રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહે છે. લોકો પણ આતૂરતાપૂર્વક ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. પરંતુ ઝાપટુ વરસી જતું રહે છે. ત્યારે ધોરાજીમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા.
ગોંડલના ગોમટા, લીલાખા ગામમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ગોંડલના વાસાવડમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા અને નદી-નાળાઓમાં વરસાદી પાણી વહેતુ થયું હતું. વરસાદથી જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો હતો.