કર્ણાટકમાં તારાજીના પગલે રાહત કામગીરી તેજ બનાવવા આદેશ

ગુજરાતમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો

કેરળમાં ચોમાસાએ પ્રવેશ સો દેશભરમાં આગળ વધવા ગતિ પકડી છે. કર્ણાટકમાં તોફાની પવન સો ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળ જેવા રાજયોમાં વાવાઝોડા અને વીજળીના કારણે અનેક લોકોના મોત નિપજયા છે. હવામાનમાં એકાએક પલ્ટાના કારણે ગુજરાતમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. આવતીકાલી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદનું આગમન થાય તેવી આશા સેવાઈ રહી છે.

વાતાવરણમાં એકાએક પલ્ટાના કારણે કેટલાક રાજયોમાં વરસાદ તો કેટલાક રાજયોમાં આંધીએ કહેર વરતાવ્યો છે. દક્ષિણમાં કેરળ અને તામિલનાડુમાં ચોમાસાના આગમન સાથે દેશના છ રાજયોના ૧૮ શહેરોમાં ગરમીનો પારો નીચે ઉતર્યો છે. સામાન્ય રીતે કેરળમાં નૈઋત્યનું ચોમાસુ ૧લી જૂને પ્રવેશ કરે છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસાએ ત્રણ દિવસ પહેલા દસ્તક દીધા છે.કર્ણાટકમાં વરસાદ અને વાવાઝોડાના કાળા કેર વચ્ચે મુખ્યમંત્રી કુમાર સ્વામીએ તાત્કાલીક બચાવ કામગીરીનો પ્રારંભ કરવા આદેશ આપી દીધા છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ કર્ણાટકમાં બજાવ કામગીરી માટે તૈયારી દર્શાવી છે. ચોમાસુ હવે તામિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. આવનાર ૪૮ કલાકમાં ચોમાસુ મધ્ય અરબ એશિયા તેમજ કેરળના બાકીના વિસ્તારોને આવરી લેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

નૈઋત્યનું ચોમાસુ કેરળમાં સેટ થઈ જતાં આવતીકાલી ગુજરાતમાં વરસાદનો પ્રવેશ થઈ જશે તેવું માનવામાં આવે છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે તાપમાન હોય તેના કરતા ૨ ડિગ્રી સુધી ઘટી ગયું છે. રાજકોટમાં તાપમાન ૪૨ ડિગ્રી નજીક પહોંચી ગયું છે. જયારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીની આસપાસ રહ્યો છે. ભેજનું પ્રમાણ વધતા ગરમીની તિવ્રતામાં ઘટાડો અનુભવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.