ઉનાના બાર વર્ષના બાળ ચિત્રકારે પોતાના ચિત્ર દ્વારા રચનાત્મકતાનો પરિચય કરાવ્યો છે. તેમણે પોતાની કલા દ્વારા ‘હોળી’નું ચિત્ર બનાવીને રાજયકક્ષાએ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે.
તાજેતરમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારી ગીરસોમનાથ તરફથી મોકલવામાં આવેલ ચિત્રો માંથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉનાના 12 વર્ષના બાળ ચિત્રકા માસ્ટર નીરજ વાળાનું “હોળી વિષય ” નું ચિત્ર રાજ્યકક્ષા એ ટોપ ટેનમાં પસંદ થયું છે. જે ઉના માટે ગૌરવની વાત છે. આ ગૌરવ સ્થાન સુધી પહોંચવા માટે માસ્ટર નીરજ વાળા પોતાની કલાને નિખાર માર્ગદર્શન દિશા નિર્દેશ માટેનો તમામ શ્રેય પોતાના ટ્યૂશન ટીચર શીતલબહેન મહેતા ને આપે છે.
હવે લાઈવ ચિત્ર સ્પર્ધા માટે રમતગમત અધિકારી સાહેબ ની કચેરી મુ.ઈણાજ તા.ગીરસોમનાથ જનાર છે. રાજ્ય મા પ્રથમ વિજેતા ને 25,000 દ્વિતીય વિજેતા ને 15,000 તૃતીય વિજેતા ને 10,000 તથા ટોપ ટેન ના અન્ય પ્રતિભાગીને 5,000 ની રાશી પુરસ્કાર સ્વરૂપે એનાયત થશે. ગુજરાત રાજ્ય કક્ષાએ ઉનાનું નામ ઉજળું કરનાર માસ્ટર નીરજ વાળા જે ઉનાનું ગૌરવ છે. તેમનાં સમાચાર થી ઉના કલા પ્રેમી જનતામાં આનંદ ની લાગણી ફેલાઇ છે.