સુરતમાં ધોધમાર વરસાદ…બે કલાકમાં બે ઈંચ…ઠેર-ઠેર ભરાયા પાણી
વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા ગત મોડી રાત્રીથી છુટા છવાયા ઝાપટાં સાથે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો
હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ફસાઈ ગયા છે.
બે કલાકમાં બે ઈંચ વરસાદથી પાણી પાણી…
વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા ગત મોડી રાત્રીથી છુટા છવાયા ઝાપટાં સાથે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદની સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સુરત શહેરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે કોલેજ સ્ટુડન્ટ અને નોકરીયાત વર્ગ ફસાઈ ગયા છે. વરાછામાં બરોડા પ્રિસ્ટેજ ખાતે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો…
આ સાથે સુરત જિલ્લામાં સૌથી વધારે વરસાદ ઓલપાડમાં 21 મી.મી. અને સૌથી ઓછો કામરેજમાં 2 મી.મી. પડ્યો હતો. જેની સામે શહેરમાં પણ સૌથી વધારે વરસાદ સેન્ટ્રલ અને રાંદેરમાં પડ્યો છે. જ્યારે સૌથી ઓછો કતારમાં પડ્યો છે. આ સાથે ઉકાઈ ડેમની સપાટી 285.13 પર સ્થિર રહી હતી. ઇનફ્લો બંધ થયો હતો, પરંતુ આઉટ ફ્લો 600 ક્યુસેક સાથે યથાવત રહ્યો છે.
છેલ્લા બે કલાકના વરસાદના આંકડા…
સેન્ટ્રલ- 52 મીમી
વરાછા- 28 મીમી
રાંદેર- 51 મીમી
કતારગામ- 12 મીમી
ઉધના- 14 મીમી
લિંબાયત- 43 મીમી
અઠવા- 45 મીમી