બે દિવસ સુધી સતત વરસાદ આવતા નદી-નાળા અને ડેમો છલકાયા

કહેવાય છે કે કુદરતનો પ્રકોપ જ્યારે પણ આવે છે તેની પાછળ કહેરની નિશાની છોડી જાય છે ત્યારે હાલમા જ સમગ્ર ઝાલાવાડ પંથખમા ગાંડોતુર બની વરસાદે અનેક વિસ્તારોમા મેઘતાંડવ શરુ કયુઁ હતુ . બે દિવસ સુધી સતત વરસાદી કહેરથી અનેક નદિ-નાળા અને ડેમો છલકાયા હતા. આ તરફ રેજ્યમા વરસાદના લીધે ૧૬ લોકોના મૃત્યુ પણ થયા હતા ત્યારે ધ્રાગધ્રા પંથકના વાવડી ગામે જ ૭ લોકો ચાલુ વરસાદે નદિમા ટ્રેક્ટર ખાબતા મોતને ભેટ્યા હતા. બીજી તરફ ધ્રાગધ્રા શહેરમા કેટલાક વિસ્તારોમા વરસાદી કહેરથી ગરીબ અને આથીઁક રીતે પછાત લોકો બેઘર બન્યા છે. ધ્રાગધ્રા શહેરના જુની મોચીવાડ વિસ્તાર પાસે વષોઁથી નાનુ ઝુપડુ બનાવીને રહેતા અને મજુરી કામ કરી દરરોજનુ ગુજરાન ચલાવતા કેટલાક આશરે ૧૬ પરીવારોના ઝુપડા ધોધમાર વરસાદમા ધોવાઇ ગયા છે. ત્યારે આ ગરીબ પરીવારનો એક માત્ર આશરો તેઓના ઝુપડામા અનેક ખાણી,પીણીની ચીજ-વસ્તુ થતા જીવનની બચાવ પુંજી પણ પાણીનુ વહેણ સાથે લઇ ગયુ છે. હાલ આ ગરીબ પરીવાર પાસે બચ્યો છે પોતાનો દેહ અને હાડપીંજર માફક મકાનના કેટલાક અવશેષો જે પાણીથી બચી ગયા. ત્યારે અનેક ગરીબ પરીવારની વેદના છે કે સરકાર તેઓને આથીઁક રીતે સરકારી સહાયના સ્વરુપમા મદદ કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.