અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીમાં લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી હતી.
બીજી તરફ ખેડૂતોએ લીધેલા મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. તેમજ તાલાલા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે. આ સિવાય તાલાલામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ અનેક જગ્યાએ ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા હતા.