રાજકોટ જિલ્લા સહકારી સંઘની નવી ઓફિસ ૨૯/૩૮ કરણપરા, રાજકોટ ખાતે બનાવવામાં આવેલ જેનું ઉદઘાટન કેબિનેટ પ્રધાન તથા રાજકોટ ડિસ્ટ્રી.કો-ઓપ. બેંક લી.નાં ચેરમેન જયેશભાઈ રાદડિયાનાં વરદ હસ્તે રાખવામાં આવેલ. આ ઉદઘાટન પ્રસંગે જિલ્લા સંઘનાં ચેરમેન પ્રવિણભાઈ એમ.રૈયાણી, વાઈસ ચેરમેન મગનભાઈ ડી.વડાવીયા, મંત્રી અરવિંદભાઈ ડી.તાગડીયા તેમજ બોર્ડ ઓફ ડિરેકટર્સનાં સભ્યો, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.નાં ચેરમેન મગનભાઈ ઘોણીયા, ડિસ્ટ્રી. બેંકનાં જનરલ મેનેજર વી.એમ.સખીયા, રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક.લી.નાં સીઈઓ તથા જનરલ મેનેજર પુરુષોતમભાઈ પીપરીયા, આસી.જનરલ મેનેજર પ્રકાશભાઈ શંખાવલા, વિજય કોમ. કો-ઓપ. બેંકનાં જનરલ મેનેજર અજયભાઈ વાળા, જિલ્લા રજીસ્ટ્રાર (સ.મં.) ટી.સી.તીરથાણી વગેરે ઉ૫સ્થિત રહેલ.
કેબિનેટ પ્રધાન તથા રાજકોટ ડિસ્ટ્રી.કો-ઓપ બેંક લી.નાં ચેરમેન જયેશભાઈ રાદડિયાએ ઓફિસનું ઉદઘાટન કરતા જણાવેલ હતું કે, આજે સારાય ભારતમાં સહકારી પ્રવૃતિમાં ગુજરાતનું અગ્ર સ્થાન છે અને ગુજરાતમાં રાજકોટ જિલ્લાની સહકારી પ્રવૃતિ ખુબ સારી વિકાસ પામેલ છે. જિલ્લા સંઘ દ્વારા સહકારી શિક્ષણ તાલીમની કામગીરી સારી કરવામાં આવે છે. આ ઉદઘાટન પ્રસંગે જિલ્લા સંઘનાં મંત્રી અરવિંદભાઈ તાગડીયાએ જણાવેલ હતું કે, સહકારી સંસ્થાઓનાં સાથ અને સહકારથી જિલ્લા સંઘની શિક્ષણ તાલીમની કામગીરી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.નાં ચેરમેન મગનભાઈ ઘોણીયા, ડિસ્ટ્રી. બેંકનાં જનરલ મેનેજર વી.એમ.સખીયા, રાજકોટ કોમર્શિયલ કો.ઓપ.બેંક લી.નાં સીઈઓ તથા જનરલ મેનેજર પુરૂષોતમભાઈ પીપરીયા વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.