માલિકના ભંડોળો રૂ ૪૪૧ કરોડ, ડીપોઝીટસ રૂ ૨૨૩૦ કરોડ, ધિરાણ રૂ ૧૧૮૯ કરોડ, બિઝનેસ રૂ ૩૪૧૯ કરોડ

રાજકોટની પ્રતિષ્ઠિત એવી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. એ અર્ધવાર્ષિક ઝળહળતા પરિણામો આપેલ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ ના અર્ધવાર્ષિક પરિણામોમાં ગત વર્ષની સરખામણીમાં માલીકીના ભંડોળોમાં ૪.૭૭ ટકા, બિઝનેશમાં ૨.૯૧ ટકા અને લોનમાં ૮.૫૩ ટકા ના વધારા સાથે બેકીંગ ક્ષેત્રમાં પ્રવર્તતી પ્રવર્તમાન પરિસ્થિતિમાં રૂ ૩૦ કરોડનો અર્ધવાર્ષિક નફો જાળવી રાખેલ છે. બેંકની શેરમુડીમાં છેલ્લા ૬ વર્ષમાં રૂ ૧૦૦ કરોડ કરતા વધુનો વધારો થયેલ છે. એટલું જ નહીં છેલ્લા ૬ વર્ષ દ્વારા કમાયેલા નફામાંથી શેર હોલ્ડરને રૂ ૮૬ કરોડનું ડીવીડન્ડ પણ ચુકવેલ છે.

સહકારી બેંકીગ ક્ષેત્રમાં પુન: વિશ્વાસ પ્રસ્થાપિત થયેલ છે તે નિર્વિવાદ વાત છે. આ અંગેની પ્રતીતિ રાજ બેંકની થાપણોમાં જંગલી વધારો દર્શાવેલ  છે. વર્ષ ૨૦૦૧ થી વર્ષ ૨૦૧૮ દરમ્યાન બેંકની ડીપોઝીટમાં રૂ ૧૫૩ કરોડમાંથી વધી રૂ ૨૨૩૦ કરોડ કરતાં વધુ થયેલ છે એટલે કે છેલ્લા ૧૮ વર્ષમાં બેંકની ડીપોઝીટમાં રૂ ૨૦૭૭ કરોડ કરતાં વધુનો વધારો થયેલ છે. એટલું જ નહીં પરંતુ રૂ ૧૦૦૦ કરોડ કરતાં વધુ રકમનું નિયમીત વ્યાજ ડીપોઝીટરને ચુકવી આપેલ છે.

બેંકની કુલ ડીપોઝીટના ૬૨ ટકા જેટલી રકમ એટલે કે રૂ ૧૩૭૫ કરોડ જેટલી રકમનું નિયમોનુસાર અને આયોજનબઘ્ધ રોકાણ તેમજ રૂ ૧૧૮૯ કરોડ કરતા વધુ રકમનું જુદા જુદા ધિરાણદારોને તેમની આશરે રૂ ૩૦૦૦ કરોડની વેલ્યુએશન ધરાવતી મિલ્કત ગીરો લઇ સલામત ધિરાણ કરી ડીપોઝીટરોનાં નાણા સુરક્ષિત કરવામાં આવેલ છે.

IRAC ના નોર્મ્સ પ્રમાણે આ એનપીએ ખાતાઓ સામે કાયદા મુજબની કરવાની થતી રૂ ૨૦ કરોડની જોગવાઇની સામે બેંકે દેશની અર્થતંત્રની પ્રવર્તમાન અને સંભવિત પરિસ્થિતિના અંદાજને ઘ્યાને રાખી એનપીએ માટેનું બેંક વખતો વખતના નફામાઁથી કુલ રૂ ૪૦ કરોડનું પ્રોવિઝન કરેલ છે. બેંક દ્વારા છેલ્લા ૧૮ વર્ષમાં રૂ ૯૯૩ કરોડ કરતા વધુ રકમની ધિરાણની વ્યાજની આવક મેળવેલ છે.

બેંકની ધિરાણની વ્યાજની આવકમાં રૂ ૩.૮૭ કરોડનો ઘટાડો, રોકાણ વ્યાજની આવકમાં રૂ ૧.૮૨ કરોડનો ઘટાડો થવા છતાં રાજ બેંકે રૂ ૩૦ કરોડનો નફો જાળવી રાખેલ છે.

રાજ બેંકના તમામ કર્મચારીઓને બેંક દ્વારા પગાર સ્વરુપે રૂ ૧૪૨ કરોડના ચુકવણાની સામે રાજ બેંકના કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓની ટીમ દ્વારા રૂ ૧૬૭ કરોડની વ્યાજ સિવાયની આવક ઉભી કરેલ છે.

બેંકની કુલ ર૭ શાઆખો છે જે પૈકી ૧પ શાખાઓ માલીકીના મકાનમાં કાર્યરત છે. જયારે ૧ર શાખાઓ ભાડાનાં મકાનમાં કાર્યરત છે. સાથો સાથ ૧૬ શાખાઓમાં એટીએમ ની સુવિધા ઉપલબ્ધ છે. એનપીઆઇના માઘ્યમ દ્વારા બેંકના ૧૬ એટીએમ અન્ય બેંકોના ૨.૭૦ લાખ કરતાં વધારે એટીએમ સાથે લીંક કરવામાં આવેલ છે.

ચાલુ ચાલુ નાણાકીય વર્ષમાં નવા એનપીએ ખાતાઓ સહીતની તમામ રીકવરી પૂર્ણ કરવા માટેનું આયોજન તા. ૩૧-૦૩-૨૦૧૯ સુધીમાં કરેલ છે અને આવતા દિવસોમાં બેંક દ્વારા ફરીથી ZERO Net NPA તરફ લઇ જવા માટે ટીમ રાજ બેંક કટીબઘ્ધ છે.

છેલ્લા ૬ વર્ષમાં રૂ ૧૮૪૩ કરોડનો બિઝનેશમાં વધારા થકી રૂ ૩૦૦ કરોડનો નફો કરેલ છે અને છેલ્લા ૬ વર્ષમાં રૂ ૯૪ કરોડનો ઇન્કમટેકસ ભરી દેશના વિકાસમાં પણ થયા યોગ્ય યોગદાન આપેલ છે.

ફ્રી ચેકબુક, એ.ટી.એમ. કાર્ડ, ફ્રી પાસબુક, સ્ટેટમેન્ટ તથા ઇમેઇલથી સ્ટેટમેન્ટ સાથે ગ્રાહકો માટે સવારના ૧૦ થી બપોરના ૪ સુધી અવિરત બેકીંગ સેવાઓ આપવામાં આવે છે. બેંકના ગ્રાહકો માટે Rupay Debit Card ની સુવિધા પણ ઉપલબ્ધ છે. RTGS + NEFT માટે કોઇપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. ગ્રાહકોને બચત તેમજ ચાલુ ખાતા માટે મીનીમમ બેલેન્સ ન જાળવવા બદલ કોઇ પેનલ્ટી લગાડવામાં આવતી નથી.

કુશળ નેતૃત્વ અને ટીમવર્ક વગર સફળતા સંભવ નથી એટલું જ નહીં સફળતા મેળવવા ૧૦૦ ટકા પ્રયાસો કરવા પડે પરંતુ આ સફળતા ટકાવી રાખવા ૧પ૦ ટકા પ્રયાસો કરવા પડે છે. સફળતાને કદી પૂર્ણ વિરામ હોતું નથી. પરંતુ માત્ર સફળ જ થવું એ અમારો ઉદ્દેશ નથી.

પરંતુ ઉત્તમ ગ્રાહક સેવા થકી સફળતમ રહેવું અમોને જરુર ગમે છે. અમને જણાવતા આનંદ થાય છે કે રાજ બેંકની સફળતા અને અવિરત પ્રગતિનો શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ તથા પ્રવર્તમાન તેમજ ભૂતપૂર્વ બોર્ડ ઓફ ડીરેકર્સના પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ તથા રાજબેન્કના કર્મચારી પરિવારની ટીમ વર્કના ફાળે જાય છે. રાજ બેંકની લીડરશીપ લોકોના પ્રતિભાવો અને અભિપ્રાયને પણ શ્રેષ્ઠ રીતે મુલવે છે.

જયારે જયારે લોકો તરફથી પ્રતિભાવ કે અભિપ્રાય મળે છે ત્યારે રાજબેંકની લીડરશીપ તેનો એકમતે સ્વીકાર કરી યોગ્ય મૂલ્યાંકન કરી બેંકના હિતને ઘ્યાને લઇ મળેલ પ્રતિભાવ કે અભિપ્રાય અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે. રાજ બેંકના સંચાલક મંડળની લીડરશીપની આ એક આગવી ખાસીયત અને પ્રણાલી છે તેવું રાજબેંક GM & CEO  સત્યપ્રકાશ ખોખરાની અખબારી યાદીમાં જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.