બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેસરી સૌથી વધુ વરસાદ વરસ્યો: જુલાઈ, ઓગષ્ટ ગુજરાતમાં માટે લાભદાયી
ઓણ સાલ રાજયમાં જૂન મહિનો કોરો ધાકોડ રહ્યાં બાદ જુલાઈ માસી શરૂ થયેલ વરસાદે સર્વત્ર કૃપા વરસાવી છે. હવામાન વિભાગના આંકડા મુજબ ચોમાસાની સીઝનમાં શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ આઠ જ દિવસમાં મેઘરાજાએ સીઝનનો કુલ ૫૦ ટકા જેટલો વરસાદ વરસાવી દીધો છે.
હવામાન વિભાગના રીઝયોનલ ડાયરેકટર જયંત સરકારના જણાવ્યા મુજબ રાજયમાં ચોમાસાની સીઝનમાં સૌથી વધુ વરસાદ જુલાઈ અને ઓગષ્ટમાં થઈ રહ્યો છે. અગાઉ ૧૫ જૂનથી રાબેતા મુજબ ચોમાસાનો પ્રારંભ થતો હતો પરંતુ પેટર્નમાં બદલાવ આવ્યો છે. જેના પરિણામે જૂન માસમાં છુટાછવાયા વરસાદ પડતા લોકોની ચિંતા વધી હતી પરંતુ મેઘરાજાએ જુલાઈ માસમાં સટાસટી બોલાવી દેતા અનેક જિલ્લાઓમાં લીલા દૂષ્કાળ જેવી પરિસ્થિતી નિર્માણ થઈ છે.
વધુમાં ચાલુ વર્ષે ૨૦ જુની જુલાઈ ૨૦ દરમિયાન આઠ તાલુકાઓમાં ૨૫.૫ ટકા જ વરસાદ વરસ્યો હતો પરંતુ ત્યારબાદ મેઘરાજાની તોફાની ઈનીંગ શરૂ થતા રાજયના મોટાભાગના તાલુકાઓમાં અડધો અડધ વરસાદ વરસી ગયો છે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ રાજયમાં સરેરાશ ૪૨૬.૭ મીમી વરસાદ નોંધાયો છે.
દરમિયાન હવામાન વિભાગના રીઝયોનલ ડાયરેકટર જયંત સરકારે ઉમેર્યું હતું કે, નજીકના ભવિષ્યમાં પરિસ્થિતી બદલાશે કારણ કે, આવનારા દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ વરસશે.
ખાસ કરીને અમદાવાદમાં વરસાદની કમી છે ત્યારે હવે પછી અમદાવાદ જિલ્લામાં સારો વરસાદ વરસવાની શકયતા જોવાઈ રહી છે. ખાસ કરીને રાજયમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સીસ્ટમના કારણે ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાયો હોવાનું પણ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.