ખેડૂતો હેરાન વરસાદના બદલે પડી રહેલા આકરા તડકાથી રોજે રોજ
પાક પર વધતું જતું જોખમ
રામસિંહ મોરી, સુત્રાપાડા
સુત્રાપાડા તાલુકામાં શરૂવાત થી વરસાદ ઓછો થતાં જ ધરતી પુત્ર ચિંતામાં હતા જ્યારે વરસાદ ખેચતા મોલાત મુરઝાઇ રહી છે અને ખેડૂતો તેને બચાવવા માટે હેરાન થઈ રહ્યા છે. હાલ વરસાદ ને બદલે પડી રહેલા આકરા તાપથી રોજે રોજ પાકનું જોખમ વધી રહ્યું છે.
શરૂઆતમાં થોડા દિવસ હળવા ઝાપટા પડ્યા હતા અને હવે તો એકાદ સપ્તાહથી માત્ર વાદળો ઘેરાય છે પરંતુ બાદમાં વિખેરાઈ જાય છે અને આકરો તડકો પડી રહ્યો છે જેના લીધે હાલ મોલાત મુરઝાઇ રહી છે. ત્યારે સુત્રાપાડા તાલુકામાં વરસાદ ખેચાતા ખેડૂતો મુંજણ,માં મુકાયા.