કેટલાક ગામો વરસાદી પાણી અને નદીના પુરના કારણે સંપર્ક વિહોણા
રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં સતત કેટલાક દિવસથી વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. જેમાં ગઇકાલે સવારથી રાત્રીના ૧૨.૩૦ કલાક સુધીના વિરામ બાદ રાત્રે ફરીથી શરુ થયેલ વરસાદને કારણે રાજુલા-જાફરાબાદના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયેલ છે.
ગઇકાલ રાતથી આજ સાંજના ૬ કલાક સુધીમાં રાજુલામાં ર ઇંચ વરસાદ વરસેલ છે જો કે સાંજના પ (પાંચ) વાગ્યાથી વરસાદે વિરામ લીધેલ જો કે અત્યાર સુધીનો રાજુલામાં ર૮ ઇંચ જેટલો વરસાદ પડયો છે આ વરસાદને કારણે સવત જળ બંબકારની સ્થિતિ સર્જાયેલ છે અને રાજુલા-જાફરાબાદમાં કેટલાક જગ્યાએ મકાનો પડવાના બનાવો બનેલ છે. પરંતુ કોઇ જાનહાનીના અહેવાલ નથી.
જો કે જાફરાબાદમાં રાજુલા કરતા વધારે વરસાદ પડયો છે. જેમાં આજના દિવસનો ૫૦ એમએમ તથા કુલ વરસાદ ૯૦૦ એમ.એમ. થયેલ છે. જાફરાબાદના વેઢેરા અને બલાણા ગામ વરસાદના પાણી ધુસી ગયેલા હતા. જેને મામલતદારશ્રીની સુચનાથી સ્થાનીક ટી.ડી.ઓ. વહીવટી તંત્ર દ્વારા પ (પાંચ) જેટલા જેસીબી કામે લગાડીને ૩૦ ફુટે જેટલી કેનાલ બનાવી દરિયા સુધી કેનાલ બનાવવામાં આવતા આ વરસાદના પાણીનો ધીમે ધીમે નિકાલ થઇ રહ્યો છે. અને વઢેરા અને બલાણા ગામમાં પાણી ઓસરી રહ્યા છે. આમ જાફરાબાદમાં વહીવટી તંત્રની સુઝબુઝથી પાણીનો નિકાલ કરવામાં મદદ મળેલ છે અને કોઇપણ જાતની જાનહાની થયેલ નહી હોવાનું મામલતદાર કંટ્રોલ રુમ જાફરાબાદ દ્વારા જણાવવામાં આવેલ છે.
જયારે રાજુલા બસ ડેપોમાંથી કેટલીક જગ્યાએ પાણી અને રોડ ધોવાણ થયેલ હોય જેથી કેટલાક ગ્રામ્ય રુટો બંધ કરવા પડેલ છે જયારે રાજુલાથી ઉના સુધીનો જ રોડ શરુ હોય ત્યાં સુધી એસ.ટી. જાય છે આગળ વેરાવળ-સોમનાથમાં ભારે વરસાને કારણે રોડ બંધ હોય ઉના સુધી જ બસ રુટો શરુ છે.