આસામ સહિતના રાજ્યોમાં સતત વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર: નીચાણ વાળા વિસ્તારોમાંથી સતત સલામત સ્થળાંતર અને એર લિફ્ટિંગ માટે તંત્ર સજ્જ

દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે ત્યારે પૂર્વતર રાજ્યોમાં આ વખતનો વરસાદ “આસમાનીઆફત” બની ચૂકયો હોય તેમ વરસાદે ભારે કહેર મચાવ્યો છે, છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ આંક 70 એ પહોંચ્યો છે.

આસામ આપાતકાલીન વ્યવસ્થાપન તંત્ર આસામસ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના અહેવાલો મુજબ  દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ ભૂસ્ખલનના કારણે ત્રણ અને પાણીમાં તણાઈ ડૂબી જવાથી પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, પૂર્વોત્તર રાજયોમાં વરસાદના કહેર થી મૃત્યુ પામનારાઓની સંખ્યા નો આંક 70એ પહોંચ્યો છે અને30જિલ્લાના 4462 ગામના 37,17,800 ની જન સંખ્યા સહિત કુલ 42 લાખ જેટલા લોકો બેઘર બની ગયા છે.

હજુ ભારે વરસાદ પુરની પરિસ્થિતિને લઈને પૂર્વતર રાજ્યોમાં નિચાણવાળા વિસ્તારોમાંથી સલામતસ્થળાંતર ,અને એર લીફ્ટિંગ સહિતની વ્યવસ્થા અને સેના અને સીઆરપીએફ ને સ્ટેન્ડબાય રાખવાના આદેશો જારી કરી દીધા છે આ લખાય છે ત્યારે પણ હજુવરસાદનો કહેર ચાલુ છે અને નદી ઓ ભયજનક સ્તરથી વધુ પાણી વહી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.