રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. મોરબીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ઠંડી બાદ અચાનક વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.
આજે બપોરથી વાતવરણમાં અચનાક પલટો જોવા મળી રહ્યો છે. મોરબી માળિયા વચ્ચે વાવાઝોડું સાથે ગાજવીજ વરસાદ ખાબક્યો હતો. જો હજુ પણ વરસાદ આવશે તો જીરૂના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ રાજસ્થાનમાં સર્જાયેલા હવાના નીચા દબાણના કારણે સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાશે. જ્યારે આવતી કાલે ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે.