સવારી વાદળછાંયા વાતાવરણ બાદ બપોરે વ‚ણદેવે વ્હાલ વરસાવ્યું: રોડ પર પાણીઓ વહેવા લાગ્યું: ગોરંભાયેલું વાતાવરણ
રાજકોટમાં આજે સવારી વાદળછાંયા વાતાવરણ બાદ બપોરે એક વાગ્યાી વ‚ણદેવે વ્હાલ વરસાવવાનું શ‚ કર્યું હતું. વરસાદના જોરદાર ઝાપટાી શહેરીજનોને કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંી રાહત મળી હતી. સતત એક કલાક પડેલા વરસાદના કારણે રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. વાતાવરણ હજુ ગોરંભાયેલું હોય વ‚ણદેવ ગમે ત્યારે ફરી કૃપા વરસાવે તેવી શકયતા જણાય રહી છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે સવારી જ સુરતમાં મેઘરાજાએ મહેર ઉતારી છે. પ્રિ-મોન્સુન એકટીવીટીની અસર તળે મુશળધાર વરસાદ પડતા સુરતના વરાછા, કાપોડદરા, મજુરાગેટ સહિતના વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા હોવાની ફરિયાદો લોકોમાંી ઉઠી રહી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટમાં આજે સવારી વાદળછાંયા વાતાવરણ વચ્ચે આકાશમાં સૂર્વ નારાયણ સતત સંતાકુંકડી રમતા હતા.બપોરે એક વાગ્યે શહેરમાં વરસાદના છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જેતપુર, જામનગર, ગીર-સોમના સહિતના શહેરોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.