જતીન પાંભર બન્યો મેગા ફાઈનલનો કિંગ જ્યારે હિતીક્ષા વાઘેલાના શીરે મેગા ક્વિનનો તાજ: ગ્રુપ કોમ્પિટીશનમાં જે.એસ.કે. ગ્રુપે મેદાન માર્યું: ભારે રસાકસી બાદ વિજેતાઓના નામની ઘોષણા કરાઈ
મેગા ફાઈનલમાં વિજેતા બનેલા ખેલૈયાઓને બાઈક, ફ્રિઝ, એલઈડી, વોશિંગ મશીન, મોબાઈલ, વોટર કુલર, ઓવન, વેક્યુમ ક્લિનર, સાયકલ, મીકસચર, સેન્ડવીચ મશીન અને ઈન્ડકશન ચુલા જેવા ઈનામોથી નવાજાયા
ગુજરાતના નંબર-૧ અર્વાચીન રાસોત્સવ ‘અબતક’ સુરભીમાં સતત ૯ દિવસ સુધી ગરબે ઝુમ્યા બાદ ગઈકાલે ખેલૈયાઓ વચ્ચે સર્વોપરીતા સાબીત કરવા માટે મેગા ફાઈનલ રમાયો હતો. મધરાત સુધી ચાલેલા આ રાસોત્સવના જંગમાં વિજેતા બનેલા ખેલૈયાઓ પર લાખેણા ઈનામોની વર્ષા થઈ હોય તેવો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો.
મેગા ફાઈનલમાં સીનીયર કેટેગરીમાં મેગા કિંગ જતીન પાંભર બન્યો હતો ત્યારે મેગા ક્વિનનો તાજ હિતીક્ષા વાઘેલાના સીરે સોભ્યો હતો. ગ્રુપ કોમ્પીટીશનમાં ૧૨ ગ્રુપ વચ્ચે જોરદાર ટક્કર બાદ જે.એસ.કે. (જય શ્રીકૃષ્ણ) ગ્રુપે મેદાન માર્યું હતું. ફાઈનલમાં વિજેતા બનેલા ખેલૈયાઓને બાઈક, ફ્રિઝ, એલઈડી, વોશિંગ મશીન, મોબાઈલ, વોટર કુલર, ઓવન, વેક્યુમ ક્લીનર, સાયકલ, મીક્ષર, સેન્ડવીચ મશીન અને ઈન્ડકશન ચુલા જેવા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.
મધરાત સુધી ચાલેલા આ ફાઈનલમાં બહોળી સંખ્યામાં ખેલૈયાઓ તથા મહાનુભાવો ઉપસ્તિ રહ્યાં હતા.
‘અબતક’ સુરભી રાસોત્સવમાં ગઈકાલે દશેરાના દિવસે મેગા ફાઈનલ રમાડવામાં આવ્યો હતો. સાંજે ૬ વાગ્યાથી મેગા ફાઈનલ શરૂ થઈ ગયો હતો. સતત સાડા ચાર કલાક સુધી સીનીયર અને જુનીયર કેટેગરીના ખેલૈયાઓ વચ્ચે સર્વોપરિતા સાબીત કરવા માટે અવનવા સ્ટેપનો જંગ જામ્યો હતો.
જજની પણ ગઈકાલે જાણે અગ્નિપરીક્ષા થઈ હોય તેમ નં-૧ ખેલૈયાની પસંદગી કરવી ખૂબજ મુશ્કેલ બની ગઈ હતી.
સીનીયર કેટેગરીમાં એ-ગ્રુપમાં ૫ પ્રિન્સ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં જતીન પાંભરને જજ દ્વારા સૌથી વધુ માર્કસ આપવામાં આવતા તે ‘અબતક’ સુરભી મેગા ફાઈનલનો કિંગ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે રુહેન સોલંકી બાઈક જીતવામાં સફળ રહ્યો હતો. ગૌતમ કોરડીયાને ફ્રિઝ, મયુર જોગરાજીયાને મોબાઈલ અને નિરવ પીઠવાને એલઈડી આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.
સીનીયર કેટેગરીમાં એ-ગ્રુપમાં હિતીક્ષા વાઘેલાને જજ દ્વારા સૌથી વધુ માર્કસ આપવામાં આવતા તે ‘અબતક’ સુરભી મેગા ફાઈનલની ક્વિન જાહેર કરવામાં આવી હતી. જ્યારે ભાર્ગવી પાટડીયા સ્કૂટર જીતવામાં સફળ રહી હતી. ભૂમિ વાછાણીને મોબાઈલ, મીલી ત્રિવેદીને ફ્રિઝ, વૈભવી મહેતાને વોશિંગ મશીન જ્યારે હિતીક્ષા વાઘેલાને એલઈડીી નવાઝવામાં આવ્યા હતા.
સીનીયર કેટેગરીમાં બી-ગ્રુપમાં પ્રિન્સ તરીકે સાપરા, નિરવ વાઘેલા, નૈમેષ મકવાણા, રવિ ચાવડા અને કિશન ધોરાજીયા જ્યારે સીનીયર કેટેગરીમાં પ્રિન્સેસ તરીકે પૂર્વા ભાડેસીયા, ગોપી પારેખ, દ્રષ્ટી ધોળકીયા, ધારા દવે અને કિંજલ ઘુંટલાને વિજેતા ઘોષીત કરવામાં આવ્યા હતા.
જુનીયર કેટેગરીમાં એ-ગ્રુપના પ્રિન્સ તરીકે ધ્રુમીલ રાયઠઠ્ઠા, ઉર્વીન ગોડીલ, રોનક ઠુમર, મૌલીક માયાણી, આદિત્ય પંડયા જ્યારે પ્રિન્સેસ તરીકે સુહાની ગોસાઈ, પાયલ જોશી, જાનવી બોદાણી, હેતવી કારીયા અને નંદીની ગેરીયા વિજેતા બન્યા હતા જ્યારે બી-ગ્રુપમાં પ્રિન્સ તરીકે પ્રિન્સ સીંધવ, તુષાર મકવાણા, અર્જૂન જારીયા, જય રામાણી અને કેવલ પારેખ તા યશ બારૈયા, જયારે પ્રિન્સેસ તરીકે પ્રાંચી ગુટલા, હેતવી ધારૈયા, ધ્રુવી અઢીયા, માહિ તન્ના અને પ્રિયાંસી મકવાણા વિજેતા બન્યા હતા. જૂનીયર વેલડ્રેસ પ્રિન્સનો રોનક ઠુમર જ્યારે જુનીયર વેલડ્રેસ ખિતાબ હેતવી ધરજીયાના ફાળે ગયો હતો. સી કેટેગરીમાં પણ વિજેતા બનેલા પ્રિન્સ અને પ્રિન્સેસને ઈનામોી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ગ્રુપ કોમ્પીટીશનમાં પણ ૧૨ ગ્રુપ વચ્ચે જોરદાર ટક્કર જામી હતી. જેમાં ૧૦ દિવસના પરર્ફોમન્સના આધારે વિજેતાને ઘોષીત કરવામાં આવ્યા હતા. જેએસકે ગ્રુપને પ્રમ નંબર આપવામાં આવ્યો હતો અને રૂ.૫૧૦૦૦નું રોકડ પુરસ્કાર અપાયું હતું. દ્વિતીય ક્રમે રામ લીલા ગ્રુપ રૂ.૨૧૦૦૦, તૃતિય ક્રમે ફની ગ્રુપને રૂ.૧૧,૦૦૦ અને જ્યારે ચોા અને પાંચમાં નંબરે રહેલા અનુક્રમે રોયલ ગ્રુપ અને રજવાડી ગ્રુપને રૂ.૫૧૦૦ અને ૨૧૦૦નું ઈનામ આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ૭ ગ્રુપને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા. મોડી રાત સુધી મેગા ફાઈનલ રમાયો હતો. ત્યારબાદ ભારે રોમાંચકતા બાદ વિજેતાઓના નામ ઘોષીત કરવામાં આવ્યા હતા.
A-Group (સીનીયર) (પ્રિન્સ)
પ્રિન્સ | નામ
|
ઇનામ
|
પ્રથમ | જતીન પાંભર | વોશીંગ મશીન |
દ્વીતીય | રૂહેન સોલંકી | બાઇક |
તૃતીય | ગૌતમ કોરડીયા | ફ્રિજ |
ચતુર્થ | મયુર જોગરાજીયા | ટી.વી. |
પાંચમું | નિરવ પીઠવા | મોબાઇલ |
( પ્રિન્સેસ )
પ્રિન્સેસ | નામ | ઈનામ |
પ્રથમ | હિતીક્ષા વાઘેલા | ટી.વી. |
દ્વીતીય | ભાર્ગવી પાટડીયા | સ્કુટર |
તૃતીય | ભૂમી વાછાણી | મોબાઈલ |
ચતુર્થ | મીલી ત્રિવેદી | ફ્રિજ |
પાંચમું | વૈભવી મેહતા | વોશિંગ મશીન |
A-Group (જુનિયર) ( ચિલ્ડ્રન)
પ્રિન્સ | નામ | ઈનામ |
પ્રથમ | ધ્રુમીલ રાયઠઠા | મ્યુઝીકલ સીસ્ટમ |
દ્વીતીય | ઉર્વિન ગોહીલ | ઓવન |
તૃતીય | રોનક ઠુમ્મર | સાઇકલ |
ચતુર્થ | મૌલિક માયાણી | મોબાઈલ |
પાંચમું | આદિત્ય પંડયા | ટીવી |
( પ્રિન્સેસ)
પ્રિન્સેસ | નામ | ઈનામ |
પ્રથમ | સુહાસી ગોસાઇ | ટીવી |
દ્વીતીય | પાયલ જોશી | બાયસિકલ |
તૃતીય | જાનવી બોદાણી | ઓવન |
ચતુર્થ | હેત્વી કારીયા | મોબાઈલ |
પાંચમું | નંદિની ગેરીયા | મ્યુઝીકલ સીસ્ટમ |
બેસ્ટ-ગ્રુપ
જેએસકે ગ્રુપ | ૫૧,૦૦૦ |
રામલીલા ગ્રુપ | ૨૧,૦૦૦ |
ફની ગ્રુપ | ૧૧,૦૦૦ |
રોયલ ગ્રુપ | ૫,૧૦૦ |
રજાડી ગ્રુપ | ૨,૧૦૦ |