• સવારથી 95 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ પાટણના સરસ્વતીમાં ચાર ઈંચ, દ્વારકાના ખંભાળિયામાં બે ઈંચ વરસાદ: કચ્છના માંડવી-ભચાઉમાં પણ ફરી મેઘો મંડાયો: આજે પણ રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી

રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણામાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો.સવારથી જ દ્વારકા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાના ખભાળિયામાં સવારે બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત દ્વારકા શહેર અને કલ્યાણપુરમાં અળધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.રાજકોટમાં પણ વહેલી સવારે સવા ઈંચ વરસાદ પડ્યો હતો.સવારથી રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને વીસનગરમાં 6.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભરૂચના હાંસોટમાં 5.9 ઈંચ

વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઉંઝા અને વાપીમાં 3 ઈંચ, 24 તાલુકામાં 2 ઈંચથી વધુ, રાજ્યના 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 24 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યના 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. તો કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં 3 સિસ્ટમ તરખાટ મચાવશે. ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં પણ મૂશળધાર વરસી શકે છે. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીનો 59.33 ટકા વરસાદ નોંધાયો હતો. તે સિવાય કચ્છમાં સીઝનનો અત્યાર સુધીનો 76.45 ટકા, સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીનો 74.43 ટકા, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો 69.50 ટકા વરસાદ વરસ્યો હતો. ઉપરાંત મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો 41.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો 38.78 ટકા વરસાદ વરસ્યો હતો.

  • વડાલીના થુરાવાસમાં ખેતરમાં ઝાડ નીચે ઉભેલા ખેત મજુર પર વીજળી પડતાં એકનું મોત: એક ઘાયલ
  • ઘાયલ ખેત મજુરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

સાબરકાંઠા જીલ્લામાં વડાલી તાલુકાના થુરાવાસમાં ખેતરમાં લીમડાના ઝાડ નીચે ઉભેલા ખેત મજુર પર વિજળી પડતાં એકનું મોત થયુ જ્યારે બીજા મજુરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો આ અંગે વડાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના થુરાવાસ ગામના પટેલ વિજય માધાભાઈના ખેતરોમાં ભાગમાં રહેલા ભાગીયા સોમવારે બપોરે વરસાદ ચાલુ હોવાથી ચારથી પાંચ ખેત મજુર લીમડાના ઝાડ નીચે ઉભા હતા તે દરમિયાન અચાનક વીજળી પડતા વીજળીના ધડાકાથી બીજા ખેત મજૂર ખેતરમાં દુર ફેંકાયા હતા અને બે મજુર પર વિજળી પડતાં 14 વર્ષીય ડાભી કિરણ હદાભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં વડાલીની આધ્યા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને પોશીના તાલુકાના સાલેરા ના 21 વર્ષીય કિરણભાઈ રાઈસાભાઈ નું મોત થયું હતું જેમને પીએમ અર્થે વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે વડાલી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.