ડો.ગૌરવી ધ્રુવને ટીચીંગ માટેનો એવોર્ડ એનાયત: પરિવારની પાંચ પેઢીની આરોગ્ય સેવાના ઈતિહાસને એવોર્ડથી વધુ ગૌરવ અપાયું
એલોપેથી તબીબોના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – હેડકવાર્ટર,, દિલ્હી દ્વારા તાજેતરમાં શિક્ષક દિન નિમિતે ઓનરરી પ્રોફેસર – આઈ.એમ.એ . એવોર્ડ માટે રાજકોટના મહિલા તબીંબ ડો. ગૌરવી ધ્રુવની પસંદગી કરવામાં આવી હતી અને તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ એક સમારંભમાં ત્રણ કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિમાં ડો. ગૌરવી ધુવને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે આ ઈન્ડીયા મેડિકલ એસોસીએશન – રાજકોટના પ્રમુખ ડો . સંજય ભટ્ટ અને સેક્રેટરી ડો . તુષાર પટેલની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે . ટીંચીંગ માટે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વખત રાજકોટના મહિલા તબીબને આ એવોર્ડ મળ્યો છે જે રાજકોટના તબીબી જગત માટે ગૌરવ રૂપ છે . આઈ.એમ.એ. દ્વારા ડો. ગૌરવી ધ્રુવ પર શુભેચ્છા વર્ષા કરવામાં આવી છે.
દર વરસે તા.5 મી સપ્ટે. ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ શિક્ષક દિન પ્રસંગે નવી દિલ્હી ખાતે સમારોહ , દેશમાંથી પસંદ કરાયેલાં તબીબોને એવોર્ડ અર્પણ કરવામાં આવે છે . તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવી પશુપતિ પારસજી અને મિનાશી લેખીજીની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં રાજકોટના ડો , ગૌરવી ધ્રુવને ટીંચીંગ માટેનો ખાસ એવોર્ડ ઓનરરી પ્રોફેસર – આઈ.એમ.એ . ” અર્પણ કરવામાં આવ્યો છે . રાજકોટના તબીબને પ્રથમ વખત આ એવોર્ડ મળ્યો છે . શિક્ષક હંમેશા આદરણીય હોય છે . એમાં પણ મેડીકલ ક્ષેત્રના ટિચર્સ – પ્રોફેસર તો ખુદ તબીબ હોવા સાથે ભાવી તબીઓને તૈયાર કરી મેડીકલ ક્ષેત્ર માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે . કોરોના કાળ વખતે આપણે બધાબે ડોક્ટરની કામગીરી અને તેમનું મહત્વ સમજી શકયા છીએ . કોરોના કાળમાં પરિવારજનો પણ જ્યારે દૂર ભાગતા હતા એવા વખતે તબીબો અને તેમનો સ્ટાફ જે તે દર્દીની સંભાળ રાખતા હતાં.
ડો . ગૌરવી ધ્રુવ 1997 થી પી.ડી.યુ. મેડિકલ કોલેજ – રાજકોટ સાથે જોડાયેલાં છે . તેમણે કોલેજના ડિન તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી છે . હાલ તેઓ સેક્ધડ યર એમ.બી.બી.એસ. બોર્ડ ઓફ સ્ટડીઝના ચેર પર્સન છે . આઈ.એમ.એ. વિમેન્સ વિંગના વાઈસ પ્રેસીડન્ટ , રાજકોટ એસોસીએશન ઓફ પેથોલોજીસ્ટ ઍન્ડ માઈક્રોબાયોલોજીસ્ટના પ્રેસીડન્ટ , એઈમ્સ – રાજકોટની એથીકલ કમીટીનાં ચેર પર્સન તરીકે સેવા આપે છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં રેકોગ્રાઈઝક પી.એચ.ડી. ગાઈડ છે. અત્યારે પાંચ સ્ટુડન્ટ તેમની નીચે પી.એચ.ડી. કરી રહ્યા છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – રાજકોટ દ્વારા ફિમેઈલ આઈકોન મેડિકલ સર્વિસીઝનો એવોર્ડ તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે એમ.બી.બી.એસ. ના યુ.જી. વિદ્યાર્થીઓ માટે પેથોલોજી વિષયની ’ વાઈવા વોસ ઈન પેથોલોજી બુક લખી છે જે ગુજરાતની સર્વપ્રથમ પ્રસિધ્ધ થયેલી આ પ્રકારની બુક છે . તેમણે લખેલ 60 થી વધુ સંશોધન નિબંધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પબ્લીશ થયા છે . તેમણે અનેક તબીબી કોન્ફરન્સમાં લેકચર્સ લીધા છે. મોડરેટર અને ચેર પર્સન તરીકે સેવા આપી છે.
મેડિકલ સ્ટુડન્ટસને તબીબી અભ્યાસની શરૂઆતમાં જ વાતચીતની કલા , મેડિટેશન, યોગનું માર્ગદર્શન આપી તેઓ સમાજને સારા તબીબ મળે એ માટે સતત કાર્યરત રહે છે.
ધ્રુવ પરિવાર પાંચ પેઢીથી આરોગ્ય સેવારત
ડો . ગૌરવી ધ્રુવ સૌરાષ્ટ્રના જાણીતા આંખના સર્જન ડો. અનિમેષ ધ્રુવના ધર્મપત્ની છે. તેમનો પુત્ર યશરાજ દેશની સર્વોચ્ચ ગણાતી કેન્દ્રીય સરકારી મેડિકલ કોલેજ , જીપમેર , પોંડીચેરી ખાતે તબીબ તરીકે ઈન્ટશીપ કરી સતત પાંચમી પેઢીએ ડોક્ટર બનવા જઈ રહ્યા છે . નાનો પુત્ર ધો.12 માં અભ્યાસ કરે છે. રાજકોટના તબીબી જગતને ગૌરવ અપાવવા માટે ડો . ગૌરવી ધ્રુવને ઈન્ડીયન મેડિકલ એસોશીએશન – રાજકોટના પ્રમુખ ડો. સજય ભટ્ટ , સેક્રેટરી ડો. તુષાર પટેલ , આઈ.એમ.એ. આઈ.પી.પી. ડો . પ્રફુલ કમાણી , પ્રેસીડન્ટ ઈલેક્ટ ડો . પારસ ડી . શાહ ઉપપ્રમુખ કૌં . કાંત જોગાણી, ડો. મયંક ઠકકર , ટ્રેઝરર ડો. તેજસ કરમટા જોઈન્ટ સેક્રેટરી ડો . જીજ્ઞેશ ભિમાણી , ડો . ઝલક ઉપાધ્યાય, જોઈન્ટ ટ્રેઝરર ડો . બિરજુ મોરી , આઈ.એમ.એ.ના રાષ્ટ્રીય આપણી કો . અતુલ પંડ્યા , ગુજરાતના ઉપપ્રમુખ ડો . અમીત અગ્રાવત , આઈ.એમ.એ. ગુજરાતના ઝોનલ સેક્રેટરી ડો . રશ્મી ઉપાધ્યાય, પેટ્રન ડો . એસ ટી . હેમાણી, ડો . ડી . કે.શાહ ડો. પ્રકાશ મોઢા, ડો . સુશિય કારીયા , ડો. વલ્લમ કથીરીયા , ડો . કીર્તિ પટેલ , ડો . ભરત કાકડીયા ડો . ભાવિન કોઠારી, ડો. એમ કે કોરવાડીયા ડો . અમિત હપાણી , ડો .યજ્ઞેશ પોપટ , ડો. ભાવેશ સચદે , ડો . દિપેશ ભાલાણી , ડો. હિરેન કોઠારી, ડો . ચેતન લાલસેતા , ડો. જય ધીરવાણી , ડો. દર્શના પંડ્યા, ડા.ે જીતેન્દ્ર અમલાણી ,ડો. નિતીન લાલ, ડો . સ્વાતિ પોપટ , ડો. વૃન્દા અગ્રાવત , ડો. જયદિપ દેસાઈ સહિતના તબીબોએ શુભેચ્યા પાઠવી છે. આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.