સતત ૪૮ કલાક સુધી સમગ્ર હાલારને ધમરોળ્યા પછી મેઘરાજાએ ગઈકાલે બપોર પછી અંશત: વિરામ લીધો હોય તેમ વરસાદ ધીમો પડ્યો હતો. છેલ્લા ર૪ કલાકમાં જામનગર જિલ્લાના ત્રણ તાલુકામાં એકાદ ઈંચ અને ત્રણમાં અડધો ઈંચથી ઝાપટાં સ્વરૃપે વરસ્યો હતો. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ત્રણ તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ થયો છે. જ્યાં પણ પાણી ભરાયા હતાં ત્યાં પાણી ઓસરી રહ્યા છે. આજે વાતાવરણમાં ઉઘાડ જોવા મળ્યો છે.
જામનગરમાં સોમવારની મધ્ય રાત્રિથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી તો મંગળવારે દ્વારકા જિલ્લામાં મૂકામ કર્યો હતો.
જામનગર જિલ્લામાં ગઈકાલે બપોરે બે વાગ્યાથી આજે સવારે સાત વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં ર૧ મી.મી. વરસાદ થયો હતો તો કાલાવડમાં ૭ મી.મી., લાલપુરમાં ૧૧ મી.મી., જામજોધપુરમાં ૩૧ મી.મી., ધ્રોળમાં ૬ અને જોડિયામાં ૧૪ મી.મી. વરસાદ થયો હતો, તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં ૧૪ મી.મી. અને ખંભાળિયામાં ૧૧ મી.મી. વરસાદ થયો છે. એટલે કે ગઈકાલ સાંજ પછી બન્ને જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે. ગત્ રાત્રિથી તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ સંપૂર્ણ વિરામ રાખ્યો છે.
તો આજે સવારે પણ વાતાવરણમાં ઉઘાડ જોવા મળ્યા પછી આજે સવારે ૭ વાગ્યે પૂરા થતા ર૪ કલાકમાં ગ્રામ્ય કક્ષાએ થયેલા વરસાદમાં વસઈમાં ૬પ મી.મી., લાખાબાવળમાં ૪૦ મી.મી., મોટી બાણુંગારમાં ૭૭ મી.મી., જાંબુડામાં ૬પ મી.મી. જામવણંથલીમાં ૧૧૦ મી.મી., ધુતારપરમાં ૪પ મી.મી., અલિયાબાડામાં ૧પ૦ મી.મી., હડિયાણામાં રપ મી.મી., બાલંભામાં ૧૩ મી.મી., પીઠડમાં ૮ મી.મી., લતીપુરમાં ૪ મી.મી., જાળિયા દેવાણીમાં ૩૦ મી.મી., લૈયારામાં પાંચ મી.મી., નિકાવામાં પ૮ મી.મી., ખરેડીમાં ૧૦ મી.મી., ભલસાણ વેરાળમાં ર૦ મી.મી., નવાગામમાં ૧પ મી.મી. સમાણામાં રપ મી.મી., શેઠવડાળામાં પ૪ મી.મી., જામવાડીમાં ૬પ મી.મી., વાંસજાળિયામાં ૧ર મી.મી., ધુનડામાં રપ મી.મી., પીપરટોડામાં ૯ મી.મી. અને ૫ડાણામાં ૪ર મી.મી. વરસાદ થયો હતો.
તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદમાં વેરાડમાં ૩પ મી.મી., પાછતરમાં ર૭ મી.મી., ગુંદામાં ર૬ મી.મી., ભાટિયામાં પાંચ મી.મી., લાંબામાં ૧ર મી.મી., રાજપરામાં ૧૦ મી.મી., વડાત્રામાં ૮ મી.મી., ભાડથરમાં ૧ર મી.મી., રાણમાં ૧પ મી.મી., વચણાબારામાં ૧૦ મી.મી. વરસાદ થયો હતો.
જામનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે સસોઈ, પન્ના, ઊંડ-૩, ઊંડ-૪, બાલંભડી સહિતના ડેમ છલકાઈ ગયા હતાં તો ખંભાળિયાનો સિંહણ ડેમ પણ છલકાઈને ઓવરફ્લો થઈ ગયો હતો.
જામનગર શહેરને પીવાનું પાણી પૂરૃં પાડતા રણજીતસાગર ડેમની સપાટી ૧૧.૮ ફૂટએ પહોંચી છે. તો સસોઈ ડેમની સપાટી હાલ ૧૬.પ૦ ફૂટની થવા પામી છે. હવે વરસાદે વિરામ લેતા લોકો પોતાના રોજ-બરોજની કામગીરીમાં જોડાઈ ગયા છે તો ખેડૂતો પણ ખેતી કામમાં જોડાશે.