રૂ ૧૨૦૦ ની રોકડ, લાયસન્સ અને મોબાઇલ લુંટી લીધાનો આક્ષેપ
રીક્ષા ગેંગ ફરી સક્રિય થઇ હોય તેમ રાજકોટ અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા માલીયાસણ પાસે રીક્ષા ગેંગે યુવાનને રીક્ષામાં બેસાડીયા બાદ છરીની અણીએ લુંટ ચલાવી ચાલુ રીક્ષાએ ધકકો મારી નીચે ફેંકી દીધો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે અહીંની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઝારખંડનો વતની અને હાલ કુવાડવા નજીક આવેલા વસુંધરા ગામે ભરડીયામાં ટ્રક ડ્રાઇવીંગ કરતાં મોબીનભાઇ સીરાઝભાઇ અંસારી નામના ૪૦ વર્ષના યુવાનને સાત હનુમાન પાસેથી રીક્ષામાં બેસી કુવાડવા જવા નીકળ્યો હતો. માલણીયાસણ પાસે રીક્ષામાં બેઠેલા ત્રણ શખ્સોએ યુવાનના ગળે છરી રાખી રૂ. ૧૨૦૦ ની રોકડ, લાયસન્સ અને મોબાઇલ લુંટી ચાલુ રીક્ષાએ ધકકો મારી નાસી ગયા હતા. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે અહીંની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમીક પૂછતાછમાં મોબીન અંસારી ટ્રક રીપેરીંગના કામ અર્થે રાજકોટ આવ્યો હતો. ટ્રક મૂકી પરત ફરી રહ્યો હતો ત્યારે રીક્ષા ગેંગે કુવાડવા જવાનું કહી યુવાનને બેસાડયા યુવાનને માર મારી લુંટ ચલાવી હતી આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.