ગીરગાયના દુધમાં ૦.૭ ટકા અને મુત્રમાં ૦.૩ સોનું: દુધના નિયમિત સેવનથી કોઢ, આંખના નંબર, સાંધાના દુ:ખાવા સહિતની પરેશાનીથી મુક્તિ:હાડકાનું કેલ્શીયમ કયારેય નથી ઘટતુ
આખી દુનિયામાં જેને ભારત દેશનો ડંકો વગાડયો એવી ગીર ગાય એ દુનિયાની શ્રેષ્ઠ ગાય છે. હાલમાં ભારતમાં ગીર ગાયની પ્રજાતીનું પ્રમાણ ઘટી રહ્યું છે.જયારે બ્રાઝીલમાં ગીર ગાયનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ગીર ગાયનું દુધ સૌથી વધુ ગુણકારી છે. ગીર ગાયનું દુધ, છાણ અને ગૌ મુત્રનો આદિકાળથી માનવ ઉપયોગ કરતો આવે છે. કેન્સર જેવા રોગોમાં પણ ગીર ગાયના ગૌ મુત્રનો અર્ક અસરકારક નિવડે છે. ગુ‚કૃપા ટ્રેડીંગના લક્ષ્મણભાઈએ જણાવ્યું હતુ કે ગીર ગાય એટલે ગીરની ગાય એવું નથી ગીર ગાયએ ગાયની પ્રજાતી છે. ગાયોની ઓંગલ, કાંકરેચ, સ્તાપત્ય, દંડી, રેડસાઈવાલ, રેડ સીધી, ખીલારી અને ગીર સહિતની ૪૨ પ્રજાતીઓ છે જર્સી ગાયએ ઓસ્ટ્રેલીયાની પ્રજાતી છે. બે વર્ષ પહેલા ઈગ્લેન્ડમાં થયેલા એક રીસર્ચ પ્રમાણે જર્સી ગાયનું દુધ ખાવાલાયક નથી. ગીરગાયનું દુઘ બીજી પ્રજાતીઓ કે બીજા પ્રાણીઓ કરતા શ્રેષ્ઠ છે. ગીર ગાયને ખુંધ હોય છે. જેમાં સૂર્ય કેતુ નાડી હોય છે. આ નાડીમાંથી સોનું આવે છે. ગીરગાયનાં ગૌમુત્રમાં ૦.૩ ટકા સોનું અને દુધમાં ૦.૭ ટકા સોનું હોય છે ગૌમુત્રને સુકાવીને તેમાથી ધનવટી બને છે.
ગીરગાયનું ગૌમુત્ર સોનાની ભસ્મની ગરજ સારે છે. ગીર ગાયનું દુધ પીળુ હોવા પાછળનું કારણ તેમાં સોનું હાય છે. માત્ર ગીર ગાયએ શ્ર્વાછોશ્ર્વાસની ક્રિયામાં બહાર કાઢેલા શ્ર્વાસમાંથી લોકો ૩ વાર શ્ર્વાસ લે એટલે ૨૪ કલાક માટેનું આયુર્વેદિક પોષણ મળી રહે છે. ઈજેકશન દઈને ભેંસનું દુધ કાઢવામાં આવતુ હતુ જે ઈંજેકશન પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો. છતા પણ હજી માર્કેટમાં કાળાબજારમાં તે ઈંજેકશનો મળે જ છે. સરકારે તે ઈંજેકશન બનાવતી કંપનીઓ જ બંધ કરવી જોઈએ આદિકાળમાં આપણી પાસે માત્ર ગીર ગાય જ હતી.
જર્સી જાય એ પહેલા રોજ હતુ જેને ઓસ્ટ્રેલીયામાં ગાય તરીકે ડેવલોપ કરવામાં આવી હતી. એક કંપનીની જર્સી ગાય ૯૯ લીટર દુધ ૨૪ કલાક દરમ્યાન આપતી હતી જેની પાછળનું કારણ કંપની દ્વારા જર્સી ગાયને માસ ખવડાવવામાં આવતું હતુ શ‚આતમાં તે ગાય માંસ આરોગતી ન હતી પરંતુ તેને ૨ થી ૩ દિવસ ભૂખી રાખવામાં આવી અને ધીમે ધીમે માસ ખવડાવવામાં આવ્યું આ જર્સી ગાયનું દુધ ખાઈને લોકોને મેડકાઉ થયે. ત્યારબાદ મેડકાઉ થવા પાછળનું કારણ શોધવા એક રીસર્ચ કરવામાં આવ્યું હતુ ત્યારબાદ આ મામલો ખૂલો પડયો.
ગીર ગાયએ સ્વભાવમાં ભોળી છે. ગીર ગાય જેટલી સુંદરતા અને ભોળપણ બીજી એકય ગાયોમાં નથી ગીર ગાય એ બીજી ગાયોની મારફત મારતી પણ નથી જો ગીર ગાયને બોલાવવામાં આવે તો તે અવશ્ય આવે જ છે. રેડ સાઈવલ રેડ સીંધી, તેમજ રેડ સાઈવલ અને રેડ સીધીમાંથી બનેલી પ્રજાતી દેશી ગાય, આ ત્રણેય ગીર ગાયની પ્રજાતીને મળતી આવે છે. ગીર ગાયને ખોરાકમાં લીલા ચારામાં ગદપ, મકાઈ, જુવારનો લીલો ચારો, સુકા ચારામાં મગફળીની પત્તી, સુકો જુવારનો ચારો તેમજ શેરડી અને લીલો ઘાસચારો આપી શકાય છે. આ ઉપરાંત જયારે ગીર ગાયને બહાર ચરાવવા લઈ જવામાં આવે ત્યારે તેના દુધની ગુણવતામાં વધારો થાય છે. કારણ કે ગાય બહાર ચરે ત્યારે વિવિધ પ્રકારનાં વનસ્પતીઓ આરોગે છે. પશુપલકપસે ચારની વ્યવસ્થા ન હોવાથી, સરકાર તરફથી સહાય ન હોવાથી જેથી ગીરગાયોની પ્રજાતીમાં ઘટાડો આવ્યો છે. હાલમાં હૈદરાબાદમાં ગીર ગાયોની ધણી માંગ છે. હૈદરાબાદથી મારી પાસે ૩ લાખ લેખે બે ગાયોની ખરીદી હમણા જ કરવામાં આવી હતી ભાવનગરનાં કૃષ્ણકુમાર પાસે બે હજાર ગીર ગાયો હતી જયારે એક ડોલરનો એક ‚પીયો ભવ હતો ત્યારે બ્રાઝીલે ૮૦ હજાર ડોલર ચૂકવીને કૃષ્ણકુમાર પાસેથી એક બુલ ખરીધો હતો. આ ઉપરાંત ૪૦-૪૫ વર્ષ પહેલા થી ૫૦૦ એક ગીર ગાયનો ભાવ ચાલતો ત્યારે રાજકોટથી ૨૨ હજારમાં ચાર ગીરગાયો બ્રાઝીલ વેચાણ કરવામાં આવી હતી તેમાંથી બ્રાઝીલે ગીર ગાયોને ડેવલોપ કરી છે. હાલમા બ્રાઝીલમાં સૌથી વધુ પ્રમાણમાં ગીર ગાય જોવા મળે છે. બ્રાઝીલમાં નાના પશુપાલકો પાસે ૪૦ હજાર અને મોટા પશુપાલકો પાસે ૧.૫ લાખ જેટલી ગાયો છે ત્યાં બધી ગૌશાળા ફૂલ્લી કમ્પ્યુટરરાઈઝડ હોય છે. ભારતમાં ગીર ગાય માત્ર ગુજરાતમાં જ છે. માં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ છે.
ગીર ગાયોને ખરવા અને મવા રોગોના ઈંજેકશન આપવા પડે છે. મવા એ ચોમાસાની સીઝનમાં થતો શરદીનો રોગ છે. ખરવામં પગનાં તળીયા ફાટી જાય અને તેમાં જીવાત પહે છે. આ ઈંજેકશનો વરસાદ થાય ત્યારે અને દિવાળીએ આપવાના રહે છે. ખરવા રોગી ગાયના પગમાં બેઠલી માંખી જો બીજી જોઈ ગાય પર બેસે તો તે ગાયને પણ ખરવા રોગ થઈ જાય છે. આમ ખરવા રોગ એ માંખી એઠુ પાણી પીવાથી ફેલાતો અને ચેપી રોગ છે. ગીર ગાય ૩૦૦ દિવસનાં એક વેતરમા ૪ થી ૪.૫ હજાર લીટર દુધ આપે છે. જયારે જર્સી ગાય એક વેતરમાં ૮ થી ૮.૫ હજાર લીટર દુધ આપે છે. જર્સી અને ગીર ગાયો સીવાયની ગાય એક વેતરમાં ૩ થી ૩.૫ હજાર લીટર દુધ આપે છે. જર્સી ગાયનું દુધ તો ખાવા લાયક જ નથી. એટલે બાકીની ગાયોમાંથી ગીર ગાયનું દુધ ગુણવતા અને જથ્થામાં એમ બંને રીતે ઉતમ છે. ગીર ગાયના દુધનું નિયમિત સેવન કરનારાને કોઢ, આંખમાં નંબર આવવા, સાંધાના દુખાવા જેવા રોગો થતા નથી. તેમજ હાડકાનું કેલ્શિયમ ઘટતુ નથી. હાલમાં મારી પાસે રહેલી ગીર ગાયોમાંથી ૫૦ ગીર ગાયો દુધ આપી રહી છે. તેમજ મારી પાસે ૨૦ ગીર બુલ છે. જેને પણ આ બુલ ઉપયોગમાં લેવો હોય તેને હું આ બુલ આપું છું. જેથી આગળની નસલમાં સુધારો થઈ શકે.
ગૌમુત્રનો અર્ક કેન્સરવાળા લોકો પીવે છે. મારી પાસેથી મુળ મોરબીના બહેન જે દુબઈ રહેતા તેમને કેન્સર થયું એટલે તે અહીં મારી પાસે આવ્યા હતા અને મે તેમને એક વર્ષ સુધી અર્ક બનાવીને આપ્યો હતો. તે બહેનને કેન્સર મટી ગયું અને હજુ ઘણા કેન્સરવાળા લોકો અહીંથી પીવા માટે લઈ જાય છે. હમણા જ એક ભાઈ લક્ષ્મીવાડીમાંથી મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું કે મારે ગીર ગાયની વાછડીનું ગૌમુત્ર જોઈતું હોય તો ? પછી મે તેમને વાછડી જ આપી દીધી અને તે દરરોજ ગૌમુત્રનો ઉપયોગ કરે છે. મારી પાસે દરેક ગાયોની લેખિતમાં યાદી છે જેમ કે આ ગાયની માં કોણ છે ? તેવી રીતે તેની આખી પેઢીનું લીસ્ટ છે. મારે ૬૦ લીટર દુધનો વપરાશ છે અને અત્યારે ૧૫૦ લીટરનું હું વેચાણ ક‚ છું.
સરકારે ગાયોના રક્ષણ માટે ચારાની વ્યવસ્થા કરી આપવી જોઈએ. જેમ કે ફોરેસ્ટ કયુર્ં છે તો પશુધનને ચરવા આપો. ફોસ્ટ પેક થયુ એટલે પશુપાલન નાશ થયુ અને આજના યુવાનો વધુમાં વધુ પશુધન ડેવલોપ કરવું પડશે. કારણકે પશુધન વગર ચાલશે જ નહીં. રાજકોટ શહેરને અંદાજે ૨૦ લાખ લીટરથી પણ વધુ દુધ જોઈએ છે અને આ માંગ પુરી નહીં થાય તો ભેળસેળ થશે. જેના લીધે અનેક પ્રકારના રોગો થશે.
રેડીએશનથી બચવા માટે વાઈહાઉસને પણ ગીર ગાયના છાણનું લેપીંગ
ગીર ગાયના છાણનું લેપીંગ કરવામાં આવે તો અણુબોંબના રેડીએશનની અસર પણ થઈ શકતી નથી અમેરિકાનાં વાઈટ હાઉસને ગીરગાયના છાટનું લેપીંગ કરવામાં આવ્યું છે અને તેની ઉપર કલર કરવામાં આવ્યો છે. ગીર ગાયના છાણનો લેપ લગાડીને એકસરે લેવામાં આવે તો એકસરે પણ આવતો નથી. કારણ કે આ છાણ રેડીએશનને રોકે છે.