલ છે.વધુમાં રાજબેંકની પ્રણાલીકા પ્રમાણે દરેક વર્ષનું રીઝલ્ટ વર્ષનાં છેલ્લા દિવસે આપવાની સીસ્ટમ ચાલુ રાખવાના ભાગ સ્વ‚પે સામાન્ય સંજોગોમાં દર વર્ષે ૧ લી એપ્રીલ ડીપોઝીટનું વ્યાજ આપવાની પ્રથાને બદલે બેંક ૨ દિવસ વહેલુ વ્યાજ એટલે કે ૩૦ અથવા ૩૧ માર્ચે વ્યાજ જમા આપવાની પ્રથા અમલમાં મૂકેલી છે.

અને આજરોજ પ્રેસ મીટીંગમાં તા.૩૦.૩.૧૯ સુધીના આંકડાઓ રજૂ કરેલ છે. જેમાં થાપણ, ધિરાણ, રોકડ અને બેંક બેલેન્સમાં ૩૧.૦૩.૨૦૧૯ના સરકારી ચૂકવણાના વ્યવહારોની અસર પૂરતો ફરક આવશે. જયારે નફામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહી તેવું બેંકના સીઈઓએ જણાવેલ છે.ફ્રી ચેકબુક, એટીએમ, કાર્ડ તેમજ રૂ-પે ડિબેટ કાર્ડ, ફ્રી પાસબુક, સ્ટેટમેન્ટ તથા ઈમેઈલથી સ્ટેટમેન્ટ સાથે ગ્રાહકો માટે સવારનાં ૧૦ થી બપોરનાં ૪ સુધી અવિરત બેંકીંગ સેવાઓ આપવામાં આવે છે.

ભાવિ આયોજનના સંદર્ભમા બેંકનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાતનું મંજૂર થતા પ્રથમ તબકકે સુરત ખાતે નવી શાખા ખોલવાનું આયોજન છે.નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં બેંકના બિઝનેસ રૂ. ૪૦૦૦ કરોડ સુધી અને નફો રૂ. ૭૨ કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક નકકી કરેલ છે.રાજબેંકની તમામ સફળતા માટે રાજબેંકના શેર હોલ્ડરો, થાપણદારો, ધિરાણદારો તેમજ ટીમ રાજબેંકને આભારી છે. બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન અને બોર્ડ ઓફ ડીરેકટર્સે અને મારા સાથી કર્મચારીગણ પર મૂકેલા અવિરત વિશ્ર્વાસને આભારી છે.

જયાં સંઘર્ષ નથી ત્યાં કોઈ પ્રગતિ થતી નથી. મને આનંદ છે કે ટીમ રાજબેંકે આ વાતને પણ ખૂબજ હકારાત્મક રીતે લઈ અને છેલ્લા ૬ વર્ષમાં સંઘર્ષની સાથોસાથ પ્રગતિ પણ કરી સંઘર્ષ સાથે પ્રગતિના કથનને યોગ્ય ઠરાવી છેલ્લા ૬ વર્ષમાં રૂ.૧૭૫૨ કરોડ કરતાવધુના બિઝનેશમાં વધારા થકી રૂ ૩૩૪ કરોડનો નફો કરેલ છે.

આ રીતે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં રાજબેંકમાં રોકાણકારોએ આપેલી અમૂલ્ય મૂડીની પૂરતી સલામતીની રાજબેંક પરિવાર વતી આપ સૌને ખાતરી આપું છું. જયારે જયારે લોકો તરફથી પ્રતિભાવ કે અભિપ્રાય મળે છે ત્યારે રાજબેંકની લીડરશીપ તેનો એકમતે સ્વીકાર કરી યોગ્ય મૂલ્યાંકન કરી બેંકના હિતને ધ્યાને લઈ મળેલ પ્રતિભાવ કે અભિપ્રાય અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે. રાજબેંકનાં સંચાલક મંડળની લીડરશીપની આ બેંક આગવી ખાસીયત અને પ્રણાલી છે તેવું રાજબેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાની એક અખબારી યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.