લોકોની સુખાકારી અને સલામતીને ધ્યાને લઇ સેનીટાઇઝર મશીનનાં ૫ મોડલ બનાવાયા
શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે પ્રજાહિત માટે સુરક્ષાને ધ્યાનમા રાખીને રાજકુલીંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેરના વિજયભાઇ સોરઠીયા, કલ્પેશભાઇ રામોલીયા, હર્ષદભાઇ રામોલીયા અને આર એન્ડ ડી ટીમ દ્વારા સેનીટાઇઝિગ મશીન મુકવામાં આવ્યા છે. આ મશીન ઓટોમેટિક છે. તેમજ કોવીડ-૧૯ના નામ પરથી આનુ નામ રાખવામા આવ્યુ છે.
શહેરના બોલબાલા ટ્રસ્ટ, આર.એમ.સી. પોલીસ કચેરીના કર્મચારીઓ માટે વિના મૂલ્યે નિર્ધાર કરેલ છે. આ મશીનના ૫ લોકલ વિકસાવામાં આવ્યા છે.
પોતાની જાતની પરવાહ કર્યા વગર સતત કામ કરી રહેલા કર્મીઓ માટે સેનીટાઇઝીંગ મશીન બનાવ્યું: વિજયભાઇ સોરઠીયા
વિજયભાઇ સોરઠીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યુ હતુ કે, વૈશ્ર્વિક મહામારી બની ગયેલ. કોરોના વાયરસ સામે હાલ સમગ્ર વિશ્ર્વ લડત આપી રહ્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા પણ અગત્યના પગલાઓ લેવામાં આવ્યા છે. આ સમયમાં પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર સતત કામે વળગી રહેતા ડોકટર્સ, હોસ્પિટલ કર્મચારી, પોલીસ ફોર્સ, અધિકારીઓથી લઇ સફાઇ કામદારો નિસ્વાર્થ ભાવે સમગ્ર માનવ જાતિની સેવા કરી રહ્યા છે. ત્યારે અમને પણ થયુ કે રાજ કુલિંગ સિસ્ટુમ આ સેવાયજ્ઞમાં પોતાનુ યોગદાન આપી શકે.
ત્યારે અમારી આર એન્ડ ડી ટીમે સેનિટાઇઝિગ મશીન બનાવ્યા છે. જેની વિશેષતા એ છે કે આ સેનિટાઇઝીંગ મશીન ઓટોમેટિક છે. રાજકુલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવા કુલ ૧૯ સેનિટાઇઝિગ મશીન કોવિડ-૧૯ના નામ પરથી બોલબાલા ટ્રસ્ટ, આર.એમ.સી, પોલીસ કચેરી, જયોતિ સીનએનસી, હોસ્પિટલ અને અન્ય સેવાભાવી સંસ્થા ઓના કર્મચારીઓ માટે વિના મૂલ્યે આપવાના નિર્ધાર કરેલ છે. તેમજ આ મશિનમા ૫ મોડલ વિકસાવાયા છે.