ધારી અને માળિયા હાટિનામાં ૩ ઈંચ, જામકંડોરણા-માંગરોળ-મહુવા ૧॥ વરસાદ: સૌરાષ્ટ્ર પર લોઅર લેવલ પર સાયકલોનિક સરકયુલેશન: ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયુ નથી પરંતુ પ્રિ-મોન્સુન એક્ટિવીટીની અસરના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. હજી ત્રર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મંગળવારે સૌરાષ્ટ્રમાં મેઘસવારી ચાલુ રહી હતી. હળવા ઝાપટાંથી લઈ ૩ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. મોટાભાગના જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં વાવણી લાયક વરસાદ બાદ જગતાત નવા જોમ સાથે ખેતી કામમાં પરોવાયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૫૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલે મોટાભાગના જિલ્લામાં વરસાદ પડ્યો હતો. અમરેલીના ધારી, જૂનાગઢ માળિયા હાટીનામાં ૩ ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે જામકંડોરણા-માંગરોળ-મહુવા-ઉમરાળામાં ૧॥ ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર પર લોઅર લેવલમાં અપરએર સાયકલોનિકસ સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસર તળે આગામી ૨ થી ૩ દિવસ સુધી સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે.

ગીર ગઢડા

ગીરમાં અનરાધાર એક થી ત્રણ ઈંચ વરસાદ ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. પૂર્વ ગીર વિસ્તારના તુલસીશ્યામ સહિતના ગીર બોર્ડરના ગામોમાં ભારે વરસાદ સતત ૩ દિવસથી વરસી રહ્યો છે. વરસાદ નાની-મોટી અનેક નદીમાં આવ્યા નવા નીર ગીર ગઢડા તાલુકાના અનેક ગામોમાં અનરાધાર વરસાદ ડોઢ થી બે ઈંચ જસાધાર, ચીખલ, ધોકડવા, નીતલી, વડલી, બેડીયા, મોતીસર, મહોબતપરા, અંબાડા, સણોચરી, નગડીયા નદી-નાળા છલકાયા કુવા તેમજ બોરના તળ એકા એક ઉંચા આવી ગયા છે.

જૂનાગઢ

જૂનાગઢ  જિલ્લામાં માળિયામાં સૌથી વધુ ૬૮ મીમી, માંગરોળમાં ૩૬ મી.મી, ભેસાણમાં ૧૪ મિ.મી, કેશોદમાં ૭ મીમી. આ ઉપરાત માણાવદર, વંથલી, વિસાવદર, જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદના છાંટા સાથે વાતાવરણ ભીનુ ભીનુ રહ્યું હતો. બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો વાવણી માટેની તૈયારીઓમાં લાગી પડયા છે, આ વખતે સમયસરના વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોએ રોકડિયા પાકના રાજા એવા મગફળી અને કપાસના વાવેતર માટે કમર કસી છે. જો કે, બિયારણના ભાવ અત્યારે આસમાને ચડી રહ્યા છે, તેવા સંજોગોમાં પણ ખેડૂતો મગફળીનું વાવેતર માટેનું સાહસ કરવા કટિબદ્ધ બન્યા છે, મગફળીના બિયારણનો ભાવ અત્યારે ૨૯ કિલોના ૫૦૦ થી ૧૫૦૦ રૂપિયા સુધીના બોલાય છે, એક વીઘામાં દોઢથી પોણા બે મણ અભ્યારણની કોણ હોય તો પાંચ હજાર રૂપિયાની કિંમતનું બિયારણ ખેડૂતો વાવવા માટે સાહસ કરી રહ્યા છે.

પોરબંદર

પોરબંદર જીલ્લામાં મંગળવારે મેઘરાજાની પધરામણી થઈ હતી. પોરબંદરના બરડા પંથકમાં એક થી અઢી ઈચ જેટલો વરસાદ પડતા વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા તો રાણવાવા અને વનાણામા પણ  વરસાદનુ જોરાદાર ઝાપટુ પડતા વાતાવરણમાં ઠડંક પ્રસરી ગઈ હતી. મંગળવારે સવારના સમયે બરડા પંથકના સોઢાણા અને અડવાણ સહીતના ગામોમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડતા વાડી ખેતરોમાં પાણી જોવા મળી રહયો છે. મોરાણા, ભોમીયાવદર અને કુણવદર, પારવાડા સહીતના ગામોમાં પણ વરસાદ પડયો હતો વાવણી લાયક વરસાદ થતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

૧૬ જળાશયોમાં ૫ ફૂટ સુધી પાણીની આવક

પ્રિ.મોનસુન એકિટવીટીની અસર તળે સૌરાષ્ટ્ર અવિરત વરસી રહેલા વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬ જળાશયોમાં પાંચ ફૂટ સુધીપાણીની આવક થવા પામી છે. જળાશયોમાં સતત ધીમી ધારે પાણીની આવક થઈ રહી છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬ જળાશયોમાં પાણીની આવક થયાનું નોંધાયું છે. જેમાં વેણુ ૨ ડેમમાં ૨.૨૦ ફૂટ, આજી ૨ ડેમમાં ૦.૧૩ ફૂટ, સુરવોમાં ૦.૬૬ ફૂટ, ન્યારી-૧ ડેમમાં ૦.૩૩ ફૂટ, લાલપરીમાં ૦.૧૦ ફૂટ, છાપરવાડી-૨ ડેમમાં ૪.૯૨ ફૂટ, મચ્છુ ૧ ડેમમાં ૦.૨૩ ફૂટ, મચ્છુ-૨ ડેમમાં ૦.૦૭ ફૂટ, ડેમી ૧માં ૦.૦૭ ફૂટ, બ્રાહ્મણી ૨ ડેમમાં ૧.૩૧ ફૂટ, મચ્છુ ૩.૦૭૯ ફૂટ, ઉમીયા સાગરમાં ૧.૪૮ ફૂટ, સાનીમાં ૦.૬૨ ફૂટ, વઢવાણ ભોગાવો-૨માં ૦.૨૦ ફૂટલ, વાંસલમાં ૧.૯૭ ફૂટ, તથા ત્રિવેણી ઠાંગામાં ૦.૬૬ ફૂટ પાણીની આવક્થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.