છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૭ તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ અંકલેશ્વરમાં ૫ ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં સાત તાલુકા એવા છે જ્યાં અઢીથી સાડા પાંચ ઇંટ જેટલો વરસાદ ખાબક્યો છે. તો સૌથી વધુ વરસાદ અંકલેશ્વર સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, ઉના, ભાવનગર, જૂનાગઢ, મહુવા સહિતના વિસ્તારોમાં ઝાપટાંથી લઈ દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
આ સાથે જ મોરવાહડફમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કામરેજમાં સાડા ત્રણ ઈંચ, ભરૂચમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. તો બોરસદ, જેતપુરપાવી અને વલોડમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે અને નસવાડી, ડોલવણ, માંગરોળમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઠાસરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે.
બીજી બાજુ રાજ્યમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદ પડશે.
તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, વલસાડ, દાદરાનગર હવેલી, નવસારી સહીતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા નડિયાદ, ખેડા, આણંદ સહીતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.
ખેડૂતોની પ્રાર્થના, મેઘરાજા હવે ખમૈયા કરો !!!
સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. આવી વિકટ સ્થિતિમાં સૌથી વધુ ખેડૂતોને માર પડ્યો છે. વર્ષા ઋતુના આરંભમાં ખેડૂતો આકાશ સામે જોઈને વિચારતા હતા કે હવે ક્યારે આવશે, અત્યારે પણ આકાશ સામે જોઈને વિચારે છે કે હવે ક્યારે બંધ થશે. ખેતરમાં તૈયાર થયેલા પાક માણસને ઉપયોગી નથી રહ્યા પરંતુ છેલ્લા દિવસોમાં પડેલા વરસાદથી પશુ માટે ઘાસચારમાં ઉપયોગી થાય એવા પણ ન રહ્યા.
બધો જ પાક પાણી માં ગરકાવ થયો છે અથવા ખેતરમાં પાણી ભરાવવાથી સડી ગયો છે. આમાં સરકાર પણ શું કરે કેમકે પ્રકૃતિના રોદ્ર રુપ સામે માણસ માત્ર લાચાર છે. એક જ પ્રાર્થના કરીએ કે હે ! મેઘરાજા હવે ખમૈયા કરો !!!