બે સંતાનની માતાને દુષ્કર્મ આચર્યાનો બે શખ્સો સામે નોંધાતો ગુનો
અબતક,રાજકોટ
રૈયા ગામે ભાડાના મકાનમાં રહેતી રાજસ્થાની પરિણીતના પાડોશમાં રહેતા કુટુંબી જેઠે ત્રણ માસ પહેલા બળાત્કાર ગુજારી ખૂનની ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા બળાત્કાર ગુજારી ફરાર થયેલા કુટુંબી જેઠ અને તેના ભાઇની પોલીસે શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના મીઠાપુર ગામની વતનીની અને પાંચ વર્ષ પહેલાં જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન થયા બાદ પોતાના બે પુત્ર સાથે પરિણીતા છેલ્લા બે વર્ષથી રાજકોટના રૈયા ગામે પતિ સાથે રહેવા માટે આવી હતી.
ગત તા.5 જાન્યુઆરીએ બે સંતાનની પરિણીતા પોતાના ભાડાના મકાને એકલી હતી ત્યારે તેની સામે રહેતા કુટુંબી જેઠ મોહન ડામોરે પોતાની સાથે જંગલ વિસ્તારમાં કુદરતી હાજતે આવવા કહ્યું હતુ પરંતુ તેનો ઇરાદો સારો ન હોવાથી મોહન ડામોર સાથે કુદરતી હાજતે ન થતાં તેણીને બળજબરીથી પોતાના રૂમમાં લઇ જઇ મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે ત્યાં ખાતુ ડામોર હાજર હતો તેને મોહન ડામોરે પોતાની સાથે દુષ્કર્મ કર્યાની રાવ કરતા ખાતુ ડામોર પણ ધમકી દઇ રાજકોટમાં અને રાજસ્થાનમાં રહેવા નહી દે તેમ કહ્યું હતું
આથી પરિણીતાએ સાજે પોતાના પતિને મોહન ડામોરે બળાત્કાર ગુજાર્યાની અને ખાતુ ડામોરે ધમકી દીધા અંગેની જાણ કરતા તેઓ રાજકોટથી રાજસ્થાન જતા રહ્યા હતા અને ત્યાં આનંદપુરી પોલીસ મથકે ફરિયાદ કરવા જતા રાજસ્થાન પોલીસે પિડીતાની અરજી વિશેષ તપાસ અર્થે રાજકોટ મોકલતા યુનિર્વસિટી પોલીસે મોહન ડામોર અને ખાતુ ડામોર સામે ગુનો નોંધી પી.આઇ. ચાવડા, પી.એસ.આઇ. આર.એસ.પરમાર અને એએસઆઇ ધર્મેશભાઇ બાલાસરા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.